________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૪
પ્રવચન નં-૮ વિષય, ઠરવાનો વિષય, શ્રદ્ધાનો વિષય, બધોય એક શુદ્ધાત્મા જ છે. બસ બીજો કોઈ મારો વિષય નથી. આ જગતમાં બીજું કાંઈ મને દેખાતું જ નથી.
એક દોષ બતાવ્યો; એ દોષ જો ખ્યાલમાં આવી જાય તો બીજો દોષ ઉત્પન્ન જ થાય નહીં. આ વાત પહેલ-વહેલી સોનગઢ કરી હતી. કેઃ આ ગાથામાં તો એમ કહે છે-હું કરતો તો નથી પણ એને હું જાણતો નથી એ નિષેધ જ ન કર્યો, એટલે બીજું પગથિયું જ ન લીધું.
પરિણામ થાય છે, એને ભલે પુદ્ગલ કરે છે પણ હું એને જાણતો પણ નથી એમ લીધું. અને સીધું “ચેતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” આ ભાવ બે ત્રણ વખત આવી ગયેલો. એ કર્મ નથી માટે જ્ઞય નથી એમ આવી ગયું ને?! આજે વધારે સ્પષ્ટીકરણ આવ્યું. આજે કાંઈક જુદા પ્રકારનું છે. શરૂઆતથી જ જુદા પ્રકારનું આવ્યું એમ મને લાગ્યું.
એ કર્મ બને તો જાણું ને કે આ મારું કર્મ. કેમકે જાણ્યા વિના કર્મ ક્યાંથી બને ?! સમજાય છે બહેન! એ શેય થાય તો એમ થાય ને કે આ મારું કર્મ, પણ સૅય જ થતું નથી કર્મ થતું નથી માટે જ્ઞય થતું નથી. એક જ્ઞાયક ભગવાન શંય થઈ જાય છે. જે કર્મ પુદ્ગલનું છે એ કર્મ મારું કર્મ નથી તેથી મારું ય થતું નથી. મારું જ્ઞય તો મારો શુદ્ધાત્મા જ છે.
રાજકોટ વિડિયો કેસેટ નં-૬ર સવારનું પ્રવચન નં-૮
તા. ૧૪-૮-૮૮ આત્માના આશ્રયે ઉત્પન્ન થયેલું જે વીતરાગી ચારિત્ર તેનું પ્રતિપાદન કરનારો પરમાર્થ પ્રતિક્રમણ એટલે શુદ્ધોપયોગ અધિકાર કહેવામાં આવે છે. એક પરમાર્થ પ્રતિક્રમણ અને એક વ્યવહાર પ્રતિક્રમણ. છઠ્ઠા ગુણસ્થાને પરિણતિરૂપ પ્રતિક્રમણ છે, એ તો નિશ્ચય છે, પણ સાથે જે પાંચ મહાવ્રત-અઠ્ઠાવીસ મૂળગુણના વિકલ્પો ઉઠે છે એ બધા વ્યવહાર પ્રતિક્રમણ છે. એનાથી પ્રતિપક્ષ એટલે જુદુ એવું નિશ્ચયનયાત્મક વીતરાગી પ્રતિક્રમણ એનો અધિકાર કહેવામાં આવે છે.
પ્રતિક્રમણ અધિકાર તો મોટો છે, પણ એની શરૂઆત કરતા જ પંચરત્નનું સ્વરૂપ કહેવામાં આવે છે. આ પાંચ ગાથા રત્નરૂપ છે. જેમ સાચા રત્ન હોય એને સાચવીને રાખે. પૂરેપૂરી સંભાળથી તીજોરીમાં રાખે એમ આ પાંચ ગાથા રત્નરૂપ છે. એનું સ્વરૂપ કહેવામાં આવે છે. હવે પાંચ રત્નોનું અવતરણ કરવામાં આવે છે.
ટીકાઃ “અહીં” એટલે આ પાંચ ગાથામાં ટીકાકાર પદ્મપ્રભમલધારિદેવ ફરમાવે છે કેઃ “અહીં શુદ્ધ આત્માને.”બધા આત્મા શુદ્ધ છે. એમ કહે છે જ્યાં “આત્મા’ શબ્દ આવે
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com