________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૩ વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.
પરિણામને હું કરું એવું મારું કાર્ય જ નથી. આહા! પરિણામને પરિણામ પણ કરે અને હું પણ કરું-એમ નથી. એ મારા કર્તાપણાની અપેક્ષા વિના સ્વર્ય થાય છે. પરિણામની સામે જોવાનું બંધ કરી દે! પરિણામની સામે જોઈશ તો પરિણામમાં તો મિથ્યાત્વ રહેશે. કર્મનાં કાર્યરૂપ મિથ્યાત્વ રહેશે. અને બીજું પરિણામની સામે જોતા જાણે હું કર્તા છું એવી મિથ્થાબુદ્ધિ થાય છે. માટે પરિણામની કર્તાબુદ્ધિ છોડી પરિણામને ય બનાવવાનું છોડી પરિણામની જ્ઞાતા બુદ્ધિ છોડી, પરિણામને કર્મ બનાવવાનું છોડી, પરિણામને ય બનાવવાનું છોડી; શું કહ્યું? આહા ! જે આ આત્મા જ્ઞાયક ચિદાનંદ ભગવાન જે દષ્ટિનો વિષય એને એક સમય પણ દૃષ્ટિમાં લીધો નથી.
એ વાત અહીંયાં કહે છે-“સકલ કર્તત્વનો અભાવ છે.” એવો પાઠ છે. કોઈ પણ પ્રકારના પરિણામ; પછી તે પોતામાં થતા પરિણામ કે જગતમાં થતાં પરિણામ, એ પરિણામનો આત્મા કર્તા નથી. આત્મા જ્ઞાતા છે માટે કર્તા નથી. પણ જે પરિણામ થાય છે એ પરિણામ મારું કર્મ અને એનો હું કર્તા, એમ નથી. એ પરિણામ મારું શેય અને હું એનો જ્ઞાતા, એમ પણ નથી. સૂક્ષ્મ વાત છે. ધરમની વાત તો ઊંચા પ્રકારની જ હોય ને!?
થવા યોગ્ય પરિણામ થાય છે, આત્મા કરે છે માટે પરિણામ થાય છે એમ નથી. ક્રોધ થાય છે એ આત્માએ કર્યો એમ નથી. ક્રોધ થાય ત્યારે જ્ઞાતાને ભૂલે તો આ ક્રોધ મેં કર્યો તો તેવું અજ્ઞાન ઉભું કરે છે. ક્રોધનું કરવું એ આત્માના સ્વભાવમાં નથી. ક્રોધ આત્માનું કર્મ તો નથી પણ ક્રોધ આત્માનું જ્ઞેય પણ નથી. આત્માનું ઉપાદેયભૂત mય તો જ્ઞાયક છે અને જાણવા માટે શેય તો જ્ઞાનની પર્યાય છે.
કરવું નથી; જાણવું લે ને!? જાણવાના બે પ્રકાર પાડ્યા. જાણવું છે ને? કેઃ “હા” . એક મારો જ્ઞાયકભાવ છે ને એ ઉપાદેયપણે મને જણાય છે. ઉપાદેય એટલે? સ્વભાવનું ગ્રહણ અને આ પરિણામનો કર્તા નથી એવા પરભાવનો ત્યાગ છે. મમત્વ છોડી દે! પરિણામ સ્વયં થયા કરે છે.
આહા ! તું પરિણામનો કરનાર નથી. જ્યાં સુધી પરિણામની અંદર કર્તુત્વબુદ્ધિ રહેશે ત્યાં સુધી પર્યાયદષ્ટિ-મિથ્યાદષ્ટિ છે. તને સમ્યક્દર્શન નહીં થાય. સમ્યક્દર્શન વિના ધર્મની શરૂઆત થઈ શકે નહીં. માટે આત્માને “સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે” તેવો મૂળમાં પાઠ છે.
અહીં શુદ્ધાત્માને આત્મા ત્રણેય કાળે શુદ્ધ જ હોય, એક શુદ્ધઆત્મા અને એક અશુદ્ધ આત્મા એમ બે પ્રકાર હશે આત્મામાં!? આત્મા કહો એટલે શુદ્ધ જ હોય. આત્મા કોઈ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com