________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
VII
ચૈતન્ય વિલાસ
મંગલધારાએ આસન્ન ભવ્યજીવોને અમૃતનું આચમન કરવા ચૈતન્યસરિતાના તટ ઉપર લાવી દીધા.
જેમની કર્તાબુદ્ધિ ચતુર્થ ગુણસ્થાને અસ્ત થઈ છે તેવા દિગમ્બર સંતો લખે છે કેઃ “હું કર્તા નથી, કાયિતા નથી, કારણ નથી, અનુમોદક નથી.” ફરીથી ‘કર્તા નથી’ તે લખવાનું કારણ શું?! આ ગાથાનાં ગર્ભમાં ઘણું ગૂઢ અને ગુપ્ત રહસ્ય છૂપાયેલું છે. સાધકને સવિકલ્પદશામાં નિર્મળ પરિણામનો આત્મા કર્તા છે તેવો ઉપચાર આવે છે તે ઉપચારનાં નિષેધ માટે ફરીથી ‘કર્તા નથી’ લખ્યું છે. આ ઉપચાર જે આવ્યો તે શ્રેણીમાં બાધક છે. ઉપચારથી કર્તા નથી તો અનુપચારે અર્તામાં આવતાં જ શુદ્ધોપયોગ થાય છે.
આમ કુંદપ્રભુનાં પેટાળમાં રહેલ અમરત્વની અમીરીનો ઉપહાર અમોને પ્રદાન કર્યો છે. અને પેલી મધુરમ પંક્તિને સાફલ્ય કરી છે.
“સહેજે સમુદ્ર ઉલ્લસિયો ને માંહે મોતી તણાતાં જાય; ભાગ્યવાન ક૨વા વ... એની મૂઠીયું મોતીએ ભરાય. ભાવશ્રુતસમુદ્રમાંથી નીકળેલું આ ઉત્તમ નિલમણી રત્ન છે. આપશ્રી ચૈતન્ય વિલાસી બની અને જે ઉન્મેષોની મુક્તાનું વિમોચન કર્યું છે અને જે અલભ્ય સિદ્ધાંતોનું વિરેચન કર્યું છે તે પંચમઆરાના છેડા સુધી જયવંત રહેશે.
,,
ધર્મધ્યાનની ધારાતો સાધકને વર્તે છે, પરંતુ શુક્લધ્યાન કેમ આવે! તેની વિશદ ચર્ચા આ પુસ્તકમાં સોળેકળાએ દેદીપ્યમાન થયા વિના રહેતી નથી. નિર્મળ પરિણામનો ઉપચારથી કર્તા નથી અને ઉપચારથી જ્ઞાતાયે નથી. બન્ને પ્રકારનાં ઉપચારોનું વિસર્જન કરાવનારી, હૃદયમાં આરપાર ઉતરી જવાવાળી, સર્વાંગી અકર્તા સ્વભાવની, આંદોલનકારી ઉત્કૃષ્ટ ઉદ્દઘોષણા તે આપશ્રીની મંગલમયી મૌલિકદેન છે. આ રીતે પાત્ર જીવોનાં હૃદયમાં આનંદકારી મંગલપર્વ પ્રગટાવનારા કોઈ અદ્દભૂત.... અલૌકિક આ પ્રવચનો છે.
મંગલાચરણ:
પરમાર્થ પ્રતિક્રમણની આ પાંચગાથાઓ એટલે દિવ્ય ધ્વનિનો સાર. ભરતખંડના અલૌકિક શાસ્ત્રની અપૂર્વ ગાથાઓ છે. નિયમસારમાં શુદ્ધભાવ અધિકાર ઊંચો પણ તેને ક્ય ાંય ‘રત્ન ’ ની ઉપમા ન આપી. ટીકાકાર મુનિરાજ ટીકા કરતાં કરતાં આ અધિકારમાં આવ્યા તો લખે છે કેઃ હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે. આમ આ ગાથાઓને ‘પંચરત્ન ’ તેવા વિશેષણથી વિભૂષિત કરેલ છે. તેમને રત્ન જેવી લાગી માટે રત્નની ઉપમા આપી. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલતાં મુનિરાજને શ્રેણી કેવી રીતે આવે તેની સંપૂર્ણ વિધિરૂપ આ ગાથા છે.
'
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com