________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૪
પ્રવચન નં-૧૬ પરમભાવસ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી.”
એ ચૌદગુણસ્થાનોના ભેદો..અભેદમાં ભેદ નથી. આહા......! અભેદની દૃષ્ટિ દેતાં, આ પરિણામના ભેદો પરિણામમાં હોવા છતાં, પરિણામ ઉપરથી લક્ષ છૂટી ગયું છે, અપરિણામી ઉપર લક્ષ આવ્યું છે, એટલે...અભેદમાં ભેદ દેખાતો નથી; એને નિર્વિકલ્પ ધ્યાનની અવસ્થા કહેવામાં આવે છે.
આહા ! સમ્યકદર્શન ધ્યાનમાં પ્રગટ થાય છે ભાઈ ! આ એકડાની વાત છે હજી તો!
એ માર્ગણાસ્થાનો ચૌદ છે તેના નામ ગતિ, ઇદ્રિય, કાય, યોગ આદિ છે અને એક એકના પાછાં ભેદ, ચાર ગતિ, ઇન્દ્રિયો પાંચ, કાય, યોગ, વેદ, કષાય, જ્ઞાન, સંયમ, દર્શન, લેશ્યા, ભવ્યત્વ, સમ્યકત્વ, સંજ્ઞિત્વ અને આહાર એમ ભેદસ્વરૂપ ચૌદ માર્ગણાસ્થાનો છે. આ બધાં પર્યાયના ભેદો છે. એ પર્યાય આત્મામાં નથી. પરિણામની (પરિણામમાં) અતિ, પણ મારામાં નાસ્તિ છે, એવી મારી અસ્તિ છે. પરિણામ, પરિણામ તરીકે છે, પરિણામ મારામાં નથી એમ કહે છે. એટલે પરિણામનો તો હુકાર પણ મારામાં એનો નકાર એવો હું (અપરિણામી ) પરમાત્મા છું!
ક્યારની વાત હશે? અત્યારની વાત છે આ, અત્યારે બધા પરમાત્મા છે. કહે છે, શુદ્ધનિશ્ચયનયથી જોવામાં આવે તો એ (પરિણામો) મને નથી. કેમકે હું એનો કર્તા, કારયિતા ને અનુમોદક નથી-સીધો કર્તા તો નથી, ને કરાવતોય નથી, પણ આ કરે છે-પુદ્ગલકર્મ એને કરે છે હું એને અનુમોદન આપતો નથી.આહા..હા! અને એનું હું કારણ પણ નથી. નિમિત્ત કારણેય નથી ને ઉપાદાન કારણ પણ હું એનો નથી.
હું તો જ્ઞાતા છું ને! જ્ઞાયક છું ને!—એ આવશે આગળ આહાહા ! કર્તબુદ્ધિ છૂટે, બુદ્ધિપૂર્વક (સમજણપૂર્વક) તો એને હજી સમ્યક્રસમ્મુખ કહેવાય, કર્તબુદ્ધિ હોય તો સમ્યકની સન્મુખ પણ (એ જીવ ) નથી. અને પરની જ્ઞાતાબુદ્ધિ છે, એ પણ સમ્યની સન્મુખ નથી. પરનો હું જ્ઞાતા નથી, જ્ઞાયકનો જ્ઞાતા છું! જ્ઞાયક જ જણાય છે સમયે-સમયે, પરને હું જાણું છું એ તો...તારી ભ્રાંતિ છે!
(તું માને છે કે, આ મને ટયૂબલાઇટ જણાય છે ને આ પંખો જણાય છે, પણ ભાઈ, તને જણાય છે તારો આત્મા! અજ્ઞાનીને પણ? કે હા, અજ્ઞાનીને પણ જ્ઞાન (સમયે-સમયે) પ્રગટ થાય છે–ઉપયોગ, એ “ઉપયોગમાં ઉપયોગ” હોવાથી આત્મા જ જણાય છે, પણ તને એ વાતનો વિશ્વાસ નથી આવતો ! તું ઈન્દ્રિયજ્ઞાનથી જેને જાણે છે ને તેનો વિશ્વાસ છે, (આ) ઇન્દ્રિયજ્ઞાનથી ભિન્ન (આત્મા છે.) હું પરને જાણતો નથી, તો ઇન્દ્રિયજ્ઞાન જીતાય જશે, નવું અતીન્દ્રિયજ્ઞાન પ્રગટ થશે. અને (નિજ ) આત્માનો અનુભવ થશે. આહા....હા !
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com