________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૨૪૫ ગૃહસ્થ અવસ્થામાં અલ્પ આનંદ આવે છે, મુનિની અવસ્થામાં વધારે આનંદ આવે છે, અને સિદ્ધ અવસ્થા થતાં પૂર્ણ આનંદ આવે છે. આ સેમ્પલ છે સેમ્પલ.
જ્યારે સિદ્ધ જેવી જાતનો અનુભવ આવે, એ અનુભવમાં આનંદ આવે ત્યારે સમજવું કે ભવનો અંત હુવે પ્રતીતમાં આવી ગયો. અલ્પકાળમાં મોક્ષ થશે એમ પ્રતીતમાં-શ્રદ્ધામાં વિશ્વાસમાં આવે છે. એ કોઈને પૂછતો નથી. કે. મને અનુભવ થયો તો મોક્ષ હવે કયારે થશે !? એ પૂછવા ન જાય મોક્ષ એણે જોઈ લીધો. દ્રવ્યનો મોક્ષ જેણે જોયો એ પર્યાયનો મોક્ષ પણ જોઈ લે છે. કેમકે કારણતત્ત્વ અને કાર્યતત્ત્વ બન્ને શુદ્ધ છે એમ પ્રતીતમાં આવી ગયું.
આહાહા! અનંતકાળથી આત્મા પોતાના સ્વભાવને ભૂલી ગયો છે. જ્ઞાતાને કર્તા માને છે. પોતાના પરિણામનો કર્તા નથી, અને તે કર્મને શાતાવેદનીય-અશાતાવેદનીયને કરે; આહા ! શરીર-મન-વાણીને કરે, સંઘની વ્યવસ્થા કરે એ આત્માના સ્વભાવમાં નથી. આત્માનો સ્વભાવ કેવળ જાણનાર...જાણનાર.... જાણનાર છે. “છે” એને જાણે; આત્માના પરિણામ થવા યોગ્ય થાય છે એને પણ જ્ઞાન જાણે છે, એને જાણે છે બેને જાણે એને પ્રમાણજ્ઞાન કહેવામાં આવે છે. આ પ્રમાણજ્ઞાન સમ્યક છે મિથ્યા નથી.
આહાહા! મિથ્યાત્વથી માંડીને કેવળજ્ઞાન સુધીના પરિણામ મારાથી ભિન્ન છે માટે કરતો નથી. “થવા યોગ્ય થાય છે માટે હું કરતો નથી. હું અકર્તા છું માટે કરતો નથી, એમ
જ્યારે જાણે છે જ્ઞાનમાં વિચારમાં કર્તા-અકર્તાનો ભેદ જ્યારે પડે છે; આહા! અકર્તા છું ને કર્તા નથી એવું જ્યારે ભેદજ્ઞાન થાય ત્યારે અકર્તાનો પક્ષ છૂટી જાય; અનુભવ થાય ત્યારે અકર્તા-કર્તા બેયને જાણે છે.
આહા ! કથંચિત્ અકર્તા અને કથંચિત્ કર્તા એવો સ્યાદ્વાદ અનુભવ જ્ઞાનમાં ઉભો થાય છે. અકર્તા દ્રવ્યને જાણે અને પરિણામને ઉપચારથી કરે છે. આત્મા એમ પણ જાણે છે. અથવા પરિણામમાં કર્તાધર્મ છે જાણે છે, તેને હું કરું છું તેમ ન જાણે ! ત્યારે એ શું કરે ? આચાર્ય ભગવાન કહે છે કરે શું? કરવું શું? કે કર્તાબુદ્ધિ છોડીને ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને હું ભાવું છું. તમે પણ તમારા આત્માને જાણો. અંદરમાં જઈને આત્માને જાણો અને એનો અનુભવ કરો. બીજો કોઈ મોક્ષનો ઉપાય નથી.
હું એકેન્દ્રિયાદિ જીવસ્થાન ભેદોને કરતો નથી, “આહા ! એકેન્દ્રિય, બેઇન્દ્રિય, ત્રણઈન્દ્રિય, ચારઈન્દ્રિય વગેરે એના ભેદોને હું કરતો નથી. એટલે કે હું એની રક્ષા કરનારો નથી, અને એને મારનારો પણ નથી, એને જીવાડનારો પણ હું નથી. આહાહા! હું દયાપાળું તો એ જીવે એ અભિમાન છોડી દે પ્રભુ ! એ એના આયુષ્ય કર્મથી જીવે છે. હું સુખી કરી દઉં એ મિથ્યા અભિમાન છે. એ એના કર્મથી સુખી-દુઃખી થાય છે તે નિમિત્તની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com