________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
VIII
ચૈતન્ય વિલાસ પદ્મપ્રભ મુનિરાજ પોતે ઉપચારનો નિષેધ કરીને અંદર ગયા તો તેમને ખ્યાલ આવ્યો કેઃ કુંદકુંદભગવાને આ પાંચ ગાથામાં ઉપચારનો નિષેધ કરાવ્યો છે. બન્ને સમાન ભૂમિકાવાળા ચારિત્રવત હતાને!? હે! જીવો! કુંદકુંદ ભગવાનના તમારે દર્શન કરવા હોય તો “હું અકર્તા જ્ઞાયક છું' તેમ રાખજો. આ (નિજ) કુંદકુંદ દેખાશે તો પેલા કુંદકુંદ પણ દેખાશે.
ભાવિ તીર્થકરો દ્વારા અકર્તા સ્વભાવનું ભેટછું -
જે તીર્થકરનું દ્રવ્ય હોય તેને અકર્તા સ્વભાવ કેવો ચોતરફથી ઘુંટાતો હોય છે. તેમના પ્રતિપાદનમાં પણ અકર્તા-જ્ઞાતાની જ ધ્વનિ ઉર્ધ્વતા પૂર્વક વહેતી હોય છે. ભાવિતીર્થાધિનાથ પદ્મપ્રભદેવ ફરમાવે છે કેઃ “અહીં શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ છે” અભાવ થશે એ વાત અહીં નથી.
પૂ. ગુરુદેવશ્રી પણ ભાવિતીર્થાધિનાથ ! તેમની અકર્તાની ચિનગારી એ હતી કે અન્ય દર્શનમાં કર્તાપણું છે પરંતુ જૈનદર્શન અન્ય દર્શનથી એટલે જુદું પડે છે કે અકર્તાપણું તે તેની પરાકાષ્ટા છે.
પૂ. “ભાઈશ્રી” ની પણ અકર્તા સ્વભાવની શાર્દૂલતા આ પ્રવચનોમાં કેવી સ્પષ્ટ ઝળકે છે! કૃતકૃત્ય પરમાત્માના મૂળ સ્વરૂપમાં પરિણામનું કોઈ જ કર્તુત્વ નથી. અકર્તા જ્ઞાયકને કોઈ કર્તવ્ય નથી. અકર્તાને કર્મ ન હોય. જેમ અકર્તાના લક્ષે કોંબુદ્ધિ જાય છે તેમ અકર્તાના લક્ષે જ કર્તાનો ઉપચાર જાય છે.
(૧) સહજ ચૈતન્ય વિલાસ:
મારા ચૈતન્યદેવમાં શું છે? સહજ ચૈતન્યનો વિલાસ છે. ચૈતન્યસત્તા જ્ઞાન-દર્શનની ભરિતાવસ્થ છે. હું પરમપરિણામિકભાવે, ત્રિકાળી ગુણી પરમાત્મા હોવાથી સહગુણોના વિલાસમયી છું. હું સદા કૃતકૃત્ય પરમાત્મા છું. હું સ્વરૂપથી જ સહજ અકૃત્રિમ, અનાદિ
અનંત, નિત્યઉદ્યોતરૂપ પ્રગટ છું. ચૈતન્યના વિલાસમાં તો સહજ ચૈતન્યનો વિલાસ જ છે. જે નિત્ય ચૈતન્યમાં ઉપયુક્ત છે તે હું છું. મારામાં પર્યાયોનો વિલાસ નથી. ચૈતન્યપ્રાણ તે અમારો નિત્ય વિલાસ છે.
સુખની અનુભૂતિમાં લીનઅર્થાત્ ત્રિકાળી સુખગુણની વાત છે. નિયમસાર ૪૩ ગાથામાં આવે છે કે: “પ્રગટ સજાવસ્થાસ્વરૂપ સુખ સમુદ્રમાં મગ્ન (ડૂબેલી-લીન )” ત્યાં પણ ત્રિકાળી ધ્રુવ વાચ્ય છે. કળશટીકા ૧૯ર કળશમાં- “સહજ અવસ્થમ્” શબ્દ છે તો ત્યાં અનંતગુણે બિરાજમાન જીવદ્રવ્ય.
આ ગાથાઓમાં અકર્તા છે તેવા આત્માને ભાવું છું તેમ ન લખતા “સહજ ચૈતન્યના વિલાસને જ ભાવું છું.” સહજ ચૈતન્યના વિલાસમાં બધું જ સમાઈ જાય છે. તેમાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com