________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
IX
ચૈતન્ય વિલાસ અનંતગુણોનો સંપૂર્ણ વિલાસ આવી જાય છે. જે નિર્મળ પર્યાયો પ્રગટે છે તે સાહજિક નથી પરંતુ કર્મકૃત અને કૃત્રિમ છે. જ્યારે અનંતગણોમયી પરમપારિભામિકભાવ તો સાહજિક છે.
યથાખ્યાત ચારિત્ર મને તો છે, થાય છે તે બીજાને. બારમાગુણસ્થાને યથાખ્યાત ચારિત્ર હોય ને?! તેની વાત નથી. અહીં તો સદા યથાખ્યાત ચારિત્રગુણ છે તેની વાત છે.
(૨) ચૈતન્યની ભાવના:
ભાવના સંયોગની ન હોય, પર્યાયની ભાવના ન હોય, હું જ્ઞાયક છું તેવો શબ્દ તેનું નામ ભાવના નથી. હું જ્ઞાયક છું તેવો વિકલ્પ-ભાવમનનું પરિણમન તેનું નામ ભાવના નથી. ત્રિકાળી ધ્રુવ જ્ઞાયક તે જ હું છું એવી એકાગ્રતા અર્થાત્ શુદ્ધાત્માની નિર્વિકલ્પરૂપ ભાવના તે યથાર્થ ભાવના છે. ભાવના આનંદરૂપ હોય છે.
બહેનશ્રીના વચનામૃત બોલ-૨૧ માં પૂ. બહેનશ્રી પણ ફરમાવે છે કે ચૈતન્યમાંથી ઉગેલી ચૈતન્યની ભાવના કદિ નિષ્ફળ જતી નથી.
હું ચૈતન્યના વિલાસને ભાવું છું તેના બે પ્રકાર છે. (૧) સવિકલ્પ ભાવના (૨) નિર્વિકલ્પ ભાવના. હવે જે શુદ્ધ પરિણતિની સાથે શુભોપયોગ છે તે અલ્પબંધનું કારણ છે. નિર્વિકલ્પમાંગુભાવું છું એકને અને જાણું છું પણ એકને. સવિકલ્પમાંગુભાવું છું એકને અને જાણું છું અનેકને. અહીં આ ગાથામાં સવિકલ્પ દશાની સિદ્ધિ નથી કરવી આ ગાથા તો સંજ્વલનના વિકલ્પને તોડવા માટેની છે. વિકલ્પ ઉભો રહે તે માટેની આ ગાથા નથી.
નિર્વિકલ્પ ભાવના તેના વિષયને કેવી રીતે ભાવે છે!? હું ત્રિકાળ નિશ્ચય પરમાર્થ પ્રતિક્રમણ સ્વરૂપ જ છું તેનું નામ ભાવના. હું ઉપશમ, ક્ષયોપશમ કે ક્ષાયિકને ભાવતો નથી; હું તો પરમપરિણામિકભાવ છું' તેવું અભેદ પરિણમન તેનું નામ ભાવના છે. ભાવનામાં ધ્યેય ધ્યાનનો ભેદ છૂટી ગયો છે તેને ભાવના કહે છે. શુક્લધ્યાનમાં એમ પ્રતીતમાં આવે છે કે “હું શુકલધ્યેય છું.”
હું ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું તેમાં ભેદરૂપ વિષમતા નથી. ધ્યેય શેયની પરમ મૈત્રીરૂપ સામ્ય ભાવ છે. સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માનેત્રિકાળી દ્રવ્ય. તેને ભાવું છું નિર્વિકલ્પ શુદ્ધોપયોગ. “ભાવું છું” જે શબ્દ છે તેમાં ધ્યેય શેયની સંધિ રહેલી છે. ચૈતન્ય સ્વભાવમાં લીન થાય તેને ચૈતન્યની ભાવના કહે છે.
ઉપરોકત સ્વરૂપને જ્ઞાની આ રીતે સમજાવે છે. હું પર્યાયને ભાવતો નથી, હું તો દ્રવ્ય છું તેમ ભાવું છું. ભાવનામાં તેમ ભવાય છે કે હું નિત્ય છું. હું અનિત્ય છે તેમ ભાવતો નથી. હું ક્ષણિક શુદ્ધતાને ભાવતો નથી, હું ત્રિકાળ શુદ્ધ છું તેને ભાવું છું. હું કર્તાકર્મને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com