________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
-
IV IV
ચૈતન્ય વિલાસ સંપાદકીય કલમે... “ધર્મીને ધારણ કરે તો ધર્મ છે, નહીં તો કોરી વાત છે;
સૂરજ ઉગે તો પ્રભાત છે, નહીં તો અંધારી રાત છે.” સૂર્ય અગર પ્રકાશને બદલે અંધકારને પ્રસરાવે તો!? ચાંદનીમાંથી શીતળતાને બદલે અગ્નિ વરસે તો!? અગર સમુદ્ર રેગિસ્તાનમાં પલટાઈ જાય તો!? આ સ્વયં સુંદર પ્રાકૃતિક વ્યવસ્થાનું ઊલટ પુલટ કુદરતનાં વિધાનમાં પરિહાસ છે તેમ જે સ્વભાવથી સર્વ પ્રકારે અકર્તા-જ્ઞાતા ભગવાન છે તે કયા પરિણામોનો કર્તા થાય?! શું સત્ય વિનાશીની એવી ભયંકર મિથ્યાત્વ દશા અખંડ ચૈતન્ય વિલાસમયી અકર્તા સ્વરૂપને નષ્ટ કરવા સમર્થ છે?! અકર્તા જ્ઞાતાને કર્તમાની અને શુદ્ધાત્માના દર્શનની ચેષ્ટાતે વૈધર્મેના વૈમસ્યરૂપ છે. ગતિ, માર્ગણાસ્થાન, ગુણસ્થાન આદિ પુદ્ગલોના ઝૂંડની મધ્યે નિબંધપણે ચૈતન્યસત્તા કેવી સુરક્ષિત છે!! તેમાં ઉપરોક્ત કોઈપણ પર્યાયોનો પ્રવેશ અસંભવ છે. ચૈતન્ય ની સુરમણીય વાટિકામાં અજીવતનો પ્રવેશ અશક્ય છે. અનાદિથી અજ્ઞાનના સાનિધ્યમાં મિથ્યા કર્તાકર્મથી પુષ્ટ થયેલ કેળના કંદરૂપ ગાંઠ એટલે કે કર્તુત્વબુદ્ધિ, આવા કર્તુત્વના કલેષની કાલિમાથી રંજાયમાન તેમજ જ્ઞાતાબુદ્ધિની સંમૂઢતાથી વિમોહિત, અજ્ઞાનથી આચ્છાદિત તેને છેદનાર કુહાડા સમાન અને કર્તાનાં ઉપચારનો સંન્યાસ કરાવનાર આ ઉત્કૃષ્ટ પ્રવચનો છે.
અનાદિ મિથ્યાષ્ટિ જીવને કોઈ પણ પ્રકારનું પ્રતિક્રમણ હોતું નથી પરંતુ કષાયની મંદતા હોય છે. તેને વ્યવહાર પ્રતિક્રમણ પણ કહેવાતું નથી. જેને નિશ્ચય પ્રતિક્રમણ હોય તેને વ્યવહાર પ્રતિક્રમણ હોય છે. આ પ્રવચનોમાં અનાદિ મિથ્યાષ્ટિ જીવને ધર્મનો પ્રારંભ કેવી રીતે થાય તેની વિધિ તેમજ ધર્મની પરિપૂર્ણતા સુધી અર્થાત્ મૂલથી ચૂલ સુધીની ભેદજ્ઞાનની પરાકાષ્ટારૂપ અપૂર્વ વિધિ દર્શાવેલ છે. વળી સાધકને સવિકલ્પ દશામાં જે ધ્યેયને ધ્યાનનો ભેદ થાય છે તો તે ભેદોપચાર કેવી રીતે છૂટે અને અભેદમાં કેવી રીતે પ્રસરે તેનું ઉત્કૃષ્ટ વર્ણન કર્યું છે.
ભગવાન આત્મા નિર્મળ પરિણામનો ઉપચારથી કર્તા નથી અને ઉપચારે જ્ઞાતાએ નથી; તે અનુપમ સિદ્ધાંતનું વિસ્તૃત માર્મિક વિશ્લેષણ કરી આપશ્રીએ અમારી મંદત્તર પ્રજ્ઞાને અને અસ્ત-વ્યસ્ત ક્ષીણ અવસ્થાઓને વ્યવસ્થિત દિશા બોધ આપ્યો છે. તત્ત્વજ્ઞાનથી અજ્ઞાત દશાને પારમાર્થિક તત્ત્વબોધથી નિર્મલ દિશા પ્રદાન કરી છે.
જગતનાં જીવો જેનાં દર્શન કરવા ઈચ્છે છે તે પરિશુદ્ધ જીવંત ચૈતન્ય વિલાસ તું પોતે જ છો. આ ચૈતન્ય તત્ત્વ વિશ્વનું પ્રાચીન તેમજ પુરાતન તત્ત્વ છે. ચૈતન્યના સમાગમીને ચૈતન્યની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com