________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
પ્રવચન નં-૧૯ કાળે અશુદ્ધ હોય જ નહીં. એ તો આસ્રવની અશુદ્ધતાનો રાગદ્વેષની અશુદ્ધતાનો આરોપ આપીને અશુદ્ધ આત્મા કહેવામાં આવે છે. તે વ્યવહારનયનું જૂઠું કથન છે.
ત્રણકાળમાં આત્મા શુદ્ધભાવને છોડે નહીં અને અશુદ્ધભાવને ગ્રહે નહીં. આહાહા! “હા” , શુદ્ધભાવને ગ્રહે અને અશુદ્ધભાવને છોડે એવું તો છે. સ્વભાવનું ગ્રહણ અને પરભાવનો ત્યાગ એવું તો છે. માટે આત્મા સ્વયં થતાં પરિણામનો કર્તા નથી. સ્વયં પરિણામ થાય એનો કર્તા આત્મા થાય અને એના પરિણામ; આત્માનું કર્મ થાય એમ નથી. કર્મ રહિતનો સ્વભાવ આત્માનો, કર્તા રહિતનો સ્વભાવ આત્માનો છે. શું કહ્યું? કર્મ રહિત એટલે પરિણામ રહિત એ જ આત્માનો સ્વભાવ છે. અને કર્તાપણાથી રહિત આત્મા અકર્તા-જ્ઞાતા છે. માટે આત્મા કર્તા અને પરિણામ કર્મ એ બધાં વ્યવહારનયનાં કથનો છે. અભૂતાર્થ અસત્યાર્થ કથન છે એને છોડી દેજે !
આત્મા કર્તા અને આ પરિણામ થાય એ આત્માનું જ્ઞય તેમ નથી. આત્માનું ય તો ઉપાદેયભૂત જ્ઞાયક તત્ત્વ છે. અને અનુભવ થતાં જ્ઞાન પર્યાય પ્રગટ થાય એ ભેદને શેય કહેવામાં આવે છે. એક અભેદજ્ઞય તે ઉપાદેયપણે અને જાણવા માટે ભેદપણે જ્ઞાનની પર્યાય શિયપણે એવું અંદરમાં સ્વરૂપ રહેલું છે.
તો અહીંયાં કહે છે–પ્રભુ! અંદરમાં જે પરિણામ થાય એની સાથે કર્તા-કર્મ સંબંધ છે, વ્યાપ્ય-વ્યાપક સંબંધ છે. એ બધી વાત શાસ્ત્રમાં આવશે. શાસ્ત્રમાં વ્યવહારનયનાં કથન ઠામ-ઠામ ઠેક-ઠેકાણે આવશે, પણ એને ઓળંગી જજે. આ વ્યવહારનયનું કથન છે તેમ ચેતજે ! વ્યવહારનય અસત્યાર્થ કથન કરે છે.
આહાહા ! કરે પરિણામ પરિણામને અને કહે કે આત્મા કરે છે, આ કાપડના તાકા ફેરફાર થાય એની ક્રિયાથી પુગલની ક્રિયાથી થાય છે અને કાપડીઓ કહે કે આ કાપડ મેં ફેરવ્યું ને મેં મુક્યું, મેં ઘડી સરખી કરી એમ માને તેણે બે દ્રવ્યની એકતા કરી. પણ કાપડ સન્મુખનો જે રાગ; તેનો પણ આત્મા કર્તા નથી. રાગ આત્માનું કર્મ નથી, તેમ રાગ આત્માનું જ્ઞય પણ નથી.
આત્માને કોઈ કર્મ જ ન હોય. આહાહા! એ તો નિષ્ક્રિય ઉપાદેય પરમાત્મા છે. કર્તા નથી માટે કર્તાનું કર્મ પણ નથી. જે અકર્તા હોય એને કર્મ ન હોય. જે કર્તા હોય એને કર્મ હોય. કર્તા કોણ? પરિણામ. પરિણામ કર્યા છે અને પરિણામ એનું કર્મ છે. આત્મા તો નિષ્ક્રિય જ્ઞાતા છે. જાણનાર......જાણનાર.......જાણનાર છે. અંદરની વાતો છે.
ઓહો! આ ગાથા ઘણી ઊંચી છે. તારાચંદભાઈએ માંગણી કરી 'તી, હિંમતનગરમાં ઊંચી માંગણી આવે છે. ભાવ તો એવો આવ્યો કે આ પાંચ ગાથા રત્નની છે એમ સાંભળ્યું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com