________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૧
એને મનુષ્યગતિનો કર્મબંધ થાય છે વિશેષ અપેક્ષાએ, પણ સ્વભાવમાં તો નથી, એમ લઈ લેવું બન્ને પ્રકારે. નિશ્ચયથી નથી અને વ્યવહારમાં જો કરે તો થાય; અને વ્યવહારમાં પણ જો એ કર્તૃત્વ છોડે તો વ્યવહારમાં પણ જ્ઞાતા. નિશ્ચયે જ્ઞાતા અને વ્યવહારે પણ જ્ઞાતા. નિશ્ચયે અકર્તા અને વિશેષે કર્તા એમ નથી. સામાન્ય અપેક્ષાએ અકર્તા અને વિશેષ અપેક્ષાએ પણ અકર્તા. સામાન્ય અપેક્ષાએ જ્ઞાતા અને વિશેષ અપેક્ષાએ પણ જ્ઞાતા આહા !
કહે છે કે કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે ઈ....આ સામાન્ય અપેક્ષાએ જ્ઞાતા અને વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થાય છે. જો કર્તૃત્વ છોડે તો અકર્તા સ્વભાવ એનો પ્રગટ થયો સાધક થઈ ગયો. તો દ્રવ્ય શુદ્ધ અને પર્યાય પણ શુદ્ધ. કારણતત્ત્વ શુદ્ધ અને કાર્ય તત્ત્વ પણ શુદ્ધ છે તે સાધક થઈ જાય છે.
‘દેવ ’ એવા નામનો આધાર જે દેવપર્યાય તેને યોગ્ય સુ૨સ-સુગંધ સ્વભાવવાળાં પુદ્ગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે નિશ્ચયથી મારે દેવ પર્યાય નથી. “દેવમાં સુરસ-સુગંધી એનું શરીર છે ને એ સુગંધમય હોય-દુર્ગંધમય ન હોય, એને નહાવું ન પડે; એને પસીનો ન થાય. “સુરસ-સુગંધ સ્વભાવવાળાં પુદ્ગલ દ્રવ્યના સંબંધનો અભાવ હોવાને લીધે ” -આહાહા! મને એ પુદ્દગલ દ્રવ્યનો સંબંધ થયો જ નથી. દ્રવ્ય સ્વભાવને જોઉં છું તો હું કોઈ કાળે દેવ પર્યાયમાં ગયો જ નથી. દેવની પર્યાયથી તો હું રહિત છું. એક ત્રિકાળ સ્વભાવ અને એક ક્ષણિક પર્યાય સ્વભાવ, એ બેનો બરાબર ખ્યાલ આવે તો એમાં ભેદજ્ઞાન થઈ જાય.
66
અભાવ હોવાને લીધે નિશ્ચયથી માટે દેવ પર્યાય નથી.” હું ભૂતકાળમાં એ દેવ થયો ન હતો, અને ભવિષ્યમાં પણ દેવ થવાનો નથી. દેવગતિમાં હું નહીં જાઉં. આહાહા ! હું તો જ્ઞાન પરિણતીમાં જ રહીશ. આત્મા જ્ઞાનક્રિયામાં રહેલો છે પ્રતિષ્ઠિત છે. વિભાવમાં રહેલો નથી. આત્મા આત્મજ્ઞાનમાં રહેલો છે હોં! તો શરીરમાં તો આત્મા ક્યાંથી રહે બધી સૂક્ષ્મ વાતો છે.
હિંમતનગર વિડિયો કેસેટ નં-૧૮૦ પ્રવચન નં-૧૯
તા. ૩૦-૪-૯૦
આ શ્રી નિયમસારજી પરમાગમ શાસ્ત્ર છે. એનો ૫૨માર્થ પ્રતિક્રમણ અધિકાર ચાલે છે. ૫રમાર્થ પ્રતિક્રમણ એટલે કર્તાબુદ્ધિ છોડી અને પોતાના ચૈતન્ય સ્વરૂપ આત્માને ભાવવો– અનુભવ કરવો એનું નામ પ્રતિક્રમણ છે. પૂર્વે લાગેલા દોષ એનાથી પાછા ફરવું અને શુદ્ધાત્માની સન્મુખ થઈને આત્માનો અનુભવ કરવો એનું નામ પ્રતિક્રમણ છે. સ્વભાવનું
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com