________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૪
પ્રવચન નં-૧૪ હોય, અને કરનાર તે જાણનાર ન હોય. મહાસિદ્ધાંત હું તો જાણનાર છું. ચૈતન્ય સ્વરૂપ છું ને! તેથી જાણનાર છું ને
તેથી ચૌદમાર્ગણાસ્થાન તેના ભેદોને, ચૌદ ગુણસ્થાનનાં ભેદોને, ચૌદ જીવસમાસનાં ભેદોને, હું કરતો નથી તેનો કારયિતા નથી તેમજ અનુમોદક નથી. ત્યારે તેને કોણ કરે છે? કેઃ પુદ્ગલકર્મનું કર્તાપણું વિભાવ પર્યાયોનો કર્તા પુદ્ગલકર્મ તેમનો અનુમોદક નથી.
હવે આ ઉપરોક્ત વિવિધ વિકલ્પોથી ભેદથી ભરેલા વિભાવ પર્યાયોનો એટલે કે વિશેષ પર્યાયો બધી પર્યાયો લઈ લેવી. “વિભાવ પર્યાયોનો નિશ્ચયથી હું કર્તા નથી” કેમ કે હું જ્ઞાતા છું. જ્ઞાતા છું માટે કર્તા નથી. મારામાં કરવાની શક્તિ છે ને હું રોકું છું તેમ નથી. કરવાની શક્તિનો જ અભાવ છે તે કારણે કર્તા નથી. તે મૂળ ચીજ છે એવો હું અકર્તા છું.
સમ્યકદર્શન કરવાની શક્તિ તો છે પણ કરતો નથી એમ નથી, કરવાની શક્તિનો જ અભાવ છે. થાય છે તે બધાને હું જાણું છું, પણ મેં કર્યું તેમ જણાતું નથી અને દર્શનમોહ ઉપશમ થાય છે તો સમ્યક્દર્શન થાય છે તેમ નથી.
જેમ ચક્ષુ જાણનાર દેખનાર છે, જે ચક્ષુ અકારકને અવેદક છે, ચક્ષુ દશ્ય પદાર્થને કેવળ દેખે છે કરતું વેદતું નથી તેમ જ્ઞાનમય આ શુદ્ધાત્મા જે કોઈ પરિણામો પ્રગટ થાય છે, જે કોઈ ગુણસ્થાનનાં, માર્ગણાસ્થાનનાં, જીવસમાસનાં પરિણામ જે પ્રગટ થાય છે તેને કરવાની શક્તિનો મારામાં અનાદિ અનંત અભાવ છે. એક સમયમાત્ર પણ હું તેને કરું છું તેવો મારો સ્વભાવ નથી. પ્રગટ થાય તેને જાણું ! પણ પ્રગટ થાય તેને પ્રગટ કરું તેવી શક્તિ મારામાં નથી.
(મારામાં) જાણવાની પૂરી શક્તિ છે. “હું અકર્તા છું' તેને જાણવાની પૂરી શક્તિ છે. અને પર્યાય તેનાં કારણથી પ્રગટ થાય તેને પણ હું જાણું ! જાણવાની પૂરી શક્તિ છે. પણ કરવાની શક્તિનો મારામાં અભાવ છે. તેવી શક્તિ જ નથી પછી શક્તિને હું રોકું છું ને શક્તિને હું ફોરવું છું ને મારા પુરૂષાર્થથી પરિણામને કરું છું. આહાહા ! કહે છે કે કરવું તે પુરૂષાર્થ નથી પણ આત્મા અકર્તા છે તેમ જાણવું તે પુરૂષાર્થ છે.
આહાહા! આત્મા જ્ઞાતા છે તેમ જાણું તેમાં અનંતો પુરૂષાર્થ છે. કરવું તે તો અજ્ઞાનમાં જાય છે. કરવું વ્યવહારમાં આવતું નથી, પણ પરિણામને જાણવું તે વ્યવહારમાં આવે છે. અને ત્રિકાળ અકર્તાને (જાણવું) તે નિશ્ચય છે. અભેદને જાણવું તે નિશ્ચયમાં જાય છે. ઉત્પન્ન થતાં ભેદોને જાણવું તે વ્યવહારમાં જાય છે. કરવું તે મારા સ્વભાવમાં નથી. કરવું તો અજ્ઞાની કે જ્ઞાની કોઈના સ્વભાવમાં નથી. પણ જેને સ્વભાવનું ભાન નથી તેને એમ લાગે છે કે હું કરનાર છું તે અભિમાની છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com