________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VI
ચૈતન્ય વિલાસ ચૈતન્યની ચમત્કૃતિ ચૈતન્ય વિભૂતિના વૈભવધારી;
ચૈતન્ય વિભાના વિલાસી;
ચૈતન્ય વનવાટિકાના વિહારી; ચૈતન્ય વિદ્યાથી વિભૂષિત (સ્વરૂપાચરણ) વૈરાગ્ય સંપન્ન પૂ. “ભાઈશ્રી” લાલચંદભાઈ પ્રત્યે વરિષ્ઠ વિનમન.
અકાટય ધર્મધારાથી શોભિત ભરતખંડ:
ભરતક્ષેત્રનો ભૂખંડ અનેક ધર્મયતનો અનેક ધાર્મિકપર્વો તેમજ ધર્મધારાથી સુશોભિત છે. અહીંની વલ્લભા અવિચલ મુક્તિ સભ્યો દ્વારા ઉજ્જવલિત તેમજ લક્ષરૂપ સિદ્ધિ સદનનાં ઉન્નત માંગલ્યથી સદા સૌભાગ્યવતી રહી છે. કારણ કે તત્ત્વજ્ઞાનની અકાટય નિર્મલધારા જીવંત વહે છે.
પરમ પરિણામિકભાવ-નારણપરમાત્માની ઉર્ધ્વતાપૂર્વક અધ્યાત્મની વીણાના મધુર સ્વરો ગુંજાવનાર એવા ઉત્તમ ચારિત્રનાં હિમાલય આચાર્ય કુંદકુંદની ચરણરજથી અર્ચિત વસુન્ધરા સૂરીલી બની ડોલી ઉઠી. નિયમસાર જેવી નિજભાવના પ્રધાન કૃતિ પર દિગમ્બર સમાજ મુગ્ધ થયો.
જૈન સંસ્કૃતિના શ્રામણ, યોગીઓમાં ઉન્નાયક શ્રી પદ્મપ્રભમલધારિદેવ કે જેમની પરિણતિ આત્મ આરાધનાના અભેદ પ્રસાદથી સંતૃપ્ત છે; તેવા મુનિકુંજરોના મુખચંદ્રમાંથી આ મકરંદ ઝર્યું છે. નિઃસંશયતઃ અનાદિના શ્રેણીબદ્ધ વિખ્ખલિત અજ્ઞાન પડળોને ઉચ્છેદતી; ચૈતન્ય પથને આલોકિત કરતી ચૈતન્યનાં સામ્રાજ્યમાં વસવાટ કરાવનારી આ ગાથા છે.
અધ્યાત્મ ઉર્જાથી સારા વિશ્વને પ્રકાશિત કરનાર જ્ઞાનમિહિર પૂ. શ્રી કહાનગુરુદેવ થયા. અધ્યાત્મની સારભૂત જ્ઞાનગર્જના એ હતી કે આત્મા અકર્તા છે તે જૈનદર્શનની ઉત્કૃષ્ટતા છે. આત્મા અકર્તા છે તે જૈનદર્શનની પરાકાષ્ટા છે. આત્મા ઉપચારથી પણ નિર્મળ પર્યાયનો કર્તા નથી. આવો સંકોત્કીર્ણ ટંકાર થતાં જ અનાદિની કર્તાકર્મની વિપરિત સંતતિના પ્રવાહથી પાષાણવૃત્તિરૂપ અહંકારીત થયેલ કત્વબુદ્ધિના ઊંડા મૂળિયાં કમ્પાયમાન થવાં લાગ્યાં, અને જન-જનમાં જૈનત્વપણાનો સંચાર ટૂરાયમાન થયો.
શ્રી સીમંધર કુંદામૃતમહાન જૈન વાડમયી સર્વોત્કૃષ્ટ બ્રહ્મોપદેશથી સંપુષ્ટ થયેલ તમારી પ્રજ્ઞા અભેદ જ્ઞાયકમાં સ્થિર થતાં જ શુદ્ધાત્માને સ્વાનુભૂતિની ગોદમાં બિરાજીત કર્યો.
હે! કહાનલાલ! આપને અકર્તા શાયકનું સંચેતન થતાં જ, અમૃતસાગરમાંથી પ્રસ્ફટિત
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com