________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
પ્રવચન નં-૧૮ અપેક્ષાએ પણ આરંભ પરિગ્રહનો મારામાં અભાવ છે. એને જ્ઞાન અને વૈરાગ્ય શક્તિ પ્રગટ થઈ છે. મમતાનો અભાવ થઈ ગયો છે પરિણામની મમતા નથી.
સામાન્ય અપેક્ષાએ તો આરંભ પરિગ્રહ નથી સ્વભાવમાં પણ વિશેષ અપેક્ષાએ સ્વભાવનું અવલંબન લેતાં એ આરંભ પરિગ્રહના વિભાવ ભાવનો અમને અભાવ થઈ ગયો છે. એમ મુનિરાજ પોતે પોતાથી વાત કરે છે.
આ પ્રતિક્રમણના પ્રકારો છે. પેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ પછી અવત-કપાયને-યોગ એમ ચાર પ્રકારના પ્રતિક્રમણના સ્ટેજ છે. પૂર્વે કરેલા ભાવો એનું પ્રાયશ્ચિત કરીને એનો ત્યાગ કરવો. સ્વભાવનું ગ્રહણ થયા પછી એમાં ક્રમ પડે છે. પહેલાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ થાય, પછી અવ્રતનું-પાપનું પ્રતિક્રમણ થાય, પછી કષાયનું- પુણ્યનું પ્રતિક્રમણ અર્થાત્ પુણ્યને છોડે છે. અહીંયાં મુનિરાજ પોતાથી જ વાત કરે છે કષાયના પ્રતિક્રમણની. તેરમે ગુણસ્થાને યોગનું પ્રતિક્રમણ કરીને અયોગી જિન થઈ જાય છે. આ સહજ સ્થિતિ છે. (તેમને) આસ્રવનો અભાવ થઈ જાય છે.
પરંતુ મને શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી. અરે! તારા સ્વભાવને લે ને! પકડને! તો બધા વિભાવભાવોનું કર્તુત્વ છૂટી જશે. વિભાવભાવ થોડો ટાઈમ રહે પણ એની જાત બદલી જશે. પહેલા જેવો વિભાવ ન હોય. મિથ્યાત્વની ભૂમિકામાં જેવો કપાયભાવ આવે એવો કપાય અવિરત સમ્યક્રદૃષ્ટિને ન હોય. કપાય હોય પણ એની જાત બદલાય જાય. શાસ્ત્ર ભાષાએ અનંતાનુબંધી કષાય ગયો અને અપ્રત્યાખ્યાનાદિનો કષાય ઉદ્દભવે છે, પણ એનો જાણનાર છે. કરનાર નથી આહાહા !
સામાન્ય અપેક્ષાએ તો નથી મારામાં પણ વિશેષ અપેક્ષાએ જોઉં તો પણ હું તો જ્ઞાતા છું ને?! એટલે જ્ઞાનમાં એ શેયપણે પણ જણાતું નથી. જ્ઞાનની પર્યાય જણાય છે કાં જ્ઞાયક જણાય છે બસ. એટલી તો ઉપેક્ષા એના કષાયના ભાવ પ્રત્યે તો ઉદાસીનતા હોય છે. એમાં મમતા થતી નથી. સ્વામીપણું છૂટી ગયું છે બસ. રાગના પરિણામ રહી ગયા પણ તેનું માલિકીપણું છોડી દીધું.
એક ભાઈએ એક લાખ રૂપિયામાં મકાન વેંચી નાખ્યું. પછી બીજું મકાન લઈને બે ત્રણ માઈલ દૂર રહેવા ગયો. એમાં પેલા મકાનમાં આગ લાગી. મકાન તો વેંચી નાખ્યું 'તું! પૈસા લઈ લીધા હતા, નામ પણ ટ્રાન્સફર થઈ ગયું. પણ બધાને ખબર ન હોય ને? એમાં એ મકાન બળવા લાગ્યું આગ લાગી. એટલે કોઈએ એને ટેલીફોન કર્યો, ભાઈ ! તમારું મકાન બળે છે. કેમ તમે ઠંડા કલેજે કાં સાંભળો છો !? મકાન બળે છે સળગે છે તમારું. મારું મકાન નથી સળગતું! કમ તમારું મકાન નથી? એ મકાનનાં લાખ રૂપિયા મારી પાસે આવી ગયા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com