________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૯૨
પ્રવચન નં-૭. મિથ્યાત્વનું કારણ નથી. અને તમારો આત્મા વ્યવહાર ચારિત્રનું પણ કારણ નથી, અને નિશ્ચય ચારિત્રનું પણ કારણ નથી. અમે શુદ્ધોપયોગના કર્તા નથી અને શુદ્ધોપયોગનું કારણ પણ અમે નથી.
અકર્તાને અકારણ બે શબ્દો છે શાસ્ત્રમાં કારણ નથી અને કર્તા નથી બેય શબ્દો પ્રતિપક્ષ છે. અકર્તા છે અને કારણ નથી. ત્રણ ગાથામાં કર્તા નથી અને બે ગાથામાં કારણ નથી. જો એ કારણ હોય તો આ એનું કાર્ય થઈ ગયું. અને કર્તા હોય તો કર્મ થઈ ગયું. “ આત્માને સકળ કર્તુત્વનો અભાવ છે એવું દર્શાવે છે.”
આહાહા! સમયસાર-નિયમસાર શાસ્ત્ર અધ્યાત્મની પરાકાષ્ઠા. “હું રાગ નથી, દ્વેષ નથી, મોહ નથી તેમજ તેનું કારણ નથી.” મોહ એટલે ચારિત્ર મોહ લેવો હોં! અહીં દર્શનમોહ તો છે જ નહીં. મોહ પ્રત્યે નિર્મમ આવે છે ને એ. આહાહા ! “તેમનો હું કર્તા નથી, કારયિતા નથી, કર્તાનો અનુમોદક નથી.” કો'ક કરે છે એ તો મને ખબર છે પણ એ કરે તો ઠીક એવું અનુમોદન હું આપતો નથી.
“હું કોઈ નથી, માન નથી, તેમજ હું માયા નથી, લોભ નથી”, પહેલામાં રાગ-દ્વેષમોહ લીધા અને બીજામાં ક્રોધ-માન-માયા-લોભ લીધા. એ મારામાં નથી. તેમનો હું કર્તા નથી. કારયિતા નથી, આમાં કર્તાનો બોલ લીધો. રાગ-દ્વેષમાં કારણ નથી એમ લીધું. ક્રોધમાન-માયા-લોભ એના ભેદ કરો તો રાગ-દ્વેષ તેમાં આવી જાય છે. પહેલામાં હું રાગનું કારણ નથી અને બીજામાં હું ક્રોધનો કર્તા નથી એમ. આ પાંચ મૂળ ગાથા પૂરી થઈ.
ટીકાઃ- “અહીં” એટલે કે આ ગાથામાં કુંદકુંદાચાર્ય ભગવાન એમ કહેવા માગે છે કે “શુદ્ધાત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” ખરેખર તો શું છે કે હું કર્તા નથી એમાં એનો જ્ઞાતાએ નથી એ આવી જાય છે. કેવી રીતે આવી જાય છે? કોઈ પણ પરિણામ શુભ, અશુભ કે શુદ્ધ તે બધા પરિણામ લઈ લીધા. એનો હું કર્તા નથી. જેનો હું કર્તા ન હોઉં એ મારા જ્ઞાનનું શેય પણ ન હોય. જે પરિણામનો હું કર્તા થાઊં એ પરિણામ મારું ય થાય.
એમ જાણવામાં આવે છે કે હું કર્તા અને આ કર્મ. હું કારણ અને આ કાર્ય. હું કર્તા નથી, કર્તા બીજો છે. તો હું એનો જ્ઞાતા પણ નથી. કર્તા નથી એના ગર્ભમાં જ્ઞાતા નથી એ આવી જાય છે. પણ એક કર્તબુદ્ધિનો દોષ અને પર શેયને જાણું છું એ દોષ-ભ્રાંતિ છે. એ બન્ને દોષ બતાવવા માટે કહ્યું.
આ ગાથામાં એકમાં બન્ને સમાવી દીધું એમ મને અત્યારે વિચાર આવે છે. એનો બીજો ભેદ ન કર્યો કે “હું કર્તા તો નથી પણ હું એનો જ્ઞાતા નથી. એમ ન કહ્યું! કર્તા નથી એમાં જ્ઞાતા નથી એને સમાવી દીધું. અથવા એમાં સમાય જાય છે. એમ અત્યારે વિચાર
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com