________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૯૩ આવ્યો. કેમકે બેનો નિષેધ કરવાને બદલે એકનો નિષેધ કરતાં બેનો નિષેધ થઈ જાય છે. ત્યારે જ પરમાર્થ પ્રતિક્રમણ થાય. એકમાં બીજું આવી ગયું. હું એનો કર્તા નથી તો હું એનો જ્ઞાતા ક્યાં છું?! આહા! એટલે કર્તા નથી અને જ્ઞાતા નથી એમ બેનો નિષેધ કરવાને બદલે, કર્તા નથી તેમાં જ્ઞાતા નથી એનો નિષેધ આવી ગયો.” અને ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું. ( શ્રોતા-કારણકે એનો જ્ઞાતા રહીશ તો એનો કર્તાનો દોષ લાગવાનો અવકાશ રહે છે. માટે એ વાત મૂકી દીધી.)
વાત ઘણી ગંભીર છે. મારું કર્મ થાય તો મારા જ્ઞાનનું શેય થાય. બેન! સમજાણું !? ખ્યાલ આવ્યો ? કર્મ થાય તો મારું શેય થાય. પણ કર્મ જ ન થાય તો એ શેય થતું નથી. સહજ ચૈતન્યનો વિલાસ તે જ શેય થાય છે. આ વિચાર અગાઉ બે-ત્રણ વખત આવી ગયેલો ખરો! પણ આજે વધારે સ્પષ્ટ થયું.
આહાહા ! એ મારું કર્મ નથી એટલે જ્ઞય નથી. કર્મ થાય તો શેય થાય ને? કર્મ જ ના થાય; એ તો બીજાનું કર્મ છે. જે બીજાનું કર્મ હોય તે મારું શેય ક્યાંથી થાય? બીજાનું કર્મ મારું શેય ન થાય. મારું કર્મ બને તો મારું શેય થાય ને?! મારું કર્મ જ બનતું નથી તો મારું શેય ક્યાંથી બને? હું તો અકર્તા છું-હું તો જ્ઞાતા છું. હું તો જ્ઞાયક છું” આહાહા!
આ વિષય ઘૂંટવા જેવો છે. ગુરુદેવ ફરમાવતા કે કુંદકુંદની વાણી કાન ઉપર આવે એ ભાગ્યશાળી છે. સાંભળ્યું હશે અને વિચાર કરવાનો અવકાશ રહેશે.
શુદ્ધોપયોગને કરતો નથી અને શુદ્ધોપયોગને જાણતો નથી આહાહા! તો શુદ્ધાત્માને જાણું છું જાણી રહ્યો છું. કેમકે અપ્રમત્ત દશા એનોય કર્તા નથી એ આવી ગયું ને!? અપ્રમત્ત દશા એટલે શુદ્ધોપયોગ આવ્યું કે નહીં? ચૌદ ગુણસ્થાન એનો કર્તા નથી તો શુદ્ધોપયોગ એમાં આવી ગયો કે નહીં?! પરમાર્થ પ્રતિક્રમણનો કર્તા નથી.
(શ્રોતા-કર્મ નહીં હૈ ઈસલિયે શેય ભી નહીં હોતા હૈ. જો કર્મ હોતા હૈ વો શેય બન જાતા હૈ.) જો ય બને તો અવશ્ય કર્મ બને છે. જો કર્મ બનતું નથી તો શેય ક્યાંથી થાય!? આહાહા ! એક શુદ્ધાત્મા શૈય બને છે. પંકજ ! અમને પહેલેથી જ આત્મા અકર્તા છે તે આવે છે. એ વાત બરાબર છે.
ગુરુદેવ કહે! “આત્મા અકર્તા છે એ જૈનદર્શનની પરાકાષ્ટા છે.” એ કાંઈ સાધારણ શબ્દ નથી; વજની છે. વજની એટલે એના ઉપર વિચાર કરવા જેવો છે. થાય છે અને હું શું કરું? બીજો કરે છે અને શું કરું? અને હું કરું અને મારું કર્મ બને તો એ અવશ્ય મારું જ્ઞય થઈ જાય અને જ્ઞાયક આત્મા જ્ઞય રહી જાય. માટે “હું તો ચૈતન્યના વિલાસ સ્વરૂપ આત્માને જ ભાવું છું.” મારા જ્ઞાનનો વિષય એકલો શુદ્ધાત્મા છે બસ બીજું કાંઈ છે જ નહીં. જાણવાનો
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com