________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૯ થાય છે, એમ અનુક્રમ છે, મિથ્યાત્વ રાખવું છે ને અવ્રતનું પ્રતિક્રમણ કરવું છે, ત્રણકાળમાં ન બને. લાગેલા દોષને આજે હું છોડું છું પણ મિથ્યાત્વ પડ્યું છે એનું શું? એ તો કષાયની મંદતા છે. શુભભાવ છે, પુણ્ય બંધાય, મિથ્યાત્વ સહિત.
અરે, પહેલું કામ તો આત્માને જ જાણવાનું છે. પરિણામથી ભિન્ન ભગવાન આત્મા, અનંતગુણથી અભિન્ન એવા શુદ્ધ ચિદાનંદ આત્માને લક્ષમાં લઈ, એને જાણ! જાણીને એનું જ શ્રદ્ધાન કર ને એમાં જ લીન થવાનો પ્રથમમાં પ્રથમ પ્રયોગ કર.
(આત્મા) એનો કર્તા નથી, આ બધા જે વિભાવપર્યાયો કહ્યા ને, ગુણસ્થાનમાર્ગણાસ્થાન, એ બધા વિભાવપરિણામ એનો હું કર્તા નથી. કર્તા નથી એક શબ્દ પછી બીજો કારયિતા નથી, એટલે કરાવનાર નથી. આહાહા! નોકર પાસે હું કરાવું એમ નહીં, હું સીધો કરતો નથી ને કોઈની પાસે કરાવતો પણ નથી. હવે આગળ (ત્રીજો સૂક્ષ્મ બોલ) આમાં છે કે પુદ્ગલકર્મરૂપ કર્તાનો-વિભાવપર્યાયોનો કર્તા જે પુદ્ગલકર્મો તેમનો-અનુમોદક નથી, એમ વર્ણવવામાં આવે છે. શું કહ્યું? સીધો તો પરિણામને કરતો નથી, કોઈની પાસે કરાવતો નથી, પણ પુદ્ગલકર્મોના અભાવથી, જે નિર્મળપર્યાય થાય છે, એનો કર્તા પુદ્ગલકર્મો છે, ઉપાદાના કર્તા તો પરિણામનો પરિણામ છે (પરંતુ નિમિત્તકર્તા પુદ્ગલકર્મો કહેવાય છે.)
આહા..હા! અવસર આવ્યો છે, (સાક્ષાત) આ ગુરુ મળ્યા, આહાહા! આવા (ભાવલિંગી સંત) કુંદકુંદ ભગવાનની વાણી મળી, ભેદજ્ઞાનના મંત્ર બતાવે છે કે તું જ્ઞાતા છો હવે કર્તબુદ્ધિ છોડી દે! આહાહા! પરિણામનો કર્તા આત્મા નથી, પરિણામનો કર્તા પરિણામ છે. પરદ્રવ્યનો તો કર્તા આત્મા છે જ નહીં. પણ પરિણામ પણ પરદ્રવ્યસ્વરૂપ હોવાથી આત્માને એની સાથે કર્તાકર્મસંબંધનો....અભાવ છે. આહાહાહા !
(શ્રોતા:-) આખા જગતમાં ક્યાંય નથી આ વાત! (ઉત્તર) ક્યાંય નથી! હોય ક્યાંથી? સર્વજ્ઞભગવાન સિવાય, અન્યમતમાં આ વાત નથી, અને કુંદકુંદની વાણી, સોનગઢમાંથી બહાર આવી બાકી...બહારમાં (બીજે ક્યાંય ) આ વાત નથી જેની પાસે દિગંબર શાસ્ત્રો છે એ-પણ કાંઈ જાણતા નથી. (એ વિષે કહે છે) કૈલાસચંદજી પંડિત, એમનો તો સ્વર્ગવાસ થયો એકરાર કર્યો જયપુરમાં કે સમયસાર અમે ઉઘાડીને વાંચ્યું નહોતું પણ ગુરુદેવનો જ્યારે ઉદય થયો, અને સમયસારની એમણે વ્યાખ્યા બહાર પાડી, તેથી (મુમુક્ષુ અમારી પાસે) આવવા લાગ્યા, કે પંડિતજી? આ ગાથા, સમયસારની છે, તેનો શો અર્થ થાય? અમે સમયસાર જાયું નહોતું (વાંચ્યું નહોતું ) નો અર્થ તેનો શું થાય એ બધા પૂછવા આવે એટલે ફરજિયાત (અમારે) સમયસાર વાંચવું પડ્યું, ને વાંચ્યું ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com