________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૬
પ્રવચન નં-૧૬ તો...આ સંસારમાં જે કલેશ ભોગવે છે સંસારના જીવો, એનું કારણ ક્રોધ-માન-માયા લોભ છે, એ ક્રોધ-માન-માયા-લોભ મારા સ્વભાવમાં નથી, એવો હું છું !
આહા! વિભાવ વિભાવમાં છે, પરિણામ, પરિણામમાં ભલે હો! પણ..મારામાં એ પરિણામની નાસ્તિ છે. સ્વદ્રવ્યમાં પરદ્રવ્યનો અભાવ છે. ક્રોધ-માન-માયા-લોભ એ પરદ્રવ્યસ્વરૂપે છે, પરદ્રવ્ય સ્વદ્રવ્યમાં નથી આવતું! આહાહા! સમર્થ આચાર્યું પરિણામને પરદ્રવ્ય કહ્યું! અદભૂત વાત છે. બેસવી કઠણ કેટલાક ને! (કહે છેઃ) ક્રોધ-માન-માયાલોભનો મારામાં અભાવ છે. ક્રોધ છે, ત્યારે આત્મામાં ક્રોધ નથી. ક્રોધનો અભાવ થઈને ક્ષમા થાય, ત્યારે તો ક્રોધ ન હોય આત્મામાં, પણ ક્રોધ, પરિણામમાં હોય, ત્યારે (આત્મ) દ્રવ્યમાં ક્રોધ ન થાય!
દ્રવ્યને પર્યાયની અત્યંત ભિન્નતા છે. દ્રવ્યને પર્યાય અડતી નથી! આહા..હા ! આત્મદ્રવ્યને શરીર તો અડતું નથી, પણ ક્રોધાદિના પરિણામ થાય એ પણ (આત્મ) સ્વભાવને અડતાં નથી. બે વચ્ચે અત્યંત અભાવની મેપર્વત જેવી દિવાલ છે.
મેરુ પર્વતના એક આ ભાગમાં ને એક બીજા ભાગમાં (બે છોકરાંઓ છે) એક કહે ઓલાએ મને પથ્થર માર્યો, પરંતુ મેરુપર્વતને ઓળંગીને પથ્થર આવે જ નહીં. એમ આ ભગવાન આત્માને ક્રોધ (આદિ વિકાર) અડતો નથી.
ક્ષમાસાગર, શીતલસ્વભાવી વીતરાગી પ્રતિમા ! એને ક્રોધ અડે નહીં. ક્રોધનો એમાં પ્રવેશ ન થાય. ક્રોધનો એમાં પ્રવેશ (જ) ન થાય, તો ક્રોધને કરે કેમ? (કદી ન કરે !) અને
જ્યાં (આત્મ) દ્રવ્યને જાણે છે, ત્યાં દ્રવ્ય જ ( જ્ઞાયક જ) જણાય છે ને ક્રોધ જણાતો નથી. (કેમકે) ક્રોધ એમાં (જ્ઞાયકમાં) છે નહીં, ક્રોધ (એમાં) હોય તો જણાયને!? અરે ! (અનુભવકાળે) ગુણભેદ જણાતા નથી, તો ક્રોધ તો (ક્યાંથી જણાય !) ભેદજ્ઞાનની પ્રક્રિયા કોઈ અલૌકિક છે. જેટલા સિદ્ધ પરમાત્મા થયા તે ભેદવિજ્ઞાનથી થયા.
એક વાર એવો બનાવ બન્યો. બનેલો બનાવ છે. કહે લાલુભાઈ ? તમે નિશ્ચયની વાત તો બહુ સરસ કરો છો, એમાં તો કાંઈ મારે કહેવાપણું નથી, નિશ્ચયની સાથે કાંઈક વ્યવહારની વાત કરતા જાવ, તો બહુ સારું લાગે ! (મેં કહ્યું? ) ભલે કાલથી વ્યવહારની વાત કરીશ. એને તો એમ હતું કાંઈક શુભભાવ કરવાનું કહે! શુભભાવને તો યાદ કરતા નથી, (પ્રશસ્ત) રાગને તો યાદ કરતા નથી. કાંઈપણ હતું એને શલ્ય, (શુભભાવ ધર્મ છે ) એવું અનાદિનું શલ્ય છે જીવોને. શુભભાવની વાત કરે, હવે આવ્યું અમારું શું આવ્યું તમારું? મોત આવ્યું આહાહા...!
ભાઈ ! શુભભાવને કરવાનો અભિપ્રાય તો ઝેર છે, પણ ઝેર નીકળી ગયા પછી (જે)
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com