________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
પ્રવચન નં-૧૭ એક સાથે એક ગુણની બે પર્યાય ન હોય એક પર્યાય હોય. એ પરિણામ પ્રગટ થાય છે એમ મને જણાય છે, પણ (એએ) હું પ્રગટ કરું છું એમ મને જાણવામાં આવતું નથી.
કેમ કે એક સના બે કર્તા ન હોય. પર્યાય સત્ અહેતુક નિરપેક્ષ થાય છે. જે સત્ હોય એનો કોઈ (બીજો) કરનાર ન હોય. સત્ હોય એ સ્વયંસિદ્ધ હોય. પરસિદ્ધ” ન હોય, પરથી ન થાય. પરિણામ, પરિણામથી થાય છે. પરિણામનો કરનાર આત્મા નથી આહાહા ! હજી પરિણામનો કરનાર આત્મા નથી ઈ આંહીયાં કહેવું છે, ત્યાં એને અભિમાન ચડી ગયું છે કે બહારનાં કામ હું કરું છું!
હું હુશિયાર બહુ છું ને એટલે સરખું બરાબર બધું ચાલે છે-આ દુકાન (વેપાર-ધંધા સરખા) ચાલે છે. દાકતર હોય તો હું બધુ હુશિયાર દર્દીને સાજો કરી દઉં છું વકીલ હોય તો બરાબર લડીને (કોર્ટમાં) આને જીતાડી દઉં છું. વક્તા થઈ ગયો તો બીજાને હું બરાબર પ્રતિપાદન કરીને (તર્ક-દલીલપૂર્વક) સમજાવી દઉં (કર્તાપણાનું અભિમાન તે) મિથ્યાત્વ છે, આત્મામાં પરપદાર્થના કર્તાપણાની તો ગંધ જ નથી. આહાહા ! (ભાઈ તું!) પરપદાર્થનો તો કર્તા, નિશ્ચયથી પણ નથી ને વ્યવહારથી પણ નથી. એ તો પૃથ્થક પદાર્થો છે. અહીંયાં તો એનાં કરતાં અંદરની વાત કહેવા માગે છે. આચાર્ય ભગવાન કહે છે કે અમારી દશામાં જે નિશ્ચયરત્નત્રયનાં પરિણામ સમયવર્તી પ્રગટ થાય છે, એ અમારી સાધ્યઅવસ્થા નથી, સાધક અવસ્થા છે માટે બાધક તત્ત્વ-પાંચ મહાવ્રતના (પરિણામ ) પણ પ્રગટ થાય છે નિર્મળપર્યાય ને થોડી મલિન પર્યાય, બે પ્રકારની પર્યાય પ્રગટ થાય છે, એનો હું કરનાર નથી. આહા ! એવી કર્તબુદ્ધિ તો ગઈ છે પણ હવે એ સાધકને સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનાં પરિણામ પ્રગટ થાય છે, એનો હું ઉપચારથી કર્તા છું, એ ઉપચારકર્તાપણાનો (આરોપ ) પણ ખટકે છે કે: આત્મા પરિણમે છે માટે નિર્મળપર્યાયનો કર્તા ઉપચારથી આત્મા છે, એમ પણ નથી.
આહા...હા....હા! નિશ્ચયે તો કરે નહીં, પણ વ્યવહારેય કર્તા નથી. થાય છે, એમાં કોણ કરે? સ્વર્ય થાય છે-“સ્વયં ઉલંતિ'! નિર્મળપર્યાય, સ્વયં પ્રગટ થાય છે. મલિન પર્યાયપાંચ મહાવ્રતનાં પરિણામ-વ્યવહાર રત્નત્રયનાં પરિણામ એ પણ સ્વયં પ્રગટ થાય છે. નૈસર્ગિક છે ઈ આહા...હા! શાસ્ત્રમાં સંસ્કૃતમાં આવો પાઠ છે નૈસર્ગિક! અધ્યવસાન કેમ પ્રગટ થાય છે? મિથ્યાત્વ કેમ પ્રગટ થાય છે? કે રાગ આત્મા કરે તો થાય ને! ન કરે તો ન થાય ! (એ પ્રમાણેની) કર્તાબુદ્ધિ તારી દુઃખદાયક છે ભાઈ !
રાગ સ્વયં થાય છે, રાગનો કરનાર જ્ઞાની કે અજ્ઞાનીનો આત્મા નથી પણ.... અજ્ઞાની માને છે કે રાગને હું કરું છું, તેથી મિથ્યાત્વનો દોષ લાગી જાય છે. આહાહા! કે રાગનો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com