________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
પ્રવચન નં-૧૯ ગ્રહણ અને પરભાવનો ત્યાગ.
અકર્તા એવા જ્ઞાયક સ્વભાવનું ગ્રહણ અને કર્તબુદ્ધિનો ત્યાગ. અહીંયાં આત્માને આત્મા અકર્તા છે તેમ બતાવે છે. અનંતકાળથી આત્મા સ્વભાવથી જ જ્ઞાતા-અકર્તા હોવા છતાં પણ પોતે પોતાની મેળે, પોતાને કોઈના ઉપદેશ વિના હું શરીરનો કર્તા છું, દેશનો કર્તા છું, દુકાનનો કર્તા છું, સાયકલ ચલાવું છું, મોટર ચલાવું છું, પ્લેન ચલાવું છું વગેરે. અનંતઅનંતકાળથી આત્મા પોતાના જ્ઞાતા સ્વભાવને ભૂલીને પોતાને કર્તા માને છે. એ અકર્તાની વ્યાખ્યા કરતાં-કરતાં આચાર્ય ભગવાન અંદરમાં લઈ જાય છે.
પર પદાર્થનો કર્તા તો આત્મા ત્રણકાળમાં નથી; કેમકે પદાર્થો સ્વયં પરિણમે છે અને સ્વયં પોતાના કાર્યો કરે છે. એને બીજો કોઈ કરે એવી ત્રણકાળમાં કોઈ અપેક્ષા હોતી નથી. માટે આત્મા પરદ્રવ્યોનો તો કર્તા છે જ નહીં.
હવે અંદરમાં-આત્માની પર્યાય કહો કે પરિણામ કહો તેના બે વિભાગ છે. એક પરાશ્રિત જે રાગ થાય અને એક સ્વાશ્રિતે વીતરાગભાવ થાય. એવા બે પ્રકારના પરિણામ આસ્રવ, બંધ, સંવર, નિર્જરા ને મોક્ષ એ પ્રકારના પરિણામનો પણ આત્મા કર્તા નથી.
જેમ એક દ્રવ્યના બેકર્તા ન હોય તેમ એકભાવના બે કર્તા ન હોય. એક ભાવ એટલે શું કે જે પરિણામ સ્વયં પ્રગટ થઈ રહ્યા છે, થવા યોગ્ય થયા જ કરે છે પરિણામ. હાલતાચાલતા, ઊંઘમાં હો ત્યારે પણ પ્રત્યેકગુણની પ્રત્યેક પર્યાય સ્વયં પ્રગટ થાય છે અને નાશ થાય છે.
જે થવા યોગ્ય પરિણામ છે એ એનાથી થાય છે. પરિણામથી પરિણામ થાય છે. પરિણામનો કર્તા પરિણામ છે. એક ભાવના બે કર્તા ન હોય. ભાવ એટલે પર્યાય/અસ્તિત્વહિયાતી. તે એક સમયનું સત્ છે. પર્યાય નથી એમ નથી. પર્યાય, પરથી પણ નથી અને સ્વ પણ એનો કર્તા નથી. પરિણામ સ્વયં પ્રગટ થાય છે. “થવા યોગ્ય થાય છે, જાણનારો જણાય છે” એમ લેને તું! આ હું કરું છું પરિણામને, આ ક્રોધ-માન-માયા-લોભના પરિણામને મેં કર્યા. અરે ! પરિણામનો કરનાર પરિણામ છે. તે માથે ઓઢી લે છે કે હું કરું છું. ક્રોધ-માન-માયા-લોભના પરિણામ એ ચારિત્રનો દોષ છે. એ પરાશ્રિત પર્યાય છે આસ્રવ તત્ત્વ છે, અને એને હું કરું છું એમ માને છે તો મિથ્યાત્વનો દોષ લાગે છે.
એક ભાવના બે કર્તા ન હોય. પરિણામનો કર્તા પરિણામ પણ હોય અને આત્મા પણ એ પરિણામને કરે એમ ત્રણ કાળમાં બનતું નથી, અશક્ય છે. છતાં એ આત્મા જે ભાવે પરિણમે છે એ ભાવનો કર્તા છે. પરિણમે તે કર્તા અને પરિણામ તે કર્મ. એ વ્યવહારનયનું કથન છે. નિશ્ચયનય એનો નિષેધ કરે છે, કેઃ પરિણામનો કર્તા હું નથી. હું તો ચૈતન્યના
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com