________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૦
પ્રવચન નં-૧૮ આહાહા ! સ્વભાવમાં તો મો-માયા-કપટનો અભાવ છે. પણ વિશેષ પર્યાયમાં જો મોહ-માયા-કપટ થતાં હોય તો, અને એ વખતે આયુષ્ય બંધાય તો તિર્યંચનું બંધાય. આહાહા ! તિર્યંચનું પેટ બહુ મોટું છે. એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચારઈન્દ્રિય, પંચેન્દ્રિય, સંજ્ઞી-અસંજ્ઞી બધાં તિર્યંચ છે. મનવાળા પ્રાણી પણ તિર્યંચ હોય.
ભગવાન મહાવીરનો જીવ પૂર્વે સિંહ હતો. પૂર્વે માયા કપટ કર્યા હતા એના આત્માએ; આત્માએ એટલે એનો આત્મા નથી કરતો પર્યાય કરે છે પણ ઉપચારથી આત્મા કરે છે એમ કહેવામાં આવે છે. એમાં કર્તાબુદ્ધિ થઈ જાય છે. ઉપચારના કથનને એણે અનુપચાર માન્યા. કરે કો'ક અને કહેવાય કે આત્માએ કર્યા.
પાપના પરિણામ આત્મા નથી કરતો કરે છે પાપના પરિણામ પર્યાય અને ઉપચાર આવ્યો કે પાપના પરિણામ આત્મા કરે છે. આહાહા ! એટલે કર્તબુદ્ધિ દઢ થઈ, કેઃ હું..આત્મા આરંભ પરિગ્રહને કરે છે એટલે આત્મા નરકમાં જાય છે. | માયા કરે છે કોણ? કે: આત્મા કરે છે. આત્મા અને અનાત્મા બેય જુદા છે. આત્મા તો આત્મા જ્ઞાયક છે. આ પ્રભુ ભગવાન આત્મા કષાયને કરે !? તારી બુદ્ધિ મિથ્યા થઈ ગઈ છે. કષાયનો કરનાર ભગવાન નથી. પણ, જે ભગવાનને ભૂલે છે એની પર્યાયમાં કષાય થાય છે જરૂર. આહા! આ ક્રોધ-માન-માયા-લોભ આત્મામાં થતા નથી. પણ પરાશ્રિત પરિણામમાં થાય છે, એ આસ્રવનું લક્ષણ છે, જીવનું લક્ષણ નથી. ક્રોધ આત્મામાં થતો નથી. પણ આત્માના સ્વભાવને ભૂલીને જે પરાશ્રિત પર્યાય થાય એમાં ક્રોધ-માન-માયાને લોભના પરિણામ થાય છે. થાય છે પરિણામમાં ને ખતવે છે આત્મામાં એટલે કે તેને (દ્રવ્યપર્યાયની) બેયની એત્વબુદ્ધિ છે. આ વિભાગને કો'ક જીવ જ સમજે છે. સામાન્યમાં વિશેષનો અભાવ છે.
ટૂંકું વાક્ય એવું આવે કે આત્મા ક્રોધને કરે છે, આત્મા પાપને પુણ્ય કરે છે. કહેવાય એમ. આત્મા અકર્તા રહીને પર્યાયમાં-વિશેષમાં કર્તાબુદ્ધિ થાય છે. અને પર્યાયમાં અકર્તા સ્વભાવ પ્રગટ થાય છે. ફેરફાર થાય છે એ પરિણામમાં થાય છે દ્રવ્યમાં ફેરફાર થતો નથી.
“તિર્યંચ પર્યાયને યોગ્ય માયા-મિશ્રિત અશુભકર્મનો અભાવ હોવાને લીધે હું સદા તિર્યંચ પર્યાયને કરતો નથી” વિશેષ અપેક્ષાએ સંસારમાં માયા કરે છે એને તિર્યંચ કર્મનો બંધ થાય છે એમ લઈ લેવું. સામાન્ય અપેક્ષાએ તો માયા-કપટના ભાવ સ્વભાવમાં તો નથી પણ પર્યાય થાય તો એને તિર્યંચ કર્મનો બંધ થાય એમ સમજી લેવું.
મનુષ્ય નામકર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્ય પર્યાય શુદ્ધનિશ્ચયથી નથી.” પણ સંસારી જીવોને જ્યારે એવા શુભભાવો થાય છે ત્યારે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com