________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨OG
ચૈતન્ય વિલાસ છે હવે એ મકાન મારું નથી. મમતા નથી માટે મકાન માટે દુઃખ થતું નથી. પણ જો વેંચ્યું ન હોત તો ટેલીફોન પડતો મૂકીને દોડે આગ ઠારવા. મકાન બળે છે પણ મમતા છૂટી ગઈ છે.
અરે ! આ દેહમાં રહેવાનો ટાઈમ પૂરો થશે, આયુષ્ય પુરું થશે. જ્યોતિષે કીધું અને ડોકટરે પણ આવીને કીધું! એ ચોવીસ કલાકનો હવે મહેમાન છે. આહાહા ! આ દેહ ઉપર જે મમતા છૂટી ગઈ છે એનું કાંઈ રૂંવાડું પણ ફરકતું નથી. આ (દેહ) પણ એક મકાન છે ને?! બીજું શું છે? આ મકાનમાં પોતે ભાડે રહે છે. આ ઘરનું મકાન છે?! (શ્રોતા:- નહીં ભાડાનું મકાન છે.) ઘરનું મકાન તો જ્ઞાનસ્વરૂપ ભગવાન આત્મા એ પોતાનું શરીર ને પોતાનું મકાનને રહેવાનું રહેઠાણ આત્મા છે.
હવે આગળ! જ્ઞાતાને કર્તા માનવો એ પણ પાપ છે. કર્તા માને એમાં બધો પાપારંભ શરૂ થાય છે. “આરંભને પરિગ્રહ' (એટલે ) નરકના આયુષ્યનો બંધ. ચારગતિના બંધના પરિણામ કર્તા બુદ્ધિમાં ઉપજે છે. જ્ઞાતા થયો પછી એ ચારગતિને યોગ્ય એ પરિણામ ઉપજતા નથી. અને (થોડાં ) હોય તો છૂટી જાય છે. વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય છે.
સામાન્ય અપેક્ષાએ તો બધા જીવ જ્ઞાતા છે. કોઈ કોઈ જીવ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય છે તે ધર્મી થાય છે. એ જ્ઞાતા થઈ ગયો. એકલા દ્રવ્યદૃષ્ટિથી (કાર્યસિદ્ધ) જ્ઞાતાપણું થતું નથી, સાથે એના પરિણામમાં પણ જ્ઞાતાપણું પ્રગટ થાય છે. સાક્ષાત અકર્તા થાય છે.
નરકનું આયુષ્ય કોને બંધાય? કે: ખૂબ આરંભ પરિગ્રહ કરે એને ત્રસ અને સ્થાવરની ખૂબ હિંસા કરે એને સામાન્ય શ્રાવકને એ પ્રકારનો પાપારંભ પણ હોતો નથી. કોઈ કતલખાના ચલાવે, માંસ ખાય, દારૂ પીવે, જેમાં બહુ ત્રણ સ્થાવરની હિંસા થતી હોય. તેવા કાર્યો શ્રાવકને ન હોય.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયા મિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે. માયા એટલે માયા-કપટની સાથે અશુભ ભાવ હોય શુભભાવ નહીં. જે વારંવાર માયા કપટ કરતો હોયને એને અશુભ ભાવ સાથે હોય, અને આયુષ્ય બંધાવાનો જ્યારે કાળ હોય તો એને તિર્યંચનું જ આયુષ્ય બંધાય. ઢોર થાય, તે કૂતરા બિલાડાને બકરામાં જન્મી જાય, માટે આરંભ પરિગ્રહનો પણ ત્યાગ કરજે સ્વભાવના આશ્રયે. તને માયા-કપટનાં પરિણામ હશે તો મનુષ્યભવ નહીં મળે.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભકર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયના કર્તુત્વ વિહિન છું.” એમ લેવું. નીચે સંસારી જીવને પણ માયામિશ્રિત અશુભ કર્મ હોય તો તેને તિર્યંચ આયુનો બંધ થાય છે એમ લઈ લેવું. ઉપરની બીજી લીટી છે તે બધામાં લાગુ પાડી દેવી. એક લીટીમાં લખ્યું હોય તે સર્વે ઠેકાણે જાણી લેવું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com