________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૩ કર્તા અજ્ઞાનીય નથી એમ કહેશો તો (લોકો) સ્વચ્છંદી થઈ જશે, આત્મામાં કોઈ એવો ગુણ નથી કે એ રાગની રચના કરે! ચારિત્રગુણ, એ રાગને કરતો નથી. અરે રાગને ન કરે તો ન કરો પણ સ્થિરતા પ્રગટ થાય છે ચારિત્રની પર્યાયમાં (જે) વીતરાગભાવ, એનો કરનાર ચારિત્રગુણ નથી ને ગુણનો ધરનાર ગુણીપણ નથી, પણ સ્વયં થાય છે. આહાહા! ત્યારે જ્ઞાતાભાવ પ્રગટ થાય છે.
કર્તબુદ્ધિ છૂટયા વિના, કોઈ પણ જીવને, સમ્યગ્દર્શન પૂર્વે થયું નહોતું, વર્તમાનમાં થતું નથી, અને ભવિષ્યકાળે પણ જ્યાં સુધી, પોતાનો આત્મા જ્ઞાતા હોવા છતાં, પોતાની મેળે (પોતાને) રાગનો અને પરનો કર્તા માને છે, ત્યાં સુધી સમ્યગ્દર્શનરૂપી ધર્મ પ્રગટ થશે નહીં.
એવો ઊંચો અધિકાર “પરમાર્થ પ્રતિક્રમણ” નો છે, અકર્તાનો-આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે.” આ શબ્દો ગુરુદેવે કહેલા છે. નૈરોબી જતાં પહેલાં, વ્યાખ્યાનમાં કહ્યું કે આ આત્મા છે ને! એ પરિણામનો કર્તા નથી, અકર્તા છે. પરાકાષ્ટા એટલે આના પછી કાંઈ કહેવાનું જ નથી. (આત્માને) અકર્તા કહો કે જ્ઞાતા કહો (એક જ છે પરંતુ ) ઓલી કર્તાબુદ્ધિનું શલ્ય છે, એની સામે અકર્તા કહ્યો, આહાહા ! અને જ્ઞાતાબુદ્ધિનું શલ્પ હુઠાવવા માટે, એ જ્ઞાયકનો જ્ઞાતા છે એમ કહ્યું પરનો જ્ઞાતા નહીં.
જેમ પરિણામનો કર્તા નથી તેમ પરિણામનો જ્ઞાતા પણ ખરેખર નથી! આહા!હા! એ (શ્રીસમયસાર) બારમી ગાથામાં વ્યવહાર જાણેલો (જણાયેલો) પ્રયોજનવાન' આવ્યું સવિકલ્પ દશામાં આહા...હા! એ પણ ખટકે છે મુનિરાજને! ભેદ જણાય છે ને!? એ ભેદ જણાય છે તો...અભેદ આત્મા ઉપયોગાત્મક જણાવાનું બંધ થઈ જાય છે. તેને જાણવાનું બંધ કરીને અભેદને જાણવા જાય છે ત્યાં “પરમાર્થ પ્રતિક્રમણ' શુદ્ધોપયોગ પ્રગટ થઈ જાય છે.
એ સાંભળ ભગવાન! તું જ્ઞાતા છો, કર્તા નથી. હઠ છોડી દે, વખત આવ્યો છે. આહા! મત જા ગિરનાર, મત જા ગિરનાર હઠ છોડો બાબૂલ! એ આવે છે ને! બહુ સરસ છે ઈ !
હું કર્તા, હું કર્તા છું, કર્યા વિના થાય ? (સાંભળને હવે ) કર્યા વિના જ બધું થાય છે. અત્યાર સુધીમાં જે થયું ને, એ તારા કર્તાપણાની અપેક્ષા વિના જ થયા કરે છે. તે ઉંઘમાં હો, ત્યારે આ મોટ ને રેલગાડીને (જગતના વ્યવહાર બધા) બંધ થઈ જતા હશે? ઉંઘમાં હોય ત્યારે તો બધુંય ચાલે છે. કર્તાનો વિકલ્પ નથી તો ય ન્યાં બધું ય ચાલે છે લે! (આમ વિચારીને જરી) તું પાછો ફરને! હું કરનાર નથી, હું તો જાણનાર છું!
આહાહા ! એ તો કર્તા બુદ્ધિનો નિષેધ કરવા માટે, એનો જાણનાર છે એમ કહેવું પડે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com