________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૬૫
મને મારા ગુરુના પ્રતાપથી આ વિઘા મળી છે કેઃ આત્મા ત્રણેકાળ અકા૨ક ને અવૈદક છે. તેથી હું શુદ્ધાત્મા છું, અને શુદ્ધાત્મા હોવાથી હું જ્ઞાનદર્શનમય છું અને જ્ઞાનદર્શનમય હોવાથી હું જાણનાર છું પણ કરનાર નથી.
આ પરિણામો જે પ્રગટ થાય છે, માર્ગણાસ્થાનનાં પરિણામ, પહેલા ગુણસ્થાનથી ચૌદ ગુણસ્થાન સુધીના પરિણામો પ્રગટ થાય છે પણ તે પરિણામને હું પ્રગટ કરતો નથી. છે એને જાણું છું અને પ્રગટ થાય છે તેને પણ જાણું. જાણવાની મારામાં પૂરી શક્તિ છે, અને કરવાની શક્તિનો ત્રિકાળ અભાવ, અભાવનો અભાવ એવો મારો સ્વભાવ.
કરવાની શક્તિનો જ અભાવ છે એ કરવાની શક્તિને હું ગોપવું છું અને અનુકૂળ નિમિત્ત આવે તો કરવાની શક્તિ મારામાં પ્રગટ થાય છે એમ છે નહીં. આહા ! ચોથોકાળ હોય તો કેવળજ્ઞાન પ્રગટ કરવાની શક્તિ મારામાં આવી જાય છે અને પંચમકાળ છે તેથી હું કેવળજ્ઞાનને પ્રગટ કરી શકતો નથી તેમ નથી. શક્તિ તો છે મારામાં પ્રગટ કરવાની! કેઃ નહીં, કોઈકાળે પણ આત્મા પરિણામનો કરનાર બની શકતો નથી. પ્રગટ થાય તેનો જાણનાર છે. કર્તા નથી. કાયિતા નથી, અનુમોદક નથી.
(જિજ્ઞાસાઃ કરવાનું કાંઈ જ નહીં?) સમાધાન કરવાનો એક ટકોએ નહીં. કરવાની શક્તિનો ૧૦૦% અભાવ છે. અને જાણવાની શક્તિનો ૧૦૦% સદ્દભાવ છે. પૂરેપૂરો જાણવાની શક્તિનો સદ્દભાવ છે. જે જાણવાની શક્તિ છે તેજ વ્યક્ત થઈ જાય છે. કરવાની તો શક્તિ જ નથી, એનો એવો સ્વભાવ જ નથી કે તે પરિણામને કરે; સકળ કર્તૃત્વનો અભાવ છે ને?
કોઈપણ પરિણામને કરે કેવળજ્ઞાનને કરે એનો અભાવ છે. કરવાની શક્તિનો જ અભાવ છે એટલે કરતો નથી. કરવાની શક્તિ છે ને કરતો નથી, અથવા પંચમકાળ છે માટે કેવળજ્ઞાનને કરતો નથી તેમ નથી. ચોથોકાળ હો કે પાંચમોકાળ હો! કેવળજ્ઞાનને ક૨વાની શક્તિનો ત્રિકાળ અભાવ છે. આહા ! હું તો જાણનાર છું.
(જિજ્ઞાસાઃ- કેવો જાણનાર ? ) સમાધાનઃ શક્તિને જાણું ને વ્યક્તિ થાય તેનો જાણનાર, પૂર્ણ વ્યક્ત થાય તેને પણ જાણું. જાણવું...જાણવું...જાણવું...ને જાણવું. આદિ, મધ્ય, અંતમાં ‘કરવું’ ક્યાંય સ્વભાવમાં દેખાતું નથી આહા ! આવો મારો સ્વભાવ છે.
કરવાની શક્તિનો સો ટકા અભાવ છે. જાણવાની શક્તિનો સો ટકા સદ્ભાવ છે. એટલે કે મારા સામર્થ્યને જાણું, શક્તિને જાણું ને શક્તિનું અવલંબન લેતાં વ્યક્ત દશા થાય તેને જાણું. જાણવું....જાણવું...ને જાણવું, આહા! મોક્ષ થાય ત્યાં સુધી ક્યાંય કરવાનું વચ્ચે આવતું નથી. આહા ! જાણું....જાણું ને જાણું. મારા ભગવાન આત્માને જાણું અને આત્માને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com