________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
X
ચૈતન્ય વિલાસ ભાવતો નથી, હું તો નિષ્ક્રિય અકારક-અવેદકને ભાવું છું.
સાધક કથંચિત્ આત્માને ભાવે છે અને કથંચિત્ પર્યાયને ભાવે છે તેમ નથી. પર્યાય કે પર્યાયના ભેદને ભાવતો નથી. જે મારામાં નથી તેને હું કઈ રીતે ભાવું? તેથી સાધક આત્મા શુદ્ધાત્માને જ ભાવે છે મોક્ષની પર્યાયને ભાવતો નથી. મોક્ષને ભાવવા જતાં આડકતરી રીતે પુદ્ગલની ભાવના થઈ જાય છે.
હું અભેદને ભાવું છું ત્યારે હું અકર્તા છું-હું પરમપારિણામિકભાવ છું તેવો વિકલ્પ પણ રહેતો નથી. વિકલ્પના વમળ ઉત્પન્ન થતા જ નથી. હું ચૈતન્યને ભાવું છું તેવો વિકલ્પ પણ રહેતો નથી. ચૈતન્ય સમુદ્રમાં ડૂબીને ચૈતન્યનું અવલોકન કરે છે. કાંઠે ઉભા રહીને સમુદ્રને જુએ તો સ્થિર સમુદ્ર ભગવાન દેખાતો નથી પરંતુ પર્યાયરૂપી મોજાં દેખાય છે. કેમકે ભેદની શ્રદ્ધાથી રહિત મારી શ્રદ્ધા છે. અભેદ ચૈતન્યની અભેદ ભાવના ચૈતન્ય સત્તાથી ભિન્ન રહીને ચૈતન્યને ભાવતી નથી. અભેદ એકત્વશક્તિને કારણે ચૈતન્યમાં નિરંતર ઉપયોગ લાગેલો જ રહે છે. “હું તો આશ્રયભૂત તત્ત્વ છું” તે ભૂતાર્થની ભાવનાની પરાકાષ્ટા છે.
સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું” તો તેમાં તો ભેદ પડ્યોને !? અહીંયા પદ્મપ્રભમુનિ કહે છે કે “તસ્ય દેશના નાસ્તિ.” કારણ કે ગણધર ભગવાન જેવા સામર્થ્યવંત પણ અભેદનો ભેદ કરીને સમજાવે છે. લાયક શિષ્ય આગમને આગળ કરતો નથી પરંતુ અધ્યાત્મને આગળ કરીને સમજે છે. કારણ કે જે કથન ઉપર જાય તેને નિયમથી ભેદ દેખાય છે. અને વાચકનાં વાચ્ય ઉપર જનારને ભેદ વિલય પામીને અભેદનો અભેદભાવે અનુભવ થાય છે.
દષ્ટિનો વિષય અભેદ સામાન્ય-જે દષ્ટિ પ્રગટી છે તે ભેદની શ્રદ્ધાથી રહિત છે. અને દષ્ટિ અને દૃષ્ટિનો વિષય તેમાં પણ નિર્વિકલ્પ ધ્યાનના કાળે ભેદ દેખાતો નથી. દષ્ટિની દોલત હાથમાં આવ્યા વિના દષ્ટિ પ્રગટ થતી નથી.
(૩) અકર્તા સ્વભાવી જ્ઞાયક પરિણામનો કર્તા નથી:
અનાદિથી પ્રત્યેક પ્રાણીને માથે-સર્વાધિક બોજ જો હોય તો તે છે કર્તુત્વપણાનો કર્તાબુદ્ધિના અહંકારથી દુ:ખીત પ્રાણી નિરંતર કાંઈને કાંઈ કરવાનું જ ઈચ્છે છે. કર્તુત્વના ભારથી અજ્ઞાની પ્રાણી સદા આકુળ-વ્યાકુળ થયેલો રહે છે.
પરમાર્થ પ્રતિક્રમણની પાંચ ગાથાઓને સમજતાં તેને અકર્તાનું સ્વરૂપ અત્યંત સ્પષ્ટ થાય છે. કર્તાબુદ્ધિ ગળતાં, મોહ મંદ થતાં અને પછી અભાવ થતાં નિર્ભર અને નિર્બોજ થાય છે.
શ્રી સમયસાર કર્તા કર્મ અધિકારમાં રહસ્યવાળી વાત લખી છે. કેટલાક ઈશ્વરને કર્તા
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com