________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૯૧
જાણનારમાં આવી જા ને! ત્યાં થયું હશે ઈ થયા કરશે, લક્ષ છોડી દે ને એનું! લક્ષ આત્મા ઉપર રાખ! બધું સવળું ને સરળ પ્રગટ થઈ જશે!
જામનગર-ઓડિયો કેસેટ પ્રવચન નં-૧૭
તા. ૧૩-૯-૮૯ હવે, એ ચારિત્રના પ્રકાર પહેલાં, એક નિયમ છે-એવો ક્રમ છે-અનાદિનો આ ક્રમ છે કે ચારિત્ર પહેલાં જીવને સમ્યગ્દર્શન થાય, થાય ને થાય જ. મિથ્યાત્વ હોય ને ચારિત્ર આવી જાય (એવું) ત્રણકાળમાં બનતું નથી. ક્રમભંગ ન થાય અનુક્રમ હોય. અનુક્રમે કોને કહેવાય? કે પહેલાં સમ્યગ્દર્શનશાન ને પછી ચારિત્ર, અનાદિનો એવો અનુક્રમ રહેલો છે. આપણે ચારિત્રનાં આ પવિત્ર દિવસો ચાલી રહ્યા છે “દશલક્ષણી” પર્વ હોં! ચારિત્ર પહેલાં સમ્યગ્દર્શન કોને કહેવાય, ઈ કેમ (પ્રાપ્ત ) થાય એની વિધિ (નિયમસાર) “પરમાર્થ પ્રતિક્રમણ ' (ગાથા૭૭ થી ૮૧) માં છે. મિથ્યાત્વનું પ્રતિક્રમણ પહેલાં હોય, પછી અવ્રત, કષાય, પ્રમાદ ને યોગનું (હોય)
આહાહા! ટીકાકાર પોતે કહે છે આ “પાંચ રત્નનું અવતરણ કરવામાં આવે છે. આ પાંચ ગાથા, પાંચ રત્નરૂપ છે. ઓલા રત્નની તો વેલ્યુ (કિંમત) થઈ શકે, રજકણનું બનેલું-પથ્થરના બનેલા (રત્નો) ની તો વેલ્યુએશન (કિંમત આંકી શકાય) પણ આની વેલ્યુ ન થાય એવી (અમૂલ્ય) રત્નની ગાથાઓ છે. રત્ન હાથમાં આવે પછી ગરીબી રહે નહીં એટલે કે અજ્ઞાન રહે નહીં એમ! આહા..હા! એવી અપૂર્વ વાત છે જુઓ! પાનું એકસો ત્રેપન છે. જુઓ ત્રીજો પેરેગ્રાફ !
“હવે, આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી (ભેદોથી)”- ઉપરોક્ત એટલે આગળ જે કહેવાય ગયું–માર્ગણાસ્થાન, ગુણસ્થાન, જીવસમાસ ચાર પ્રકારની મનુષ્યઆદિ પર્યાયો, એ બધી વાત કહ્યા પછી કહે છે કે જે પરિણામ પ્રગટ થાય છે-આત્માની વર્તમાન વર્તતી પર્યાયમાં પરિણામ જે પ્રગટ થાય છે, એનો હું કર્તા નથી. પણ એ પરિણામને આત્મા કરતો નથી તો એ પરિણામને કોણ કરે છે? (જેમકે) હાથ હું નથી હલાવતો-હાથ, આત્મા નથી હલાવતો, તો આને-(હાથને ) હુલાવે છે કોણ? એમ પ્રશ્ન થાય, સમજવા માટે હો, સમજવા માટે, ખોટું તમે બોલો છો એમ (ભાવ) ન હોય. એ પ્રશ્ન થાય, એનો ઉત્તર સીધો છે કે પુદ્ગલદ્રવ્ય એનાં પરિણામને કરે છે પણ આત્મા એનો કરનાર નથી.
એમ અંદરમાં પરિણામ જે પ્રગટ થાય છે, પરિણામ અનેક પ્રકારનાં હોય તેમજ આત્મામાં અનંતગુણ છે અને પ્રત્યેક ગુણની એકસમયમાં એક પર્યાય હોય હોય ને હોય જ,
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com