________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
XI
ચૈતન્ય વિલાસ માને છે, તો કેટલાક કર્મને કર્તા માને છે, તો કેટલાક આત્માને કર્તા માને છે તે બધા જ કર્તુત્વબુદ્ધિથી ગ્રાસિત પ્રાણીઓ છે.
કર્તબુદ્ધિનાં મૂળિયાં ઘણાં ઊંડા હોવાથી તેને એમ થાય છે કે ગુણસ્થાનને ન કરે પણ જ્ઞાનને તો કરે ને!! આત્મા પ્રથમથી જ જ્ઞાતા છે તેને કોઈપણ પ્રકારે કર્તા માનવો તે પાયાની મૂળ ભૂલ છે. સમ્યક્દર્શનનો કર્તા છે વિગેરે પ્રકારે પરિણામની એબુદ્ધિ થઈ ગઈ છે હવે પરિણામથી વિભક્ત થતાં અને આત્મામાં એકત્વ થતાં પર્યાયમાંથી મમતા છૂટે છે. પર્યાયની મમતા છૂટયા વિના અકર્તાનો પક્ષ આવે નહીં. અકર્તાનો પક્ષ ન આવે તો પક્ષીતિક્રાંત થાય નહીં. આમ અકર્તા જ્ઞાયકભાવનું ગ્રહણ થતાં જ પર્યાયની પાત્રતાનો પરિપાક થાય છે, અને તેનાં શ્રેયરૂપ સર્વમાંગલ્ય એવું સ્વાનુભવ થાય છે.
જયસેન આચાર્ય ભગવાને શ્રી સમયસારમાં કર્તાકર્મ અધિકારની શરૂઆતમાં એમ કહ્યું કે આ આત્મા સ્વભાવથી તો જીવ અને અજીવ બન્નેમાં જીવ પણ અકર્તા છે અને અજીવ પણ અકર્તા છે. જીવ પણ પોતાના પરિણામનો અકર્તા છે અને અજીવ પણ પોતાના પરિણામનો અકર્તા છે. વસ્તુ સ્વભાવ તો આમ છે. આમ જીવ કે અજીવ બન્ને વસ્તુના સ્વભાવમાં પરિણામનું કર્તુત્વ જ નથી. વસ્તુનો ભાવ કદી નિજ ભાવને છોડતો નથી અને પર ભાવને કરતો નથી. શ્રીમદ્જી કહે છે કેઃ એક સડેલાં તરણાના બે ટૂકડાં કરવાની શક્તિ આત્મામાં નથી.
થવા યોગ્ય' શબ્દ આત્માનું અકર્તાપણું-જ્ઞાતાપણું દર્શાવનાર શબ્દ બ્રહ્મ છે. આ શબ્દ બ્રહ્મ વીતરાગતા ઘૌતક હોવાથી તેનો પણ મહિમા છે. આત્મા કરનાર નથી તે સ્વરૂપને ઘણા ન્યાયથી આ પ્રવચનોમાં સ્પષ્ટ કરેલ છે.
આત્મા સ્વભાવથી જ અકર્તા માટે પરિણામનો કર્તા નથી. પરિણામ સત્ છે માટે આત્મા કર્તા નથી. પરિણામનો કર્તા પુદ્ગલ છે માટે આત્મા કર્તા નથી. તરૂપો ન ભવતિ' , હું પરિણામરૂપે થતો નથી માટે કર્તા નથી. એક પરિણામના બે કર્તા ન હોય.
સ્વદ્રવ્યમાં પરદ્રવ્યની નાતિ હોવાથી હું તેનો કર્તા નથી. હું જાણનાર છું કરનાર નથી તેમાં અનુભવ થતો નથી, પરંતુ કર્તુત્વબુદ્ધિ ઓગળે છે. જે સ્વયં થાય તેનું કારણ બીજું કોણ હોય !? પરિણામ થયા વિના રહેશે નહીં અને હું તેનો કર્તા થઈશ નહીં અને અકર્તાપણે રહેતો તેને જાણ્યા વિના રહીશ નહીં. પરિણામ થાય અને આત્મા તેનો કર્તા ન થાય આ જ જૈનદર્શનનું મૂળ રહસ્ય છે. પ્રગટ થતા પરિણામને રોકવા
*
*
*
*
*
*
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com