________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ આવી ગઈ છે કે એને જાણતો પણ નથી. “કરતો નથી” તેનો અર્થ એ છે કે ભેદને જાણવારૂપે પરિણમતો નથી પણ જાણનારને જાણવારૂપે પરિણમે છે. પરંતુ મારું કહેવું એ છે કે અહીંયા શબ્દ “કર્તા નથી' એ આવ્યો છે. ભેદને જાણતો નથી એ શબ્દ આવ્યો નથી.
(શ્રોતા- “કર્તા નથી તેના ગર્ભમાં છુપાયેલું છે કે “ભેદને જાણતો નથી' તે કાઢી શકીએ છીએ પણ શબ્દ નથી લખ્યો.) મારો કહેવાનો મતલબ (વિશુદ્ધ) છે. આપણે આચાર્યદવથી મોટા છીએ તેમ નથી હોં! ! આ તો એક વિચાર આવ્યો, કેમકે પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરવાની વાત છે ને!? ભેદને જાણવાનું બંધ કરે છે ત્યારે જ અભેદમાં આવે છે.
હું (ભેદને ) કરતો તો નથી, કરતો નથી તો કોને જાણું છું? “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” એટલે એને કરતો નથી અને તેને જાણતો નથી એમ એમાં આવી જાય છે, પ્રશ્ન જ નથી. કરતો નથી તો કોને જાણું છું? કે: “ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને ભાવું છું.” બસ એટલે એને જાણતો નથી એમ આવી ગયું. અવિનાભાવ છે એમાં કાંઈ સવાલ નથી. આ તો વિચાર આવ્યો કહી દીધું.
મને તો ત્યાં સુધીનો વિચાર આવ્યો કે હું મુનિ થઈશ ત્યારે બે શબ્દો સાથે લખી નાખીશ. શાસ્ત્ર લખવાનો કાળ આવશે ત્યારે ભેદને કરતો” તો નથી પણ ભેદને જાણતો નથી. આ ગાથા જુદી લખીશ સ્પેશ્યલ (કે જેનાથી) એકદમ સ્પષ્ટ થઈ જાય. પર્યાયાર્થિક ચક્ષુ બંધ કરવાનું ભગવાને કહ્યું છે ને!? આપણે ક્યાં ઘરની વાત કરવી છે. એમણે ભેદને જાણવાની ના પાડી છે!? (શ્રોતા-સ્વરૂપને પામવાની રીત જ આ છે.) ભેદને જાણવાનું પણ બંધ કરાવ્યું ને!? આહાહા ! પર્યાયાર્થિક ચક્ષુ સર્વથા બંધ કર એટલે ભેદને જાણવાનું બંધ કરો. કર્તા તો ખરેખર છે જ નહીં, પણ જાણવાનું બંધ કરો.
જાણવાનું બંધ કરે તો કરવાનું બંધ થઈ જાય છે. કરવાનું બંધ કરતાં જાણવાનું બંધ થાય એવો નિયમ નથી. પણ....જાણવાનું બંધ કરે તો કરવાનો પ્રશ્ન જ આવતો નથી. એનું લક્ષ છૂટી ગયું તો ઓટોમેટીક એનું કર્તાપણું છૂટી ગયું. બહુ ઊંચી વાત છે. આપણે તો આત્માનો સ્વાધ્યાય કરીએ છીએ.
મને ત્યાં સુધી આવી ગયું કે હું શાસ્ત્ર લખીશ ત્યારે આ બીજું લખી નાખીશ કે: ભેદને કરતો તો નથી પણ ભેદને હવે જાણતો પણ નથી. ચૈતન્યના વિલાસ સ્વરૂપ અભેદ આત્માને જ ભાવું છું. (શ્રોતા-આપ લખો ત્યારે....પણ અમે તો અત્યારે જ સ્વાધ્યાય કરી
લીધો.)
- પ્રવચનસારજીની ૧૧૪ ગાથા બહુ ઊંચી છે. તેમાં પર્યાયને જાણવાનું બંધ કરાવ્યું છે, ત્યાં પર્યાયને કરવાનું બંધ નથી કરાવ્યું. જાણવાનું બંધ થશે તો કરવું આવશે જ નહીં. જો
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com