________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૬
પ્રવચન નં-૧૯ પરને જાણતો હશે!? એવી ધ્વનિ ઊઠે! પણ એમ છે નહીં. (શ્રોતા- એમાં બીજો જણાય!?) “ના” , બીજો ન જણાય. (એ) જાણે પણ નહીં અને (એ) જણાય પણ નહીં. આ ગુરુદેવનું વાક્ય છે. જ્ઞાયકભાવ પુસ્તક એક નીકળ્યું છે, પૂ. ગુરુદેવના ઓગણીસમી વખતના વ્યાખ્યાન છે, ૬ઠ્ઠી ગાથા ઉપરના. એ પુસ્તકની તો લગ્નમાં લ્હાણી કરવા જેવી છે. આહા ! સગાવહાલા આવે તો આ આપો. ઓલી વસ્તુઓ તો બધી રાગમાં નિમિત્ત છે અને આ તો વીતરાગભાવનું નિમિત્ત છે.
જિનવાણીમાં આવ્યું છે “હું પણ જ્ઞાતા અને તે પણ જ્ઞાતા.” જ્ઞાતા છું તો જ્ઞાતા જ છું. એક વાર જ્ઞાતા અને બીજીવાર પણ જ્ઞાતા એટલે? દ્રવ્ય પણ જ્ઞાતા અને પર્યાય પણ જ્ઞાતા. જ્ઞાતાને જાણે તે જ્ઞાતા થાય, કર્મને જાણે તે જ્ઞાતા ન થાય. શેયને જાણે તે જ્ઞાતા ન થાય. શું કહ્યું?! કર્તાને જાણે એ પણ જ્ઞાતા ન થાય; કાર્યને જાણે એ પણ જ્ઞાતા ન થાય, અને પર શેયને જાણે એ તો જ્ઞાતા થાય જ નહીં.
જ્ઞાતા તો જ્ઞાતાને જાણે-જ્ઞાતા તો ત્રણેય કાળ જ્ઞાયકને જાણનારો છે એને જાણ ને! આહાહા ! જાણે સો જાનહારા. કોને જાણે? દેહને? દુકાનને? સ્ટેનલેસ સ્ટીલના વાસણને? નહીં.” જાણવું તો સ્વભાવ છે ને? કોને જાણવું સ્વભાવ છે? જેને જાણતાં આનંદ આવે એને જાણવું સ્વભાવ છે. જેને જાણતાં સુખ પણ પ્રગટ ન થાય અને જ્ઞાન પણ પ્રગટ ન થાય તેને જાણવું સ્વભાવ નથી. કળશટીકામાં પહેલા કળશમાં માંગલિકમાં આ છે. કેઃ છદ્રવ્યને જાણતાં જીવને સુખ પણ ન થાય અને જ્ઞાન પણ ન થાય. કેમકે એનામાં જ્ઞાન નથી અને એનામાં સુખ પણ નથી. એને જાણતાં જ્ઞાન નથી માટે પાછો ફર! એને જાણવાનું છોડી દે! અંદર શ્રદ્ધામાંથી બળ લાવ કે હું પરને જાણતો જ નથી. પછી કહે છે કે આત્મામાં જ્ઞાન પણ છે અને સુખ પણ છે. એને જાણતાં જાણનારને જ્ઞાન પણ થાય છે અને સુખ પણ થાય છે.
અરે! આ સર્વજ્ઞ ભગવાનની દિવ્ય ધ્વનિમાં આવેલી વાત છે. અને સંતોના અનુભવમાં આવેલી આ વાત છે. છોડી દે કર્તબુદ્ધિ અને છોડી દે જ્ઞાતાબુદ્ધિ. પર પદાર્થનો જ્ઞાતા પણ નથી અને પરપદાર્થ મારું શેય પણ નથી. પર પદાર્થને ય કરવા જઈશ તો એ કર્મ થશે પણ એ ય નહીં થાય. રાગને જાણવા રોકાઈશ ને તો રાગનો જ્ઞાતા નહીં થાય પણ રાગનો કર્તા થવાની ભ્રાંતિ થશે. જાણનારને જાણને ! આહાહા! અભેદને એકવાર જાણને! આહાહા ! એ કળશ ઘણો ઊંચો છે.
ગુરુદેવ ફરમાવતા હતા કે નાની ઉંમર બાળપણમાં ગઈ, યુવાન થાય ત્યાં લગ્નને વેપાર, વૃદ્ધાવસ્થા થાય ત્યાં આંખ જાય ને કાં કાન જાય ત્યારે સાંભળવું-વાંચવું કાંઈ થાય
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com