________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૦
પ્રવચન નં-૧ થયો. હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે:
ટીકાઃ આંહીયાં-અહીં શુદ્ધ આત્માને, શું કહ્યું? અહીં શુદ્ધઆત્માને-આત્માનો જે મૂળ સ્વભાવ છે-શુદ્ધભાવ જે જ્ઞાયકભાવ એવા શુદ્ધઆત્માને. સકળ પ્રકારના કર્તુત્વનો અભાવ દર્શાવે છે. આહા. ! કોઈપણ પરિણામને આત્મા કરે, એવો આત્માનો સ્વભાવ નથી. આત્માનો સ્વભાવ અકર્તા છે.
સકળ કર્તુત્વનો એટલે પરિણામના કર્તાપણાનો આત્મામાં અભાવ છે. અભાવ થાય છે એમ નહીં, અભાવ છે એમ દર્શાવે છે. શું કહ્યું? કર્તુત્વનો.... અભાવ છે, એમ દર્શાવે છે એમ વાંચવું. અહીં શુદ્ધ આત્માને સકળ એટલે બધા પ્રકારના જે પરિણામો પ્રગટ થાય છે, એનો આત્મામાં કરવાપણાનો અભાવ છે. એમ દર્શાવે છે એટલે આત્મા અકર્તા છે. એમ દર્શાવે છે.
(કહે છે કે, “બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે ” –આ. ભગવાન શુદ્ધ આત્માને બહુ આરંભ તથા પરિગ્રહ, એનો અભાવ હોવાને લીધે-આરંભ એટલે કરવું ને પરિગ્રહ એટલે સંઘરવું, એ (પરિણામ) મારાં છે એના ઉપર મૂર્છા કરવી.
પરિણામનો આરંભ કરવો અને પરિણામ મારાં છે એમ તેમાં મમતા કરવી, તેનું નામ પરિગ્રહ છે. શું કહ્યું? આ પરિણામનું કર્તૃત્વ સ્વીકારીને એને પ્રગટ કરવા (નો અભિપ્રાય સેવવો) એ આરંભ છે અને એ પરિણામમાં મમતા કરવી-મૂચ્છકરવી (–મારાપણું માનવું) એને પરિગ્રહ કહેવામાં આવે છે. એનું કરવું અને મારાપણું માનવું, એનો આત્મામાં ત્રણે કાળ અભાવ છે.... આ પાંચ રત્ન છે ને!
એ રત્ન હાથમાં આવે તો? ચિંતામણિ રત્ન આવે છે ને -પુણ્યના પ્રકારનું ચિંતામણિ બહારનું હોં! જે ચિંતવે તે બધું મળે કે નહીં ? ( શ્રોતા મળે,) મળે ! એમ આ ચિંતામણિ રત્ન, એ ચિંતામણિ રત્ન અકર્તાભાવે બિરાજમાન છે. અકર્તા કહો કે જ્ઞાતા કહો, એક જ વાત છે. દષ્ટિમાં કર્તાપણું પડયું છે, એવા જીવને અકર્તાપણાથી સમજાવે છે.
(કહે છે કે ) બહુ આરંભ એટલે પરિણામની પ્રગટતા કરવી-ઈચ્છા ઉત્પન્ન કરવી એ આરંભ છે. સાંભળવાની ઈચ્છા ઉત્પન્ન થવી (–કરવી) એ આરંભ છે. અને એ ઈચ્છા મારી છે, તેમાં મમતા કરવી તેનું નામ પરિગ્રહ છે. એનો શુદ્ધ આત્મામાં અભાવ હોવાને લીધે અભાવ થવાને લીધે નહીં (એમ નથી કહ્યું!) આ બહેનો પણ પકડે છે-બહેનો પણ, આ વાત પકડી લીધી–હોવાને લીધે કહ્યું, અભાવ થવાથી કહ્યું નથી.
અને...... આ (પૂ.) ગુરુદેવશ્રીની શું રીત છે? ગુરુદેવે આ બહુ સારી રીત અજમાવી, કે બધાના હાથમાં સામે શાસ્ત્ર ( હોવું જોઈએ), એટલે વક્તા, ગમે તે જાતનો શબ્દનો કે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com