________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯)
પ્રવચન નં-૧૬ આંખ ઊઘડી ગઈ.
આહાહા! ભેદજ્ઞાનથી ભરેલું સમયસાર છે, નિરંતર અધ્યયન કરવા યોગ્ય છે, એણે એકરાર કર્યો, સમજી ગયા! અને એણે છાપીને મોકલ્યું હતું કે (પૂ.) ગુરુદેવશ્રીના ઉદય પછી જ આ સમયસાર બહાર આવ્યું છે, ત્યાં સુધી આ સમયસારને કોઈ જાણતું નહોતું. ભેદજ્ઞાનની બંસી બજાવી સોનગઢમાંથી એક પુરુષે એકલા હાથે હોં!
(પૂ. ગુરુદેવશ્રી તો) અદભૂત! એકલે હાથે ભેદજ્ઞાનનો મંત્ર આપ્યો! માતા-પિતા પાસેથી નમસ્કાર મંત્ર તો મળ્યો હતો, “નમો અરિહંતાણં' (નો મંત્ર તો) આપણને બધાને ગળથૂથીમાં મળેલું! ભેદજ્ઞાનનો મંત્ર તો જ્ઞાની પાકે ત્યારે જ આવે છે (અનુભવી પાસેથી) બાકી ભેદજ્ઞાનનો મંત્ર, એ ચૂકવા યોગ્ય નથી. દ્રવ્યસામાન્યમાં પર્યાયની નાસ્તિ છે. પુન્યપાપથી આત્મા ભિન્ન છે. પુન્ય પાપના પરિણામનો (હું તો ) કરનારેય નથી અને એનું જાણવાનું બંધ કરીને હવે હું ભગવાનને જાણવા જાઉં છું, મને કોઈ રોકશો નહીં! ત્યાં તો જણાય જાય! ને (આત્મ) અનુભવ થાય ને પછી નિર્મળપર્યાયના કર્તાનો ઉપચાર આવે, એ ખટકે! ખટકે ને ત્યાં એને ઓળંગે ને ત્યાં શ્રેણી આવીને અરિહંતદશા પ્રગટ થાય!
ઈ બધું અત્યારે ખ્યાલમાં આવે. ઊંડો ઊંડો વિચાર કરે, તો ખ્યાલમાં આવી જાય, બધું શાસ્ત્રમાં છે. શુક્લધ્યાન કોને કહેવાય. ધર્મધ્યાન આદિ શું? એ બધું (શાસ્ત્રમાં) છે.
આહાહા! વિભાવપર્યાયનો નિશ્ચયથી હું કર્તા નથી. આહા..! આ મૂળ વાત આવી આમાં, આ ત્રણ લીટી (લખેલી) છે ને આમાં, એમાં મૂળ રહસ્ય છે. હવે આમાં રહસ્ય બતાવે છે.
હવે, આ (ઉપરોક્ત) વિવિધ વિકલ્પોથી (ભેદોથી) ભરેલા વિભાવ૫ર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી.” (એટલે કે ) પરિણામોનો હું સીધો કર્તા નથી. કારયિતા નથી (અર્થાત્ ) બીજાની પાસે હું કરાવતો પણ નથી. એને બીજો કરે છે, હું એને અનુમોદન આપતો નથી.
જ્ઞાનાવરણ કર્મનો અભાવ થાય તો મને કેવળજ્ઞાન થાય એમ હું માનતો નથી. એને હું ટેકો આપતો નથી, કેવળજ્ઞાનાવરણ કર્મનો ક્ષય થાવ કે ન થાવ! જ્ઞાનાવરણકર્મનો ક્ષય થાવ કે ન થાવ, હું એની સામે જ જોતો નથી. હું તો ત્રિકાળી દ્રવ્યની સામે જ જોઉં છું (એમાં જ લીન થાવ છું.)
પુદ્ગલકર્મો કરે છે. મારા ખ્યાલમાં છે-દર્શનમોહનો અભાવ થતાં, સમ્યકદર્શન થાય છે. મારા ખ્યાલમાં છે, પરંતુ) દર્શનમોહનો અભાવ થઈ જાય અને મને સમ્યકદર્શન થાય..એમ હું કર્તાનું અનુમોદન આપતો નથી. કર્તા તો ઈ છે. ઉપાદાનકર્તા પર્યાય છે, નિમિત્તકર્તા દર્શનમોહનો અભાવ છે અને એનાથી જુદો હું તો જાણનાર છું. આહા !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com