________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૮૫
પરિણામને હું કરતો નથી ને કોઈની પાસે કરાવતો નથી ને બીજો કરે છે ઈ હું જાણું છું, પણ હું એને અનુમોદન આપતો નથી.
દર્શનમોનો અભાવ થાય તો સમ્યક્દર્શન થાય, એવી ભાવના (હું) ભાવતો નથી. એ દર્શનમોહનો અભાવ થાય તો થાય, ઈ ઈનડાયરેક્ટ એને અનુમોદન આપ્યું તો કર્તા બની ગયો ! આહા...હા ! ઝીણી વાત છે. સીધું-ડાયરેકટ તો હું કરતો નથી ( પરિણામને ) હું કારખાને તો જતો નથી, પણ ટેલીફોન કરીને બીજાની પાસે કરાવું છું (હું કરતો નથી ) પણ ઈ કર્તા જ થઈ ગયો!
66
સત્તા ( અર્થાત્ ) અસ્તિત્વ-હોવાપણું, અવબોધ ( બરાબર ) જ્ઞાન, ૫૨મચૈતન્યવીર્ય અને સુખની અનુભૂતિમાં લીન ”–આ પ્રકારનાં (સહજ ) ગુણો એમાં લીન એવા વિશિષ્ટ આત્મતત્ત્વને ગ્રહનારા-આત્મા (નિજ) ગુણોમાં રહેલો છે, પર્યાયમાં રહેલો નથી. આ આત્મતત્ત્વને ગ્રહનારા એટલે શુદ્ધ આત્માને અંતર્મુખ થઈને જાણનારા (એવા મને ) “ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે ” (દ્રવ્યાર્થિકનય એટલે કે) દ્રવ્ય, અર્થ ને નય-જે જ્ઞાનનો અંશ પોતાના ત્રિકાળી દ્રવ્યને જાણે, તેને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે. દ્રવ્ય, અર્થ ને નય (એટલે કે) જે નય-જ્ઞાનના અંશનું દ્રવ્યને જાણવાનું પ્રયોજન છે, એ જ્ઞાનના વેપારને દ્રવ્યાર્થિકનય કહેવામાં આવે છે.
''
,
แ
( કહે છેઃ ) “ શુદ્ધદ્રવ્યાર્થિકનયના બળે મારે સકળ મોહ-રાગ-દ્વેષ નથી.” આહા...હા ! મોહ-રાગ-દ્વેષ મારા નથી, મને નથી. મારામાં નથી આહાહા! આગળ (ટીકામાં જુઓ!) સહજ નિશ્ચયનયથી, (૧) સદા નિરાવરણસ્વરૂપ !” ઓહોહો! ત્રણે કાળ આત્માને, ભાવકર્મનું આવરણ નથી, આત્માને કદી દ્રવ્યકર્મનું આવરણ જ્ઞાનાવરણ...આવ્યું નથી, નોકર્મનું આવરણ નથી. (હું તો ) સદાનિરાવરણ સ્વરૂપ (છું.) “(૨) શુદ્ધજ્ઞાનરૂપ (૩) સહજચિત્શક્તિમય (૪) સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ મૂર્તિ (-જેની મૂર્તિ અર્થાત્ સ્વરૂપ, સહજ દર્શનના સ્ફૂરણથી પરિપૂર્ણ છે એવા) અને (૫) સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ ”–આહા ! સ્વરૂપથી ચલિત ન થાય આત્મા, સ્વરૂપમાં જ અવિચળ-રહેલો છે. આહા...હા ! (૫) “સ્વરૂપમાં અવિચળ સ્થિતિરૂપ સહજ યથાખ્યાત્ ચારિત્રવાળા ”યથાખ્યાતચારિત્ર એટલે પર્યાય નહીં, યથાખ્યાતચારિત્ર નામનો આત્મામાં એક ગુણ છે, એ ગુણ છે. પર્યાયનું નામ પણ એવું છે. (પરંતુ આંહી તો ગુણની વાત છે.) “એવા મને સમસ્ત સંસા૨કલેશના હેતુ ” - સંસારમાં જે દુ:ખ થાય એનો હેતુ એટલે કારણ જે ક્રોધમાન-માયા-લોભ મને નથી.
66
આહા...હા ! (કેમ કે) હું અંતરષ્ટિ વડે, મારા સ્વભાવની સમીપે જઈને, જોઉં
દ
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com