________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૧૫ છે તો રત્નની ગાથામાં શું ભર્યું છે?! જેનું ભાવ ભાસન થતાં કર્તબુદ્ધિ નીકળી જાય. કર્તાબુદ્ધિ તો છૂટશે પણ જ્ઞાતાબુદ્ધિ પણ છૂટશે. અને જ્ઞાયક પરમાત્મા સામાન્ય અપેક્ષાએ જે જ્ઞાતા છે એ વિશેષ અપેક્ષાએ જ્ઞાતા થઈ જશે. આહાહા ! વિશેષ અપેક્ષાએ જે કર્તા બુદ્ધિ હતી એ છૂટીને સાક્ષાત જ્ઞાતા થશે. કારણતત્ત્વ પણ શુદ્ધ અને કાર્યતત્ત્વ પણ શુદ્ધ એવો અનુભવ થશે.
એ વાત અહીંયા આચાર્ય ભગવાન આપણને પરમાર્થ પ્રતિક્રમણમાં કહે છે. પ્રતિક્રમણનાં પ્રકારોમાં પહેલાં મિથ્યાત્વનું પ્રતિક્રમણ, મિથ્યાદષ્ટિ હોય એને! અને પછી અવ્રતનું પ્રતિક્રમણ, અને પછી કષાય અને યોગનું પ્રતિક્રમણ એમ ચાર સ્ટેજે પ્રતિક્રમણના ભેદો છે. એમાં પહેલામાં પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ હોય. અહીંયાં તો મુનિરાજ પોતાની અપેક્ષાએ વાત કરે છે. અહીં કષાયનું પ્રતિક્રમણ કરીને શુદ્ધોપયોગની ભૂમિકામાં જાય છે.
આપણે નીચે લેવું કે મિથ્યાત્વનું પ્રતિક્રમણ થયા વિના કષાયનું પ્રતિક્રમણ હોઈ શકે નહીં. મિથ્યાત્વ નામનો સૌથી મોટો પ્રકાર તે કષાયનો બાપ કહો કે કષાયનું મૂળિયું કહો. ક્રોધની ઉત્પત્તિનું મૂળિયું છે.
ક્રોધ કેમ ઉત્પન્ન થાય છે? કે હું ક્રોધી છું ત્યાં સુધી ક્રોધ ઉત્પન્ન થાય છે. હું જ્ઞાતા છું તો જ્ઞાન ઉત્પન્ન થાય છે. હું તો જ્ઞાતા છું, હું તો જાણનાર છું, હું ક્રોધાદિનો કરનાર નથી. હવે ક્રોધનો કરનાર નથી તો દુકાનનો કરનાર તો ક્યાંથી હોય ?! અરે ! દુકાન દુકાનમાં, કર્મ કર્મમાં, પરિણામ પરિણામમાં અને આત્મા તો અકર્તા જ્ઞાતા છે, ભેદજ્ઞાન કરી લે !
શ્રીમદ્જી ફરમાવે છે કે એક સડેલા તણખલાના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. સડેલું તણખલું હોં ! આમ અડે તો તૂટી જાય, લીલું તરણું ચીકણું હોય તે ન તૂટે, પણ આ તો સૂકાયેલું એક સડેલું તરણું હોય ! આમ જ્યાં અડે તો ભૂકો થઈ જાય. એના બે કટકા કરવાની શક્તિ આત્મામાં નથી. આહાહા ! એ ટૂકડાં થાય એને ભગવાન આત્મા જાણવા પણ રોકાય નહીં. એ તો અંદરમાં જાણનારને જાણવા જતો રહે છે. એવી વસ્તુ સ્થિતિ આ ગુરુદેવ પ્રતાપે બહાર આવી છે.
આત્મા જ્ઞાતા છે ને કર્તા નથી. પછી કર્તાનો વિસ્તાર કરે. પરનો કર્તા નહીં, દેહનો કર્તા નહીં, કર્મનો કર્તા નહીં, રાગનો કર્તા નહીં, સમ્યકદર્શનનો કર્તા નહીં, મોક્ષનો પણ કર્તા નહીં. જાણનાર છે કરનાર નથી. “જે જાણે તે કરે નહીં અને કરે તે જાણે નહીં.'
રે રમ સોર્ફ વરતારા, ગો ના સૌ નાનનદારી,
जो करता नहीं जानै सोई , जाने सो करता नहि होई" નો નાને સો નાખનાર - જાણનારને જાણે સો જાણનારા. જાણનાર છે તો શું
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com