________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૭
શુભભાવ આવે એ પણ વિષકુંભ છે. આહાહા !
બીજે દિવસે કહ્યું કે આત્માનો અનુભવ ન થાય એની પહેલાં વ્યવહાર હોય છે (સાંભળ્યું ને) ખુશ ખુશ થઈ ગયા બધા, હમણાં આવશે શુભભાવની ક્રિયાનું કાંઈક, આમ કરો....આમ કરો વ્રત કરો.તપ કરો ! ( સમજી ગયા? ) વાટ જોયા કરજો મનમાં કહ્યું: હું આ ઈન્દ્રિયજ્ઞાનથી ભિન્ન છું, ઇન્દ્રિયજ્ઞાન મારું નહીં, આ શાસ્ત્રનું જ્ઞાન થાય ને ઇન્દ્રિયજ્ઞાન, એ મારું નહીં એનાથી જુદો અતીન્દ્રિયજ્ઞાનમય ભગવાન આત્મા હું છું. એમ વારંવાર વિચાર કરવો, એનું નામ વ્યવહાર છે. આહા...હા ! અને અભેદનો અનુભવ થાય. એ નિશ્ચય છે.
એક એવો પ્રશ્ન આવ્યો (પૂ.) ગુરુદેવશ્રીની હાજરીમાં, છોટુભાઈ વિરાણી છે કરોડપતિ માણસ, મુંબઈના, આમ તો રાજકોટના છે. સભામાં રાત્રે પ્રશ્ન કર્યો કે સાહેબ, આપ ધર્મની વાત ને અનુભવની વાત એવી સુંદર કરો છો કે (આત્માનો) આત્માના અનુભવથી જ ધર્મની શરૂઆત, અનુભવથી વૃદ્ધિ અને અનુભવથી પૂર્ણતા, પહેલેથી છેલ્લે સુધી આત્માનો અનુભવ, અનુભવ! વાત તો આપની સાચી છે, પણ આત્માનો અનુભવ ન થાય, તેની પહેલાં પુણ્ય તો કરવું કે નહીં? કે પાપ કરવાનું તો પુછતો નથી. કેમકે પાપ કરવાથી તો નરક-નિગોદમાં જવાય એટલે એની વાત તો અમે કરશું નહીં (અને) અનુભવ તો થતો નથી અમને, તો હવે વચલો રસ્તો રહ્યો કે પુણ્ય કરવું કે ન કરવું?
હવે ગુદેવે એવો જવાબ આપ્યો, (પુણ્ય) કરવું એમેય ન કહ્યું, ન કરવું એમેય ન કહ્યું. ( શ્રોતા:-) એમ કેમ કહ્યું? (ઉત્તર) કારણ કે એમાં કર્તાબુદ્ધિ થાય. આહા..હા ! કરનાર ક્યાં છે ઈ (આત્મા) ? (ગુરુદેવે કહ્યું:) કે જ્યારે જ્યારે પુણ્યનાં પરિણામ આવે આર્ય જીવને, તો (આર્ય જીવે) વિચારવું કે એનાથી મારો આત્મા જુદો છે. પુણ્ય કરવું નહીં પુણ્યનાં પરિણામ આવે, આવે! “આવે ને કરવા” એમાં મોટો ફેર. પુણ્યનાં પરિણામ આર્ય જીવન, જૈનકુળમાં જન્મ્યો છે, દયા-દાન-કરુણા-કોમળતા, પૂજાનાં ભાવ, યાત્રાનાં ભાવ, કષાયની મંદતાના ભાવ આવે !
જ્યારે જ્યારે પુણ્ય ભાવ આવે, ત્યારે એનાથી હું જુદો જાણનાર છું એમ વારંવાર વિચાર કરવો. આ કરવાનું કહ્યું, ભેદજ્ઞાન કરવાનું કહ્યું. પણ પુણ્ય કરવું કે ન કરવું ! ન કરવું એમ પણ ન કહ્યું, કરવું એમ પણ ન કહ્યું ત્યારે શું કરવાનું કહ્યું? કે પુણ્યથી ભિન્ન આત્માને જાણવો. પુણ્યના પરિણામ આસ્રવતત્ત્વ છે, એનાથી જ્ઞાનાનંદ પરમાત્મા જુદો છે, વારંવાર એણે એમ જાણવાનો પ્રયોગ કરવો.
એ....જ્ઞાનીના મુખમાંથી કરવાની વાત તો આવે જ નહીં, જાણવાની વાતેય એને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com