________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૭ એમ કયારે જણાય? કે: ઉપયોગ અંદરમાં જઈને અભેદને અનુભવ કરે ત્યારે રાગની એકતાબુદ્ધિ છૂટી જાય અને રાગથી ભિન્ન છે આત્મા એમ જ્ઞાનમાં જણાય જાય. એ પણ સવિકલ્પ દશા આવે ત્યારે !! નિર્વિકલ્પ ધ્યાનમાં તો ડૂબી ગયો છે પછી રાગ આવે. થાય પણ સાધક કહે છે હું એનો કરનાર નથી.
આત્મા તો જ્ઞાતા છે કર્તા બિલકુલ નથી. માટે રાગાદિ ભાવકર્મના ભેદોને કરતો નથી. દયા-દાન-કોમળતાના-કરુણાના-જાત્રાના-વ્રતના-તપના-પૂજાના-ભાવ આવે પણ આત્મા એને કરે નહીં. એક કહે છે કે જાણવું અને બીજો કહે છે કે કરવું. અનાદિકાળથી જ્ઞાની અજ્ઞાનીની માન્યતા છે.
પૂજાના ભાવ બેયને આવે! સાધક ન હોય એને અને સમ્યકર્દષ્ટિને. જાત્રાના-પૂજાના વગેરે ભાવો આવે ત્યારે અજ્ઞાની ( જ્ઞાનીની) નકલ કરે છે. વળી કર્તા બુદ્ધિ રાખે કે હું કરું છું પેલો સાધક કહે છે થવા યોગ્ય થાય છે. એના કાળક્રમમાં પાપના ભાવનો વ્યય થયો અને પૂજાનો ભાવ મને આવ્યો એને થવા યોગ્ય થાય છે એમ હું જાણું છું. હું કરું છું એમ સાધક એને જાણતો નથી. બે વચ્ચે મોટો મતભેદ છે. એક કહે છે હું કરું છું અને બીજો કહે છે થાય એને જાણું છું. આહાહા ! પેલો કહે છે હું કરું છું તો દષ્ટિ વિપરિત છે ભાઈ !
એક થાય એનો જ્ઞાતા થઈ જાય, અને બીજો કહે છે હું કરું છું. શ્રદ્ધામાં મોટો ફેરશ્રદ્ધામાં મોટો તફાવત છે. ચારિત્રનો દોષ જ્ઞાની અજ્ઞાની બેયને છે. એક કહે પૂજા મેં કરી, અને પૂજાથી લાભ થાય; પરંપરાએ ધર્મ થાય. વળી પાપ કરતાં તો પૂજા ઠીકને? દુકાને જાય તો પાપ લાગે એના કરતાં તો આ પૂજા સારી ને!? સારું ખરાબ એણે કયાં મૂકયું, પાપ અઠીક અને પુણ્ય ઠીક એવા જે ભેદ કરે છે તે ઘોર સંસારમાં રખડશે.
પુણ્ય અને પાપમાં બે ભેદ કરશે તો તેને પુણ્ય ઠીક અને પાપ અઠીક લાગશે. પૂજામાં બેઠો તો ઠીક છે કાંઈક ધર્મના પરિણામ આવ્યા. દુકાને તો પાપના પરિણામ આવતા હતા. સાધક કહે છે પુણ્યના પરિણામ આવે છે એના કાળક્રમમાં થવા યોગ્ય થાય છે. એને કરતો” તો નથી પણ એનાથી કિંચી માત્ર આત્માનો લાભ માને તો મિથ્યાષ્ટિ છે. આહાહા ! અને થાય એને જાણે નહીં તો પણ મિથ્યાષ્ટિ છે. થવા યોગ્ય થાય છે તેમ જ્ઞાનમાં જણાય છે બસ. ખરેખર તો એનું જ્ઞાન જણાય છે પણ નિમિત્તપણે છે એટલે પુણ્યના પરિણામને જાણે છે એમ કહેવામાં આવે છે.
આહા ! ખરેખર તો પુણ્ય સંબંધી પોતાની જ્ઞાનની પર્યાય જ્ઞય છે. ખરેખર તો એ પણ વ્યવહાર છે. આહાહા ! એ આત્માને જાણનારી જ્ઞાનની પર્યાયનો ભેદ આવ્યો માટે એ ભેદને જાણે છે એ વ્યવહાર. પુણ્યને જાણે છે એ તો ઉપચરિત અસદભૂત વ્યવહાર છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com