________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
પ્રવચન નં-૧૬ કર્તબુદ્ધિ છોડાવવા માટે એને ખેંચીને કહેવું પડે છે પણ પરને જાણવાનુંય એને કહેવું નથી. અરે! પરિણામને જાણવાનુંય એમને કહેવું નથી, પણ કહેવું પડે છે.
કર્તાબુદ્ધિ છોડાવવા માટે તું પરિણામનો કર્તા નથી પણ જ્ઞાતા છો એમ કહે,
“હવે, આ ઉપરોક્ત, વિવિધ વિકલ્પોથી” વિકલ્પો એટલે ભેદો, અનેક પ્રકારનાં ગુણસ્થાન, માર્ગણાસ્થાન એ બધા ભેદોથી “ભરેલા વિભાવ૫ર્યાયોનો”- વિભાવ એટલે વિશેષ ભાવ, વિભાવ એટલે એકલો વિકાર ન લેવો (-ન સમજવો ) બધી પર્યાય લઈ લેવી-નિર્મળપર્યાય અને મલિન પર્યાય, બધા પર્યાયોને વિભાવભાવ કહેવાય, વિભાવ એટલે વિશેષભાવ, એક સામાન્યભાવ આત્મા ને પરિણામ જે પ્રગટ થાય પર્યાય એને વિશેષભાવ કહેવામાં આવે છે. સામાન્ય ને વિશેષ ! સામાન્યને વિશેષ શરૂઆતમાં હું અહીંયા આવ્યો જામનગરમાં સાત-આઠ વર્ષ પહેલાં, તો સામાન્ય-વિશેષની વાત શરૂ કરી હતી.
કહે છે પ્રભુ તું એકવાર જો, ઈ વિભાવપર્યાયો બધી થાય છે, એનો નિશ્ચયથી હું કર્તા નથી. ખરેખર! પરિણામ પરિણામથી થાય છે, પરિણામને આત્મા કરે, એવી અપેક્ષા પરિણામને નથી, આત્મા પરિણામને કરે એવો આત્માનો સ્વભાવ નથી કેમકે નિષ્ક્રિય છેઅકર્તા છે. અને પરિણામ સ્વયંકૃત છે એ કોઈની કરવાની અપેક્ષ વિના સ્વર્ય થયા કરે છે, નૈસર્ગિક થયા કરે છે. પરિણામ સ્વયં (પોતાના પકારકથી) પ્રગટ થાય છે. એના સ્વકાળે પ્રગટ થાય છે, એની જન્મક્ષણ છે. પર્યાય સ્વયં પ્રગટ થાય છે, પર્યાયનો કર્તા આત્માય નથી ને પર્યાયનું કારણ પણ નથી. પરિણામ, પરિણામકૃત છે, જીવકૃત નથી.
આહાહા ! એ કહે છે કે વિભાવપર્યાયોનો-આચાર્ય ભગવાન કહે છે કે હું નિશ્ચયથી કર્તા નથી. આ સમ્યકદર્શનશાનચારિત્રના પરિણામ અને પ્રગટ થાય છે –મારા કરવાથી થાય છે, એમ છે નહીં.
આહાહા! હવે આમાં તો એક ફેરે સીધો પ્રયોગ કરતા નથી, પછી...એને હું જાણતો નથી, એમ ન કહેતાં હું આનો કર્તા નથી, (તો) તમે શું કરો છો? ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું! એને જાણું છું એ કાઢી નાખ્યું.
આહાહા! શું કહ્યું? જ્યારે કર્તા નથી, ત્યારે “જાણે છે, એમ શબ્દ આવવો જોઈએ, પણ આહાહા ! કર્તાના ઉપચારને ઓળંગે છે, અને જાણવાના ઉપચારને પણ ઓળંગીને, હું તો સહજ ચૈતન્યના વિલાસસ્વરૂપ આત્માને જ ભાવું છું. ત્યારે શુદ્ધ ઉપયોગ-પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થાય છે. આહા...હા ! આ પ્રતિક્રમણ છે.
પહેલું મિથ્યાત્વનું પ્રતિક્રમણ, પછી અવ્રતનું પછી પ્રમાદ-કપાયને યોગનું ( પ્રતિક્રમણ )
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com