________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૬
પ્રવચન નં-૨૨ અપેક્ષાએ. ઉપાદાનની અપેક્ષાએ અજ્ઞાનથી દુ:ખી અને જ્ઞાનથી એને સુખ પ્રગટ થાય છે. માટે “હું એકેન્દ્રિયાદિ જીવસ્થાન ભેદોને કરતો નથી સહજચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” જુઓ ! આ કલોઝીંગ છે. ગાથાઓ પૂરી થાય છે.
હું શરીર સંબંધી બાલાદિ અવસ્થાભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધ એ પ્રકારના પરિણામની અવસ્થા છે. શરીર તો નિમિત્ત છે, પણ નૈમિત્તિક અવસ્થા જે તથા પ્રકારની થાય સબળાઈની નબળાઈની પરિણામની એને હું કરતો નથી, કરાવતો નથી, અને કરે તો એને અનુમોદના આપતો નથી.
ત્યારે હું શું કરું છું? આત્માનું કાર્ય શું? કેમ કરતો નથી તો કાંઈક કરે કે નહીં? આહાહા! કરતો નથી એવા આત્માને જાણે. કર્તા નથી જ્ઞાતા છે એવા આત્માને જાણેને?? “ સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું “એમ! એનું જ અવલંબન હું લઉં છુંઆજ હું છું. હું જાણનાર છું કરનાર નથી બેય વિકલ્પ છૂટીને સાક્ષાત અનુભવ થાય. કરનાર નથી એવો ' ય વિકલ્પ જાય અને હું અકર્તા છું એવો વિકલ્પ પણ જાય. વિકલ્પ જાય અને જ્ઞાન રહી જાય. વિકલ્પ વિનાનું જ્ઞાન/નયજ્ઞાન વિનાનું અતીન્દ્રિય જ્ઞાન પ્રગટ થાય. નયજ્ઞાન છે એ ઈન્દ્રિયજ્ઞાન છે, એમાં આત્માનો અનુભવ ન થાય. જેમ રાગ દ્વારા આત્મા ન જણાય એમ શાસ્ત્ર જ્ઞાન દ્વારા પણ આત્મા ન જણાય. આત્મજ્ઞાન દ્વારા આત્મા જણાય. જાત તેના જેવી જ જોઈએ ને!? અતીન્દ્રિયજ્ઞાન સ્વજાતિ છે.
હું રાગાદિભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી, સહજ ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.”
રાગ-દ્વેષ-મોહ-માન-માયા અનેક પ્રકારના છે. જે સ્વયં થાય એને કેવી રીતે કરું!? જે સ્વયં થાય એને ન કરાય, અને જે ભિન્ન હોય એને ન કરાય, અને અકર્તા હોય એ કરે નહીં. અકર્તા કેમ કરે?! સ્વયં થાય એને કેમ કરે?! ભિન્ન હોય એને કેમ કરે?! આ ભિન્ન છે ને?! માટે આત્મા એનો કર્તા નથી. આ સ્વયં થાય છે માટે એનો કર્તા નથી. આત્મા અકર્તા છે માટે એનો કર્તા નથી. આત્મા જ્ઞાતા છે માટે એનો કર્તા નથી.
| હું રાગાદિ ભેદરૂપ ભાવકર્મના ભેદોને કરતો નથી કરાવતો નથી, પુદ્ગલ કર્મ કરે એને અનુમોદન હું કરતો નથી. રાગ પુદ્ગલના સંબંધથી થાય છે, રાગ મારા સંબંધથી થતો નથી. રાગ જીવ આશ્રિત નથી. તે પુદ્ગલાશ્રિત છે. એમાં પુદ્ગલ નિમિત્ત છે અને આ નૈમિત્તિક છે તો નિમિત્ત કર્તા પુદ્ગલ જ છે. ઉપાદાન કર્તા પર્યાય છે. હું એનાથી ત્રિકાળ જુદો જ્ઞાતા છું. આવું અંદરમાં ભેદજ્ઞાન જ કરે તો રાગથી આત્મા ભિન્ન છે એમ જણાય.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com