________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૪૪
પ્રવચન નં-૨૨ અશુભ ભાવને પણ હું કરું અને અશુભને ત્યાગ કરીને શુભને હું કરુ. શુભને છોડી શુદ્ધ પરિણામને પણ હું કરું છું એમ અનાદિકાળથી પર્યાયદષ્ટિવાળાને પરિણામનું કર્તાપણું ભાસ્યું છે એ અજ્ઞાન છે.
આચાર્ય ભગવાન સમર્થ થયા એમણે નવતત્વને ભૂતાર્થનયે જાણતાં સમ્યકદર્શન કહ્યું. જણાય છે તો નવેય તત્ત્વ પણ જાણવાની દ્રષ્ટિમાં મોટો ફેર છે. એક જાણે છે કે થવા યોગ્ય થાય છે અને હું જાણનાર છું કરનાર નથી. બીજો એમ જાણે છે કે આ પરિણામનો હું કર્તા છું, એમ પરિણામની કતંબુદ્ધિવાળાને મિથ્યાત્વનો દોષ લાગે છે.
આહા ! પરિણામ પરિણામથી થાય છે. હું તો જ્ઞાતા છું. હું તો જાણનાર... જાણનાર....જાણનાર.છું. મારો સ્વભાવ જ જ્ઞાન છે. “જ્ઞ” મારો સ્વભાવ છે. આત્માનો સ્વભાવ જ્ઞાન અને જ્ઞાનનો સ્વભાવ આત્માને જાણવું. પણ....પરિણામને કે પરને કરવું એ આત્માનો સ્વભાવ નથી, એમ જ્યારે એની દષ્ટિ અંદરમાં આવે ત્યારે અનુભવ થાય ત્યારે વિશ્વનાં છ એ દ્રવ્યના પરિણામ થવા યોગ્ય થાય છે. મારાથી કાંઈપણ થતું નથી; હું તો કેવળ જાણનાર છું દેખનાર છું વિશ્વનો સાક્ષી છું. હું કરનાર નથી ત્યારે ભવનો અંત એને આવે છે. એ વાત આચાર્ય ભગવાન આ પાંચ ગાથામાં સમજાવે છે.
હું મિથ્યાદષ્ટિ આદિ ગુણસ્થાન ભેદોનો કર્તા નથી.” મિથ્યાત્વથી માંડીને કેવળજ્ઞાન સુધીની પર્યાય થવા યોગ્ય થાય છે. આત્માથી પરિણામ થતા નથી. આહા! પરિણામ પણ આત્માથી થાય નહીં તો હાથપગ આત્મા હુલાવે! દુકાનના વેપાર કરે ! સંઘની વ્યવસ્થા કરે ! એ વાતમાં કાંઈ માલ નથી. એ એની મિથ્યા દષ્ટિ છે અંહકાર છે. એ અહંકાર છોડીને આત્માનું સ્વરૂપ જ્ઞાતા દષ્ટા છે એને અંદરમાં જઈને જાણવું. જાણવું એટલે અનુભવ આવે છે આત્માનો ત્યારે સાક્ષાત અને આનંદની પ્રાપ્તિ થાય છે. એ આનંદ કેવો છે? કે સિદ્ધ ભગવાન અને અનંત કેવળી જેવો. આહાહા ! લાખો કેવળી બિરાજમાન છે અત્યારે મહાવિદેહક્ષેત્રમાં. વીસ તીર્થંકરો પણ વિદ્યમાન છે.
અહા! એવા તીર્થંકર પરમાત્મા ને શ્રી ભગવાન જાણનાર...જાણનાર... જાણનાર...જાણનાર છે. એમ આ આત્મા પણ જાણનાર...જાણનાર...જાણનાર... જાણનાર છે. જાણવાની અપેક્ષાએ સિદ્ધ અને તારો આત્મા બેય સમાન છે. અહા ! એ જાણે છે અને તું તને જાણીશ તો તને આનંદ આવશે. કેવો આનંદ !? સિદ્ધ ભગવાનની જાતનો આનંદ.
જેમ સાકર કરતાં પાંચસો પચાસણી સેકરીનમાં મીઠાસ છે. સેકરીનનો સ્વાદ સાકર જેવો. તેમ સિદ્ધ ભગવાન આનંદનો સ્વાદ સો ટકા લે છે અને તે જ સ્વાદ નીચે આવે છે જાત એક જ છે, બે જાત નથી. આનંદની જાત એક છે. માત્રા ઓછી વધુ છે. અહીંયાં
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com