________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૦૨
પ્રવચન નં-૮
જીવને બહુ આરંભ અને પરિગ્રહ વ્યવહા૨થી હોય છે.” આહાહા! દ્રવ્યમાં આરંભ પરિગ્રહ નથી. પર્યાયમાં હિંસાના પરિણામ આવે ત્યારે આત્મામાં હિંસાના પરિણામ થતા નથી. હિંસાના પરિણામ પર્યાયમાં થાય અને દ્રવ્યમાં ન થાય. જેમાં હિંસાના પરિણામ ન હોય તે આત્મા. હિંસાના પરિણામ અહિંસાના પરિણામ થાય એ અનાત્મા છે, એ અજીવ છે. એ બધા અજીવના ખેલ છે. ‘એકસ્ય હી પુદ્દગલસ્ય નિર્માણમ્'. એ બધા પરિણામ એકમાત્ર પુદ્દગલના જ છે, આત્માના એ પરિણામ નથી.
સંસારી જીવને બહુ આરંભ પરિગ્રહ વ્યવહારથી હોય છે. પર્યાયમાં જ્યાં સુધી આરંભ પરિગ્રહ છે ત્યાં સુધી પર્યાયમાં હોય છે. પર્યાયમાં આરંભ પરિગ્રહ હોય ત્યારે દ્રવ્યમાં આરંભ પરિગ્રહના ભાવકર્મ એમાં આવી ગયા એમ છે નહીં. આત્મા તો ત્રણેકાળ શુદ્ધ છે. પર્યાયમાં અશુદ્ધતા છે ત્યારે દ્રવ્ય શુદ્ધ છે. વ્યવહારથી હોય છે એટલે કે પર્યાયમાં હોય છે. વ્યવહારથી હોય છે એટલે નિશ્ચયથી હોતા નથી.
શું કહ્યું ? વ્યવહારથી હોય છે એટલે કે વ્યવહારનયના વિષયમાં હોય છે. પણ.....નિશ્ચયનયના વિષયમાં આરંભ પરિગ્રહ હોતો નથી. આ તો ચારેબાજુથી સર્વાંગી શાસ્ત્ર છે. વ્યવહારથી હોય છે વ્યવહારથી એટલે ? વ્યવહારનયનો વિષય જે ભેદ-પર્યાય એમાં આરંભ પરિગ્રહ છે. જેમ શુદ્ઘનયનો વિષય શુદ્ધ આત્મા-જ્ઞાનાનંદ પરમાત્મા છે એમાં એ ભાવ નથી. વ્યવહારથી હોય છે અને નિશ્ચયથી હોતા નથી.
**
“ અને તેથી તેને ના૨ક આયુના હેતુભૂત સમસ્ત મોહ-રાગ-દ્વેષ હોય છે, પરંતુ મને ”, ‘મને ’ એટલે આત્માને ! ‘મને ’ એટલે ત્યાં કુંદકુંદાચાર્ય ભગવાન ન લેવા. ‘મને ’ (સ્વમાં ) અહીંયાં લેવું. જ્યારે આરંભ પરિગ્રહ પરિણામમાં છે ત્યારે? ‘મને શુદ્ધનિશ્ચયનયના બળે', પેલું વ્યવહારનયથી આરંભ પરિગ્રહ પર્યાયમાં હતા તેવું જ્ઞાન કરાવ્યું. પર્યાયનું જ્ઞાન કરવું છે પર્યાયના નિષેધ માટે. પરિણામમાં ભલે હો! પણ શુદ્ધાત્મામાં એ થતા નથી.
આસવથી જુદો આત્મા છે. આસવને આત્મા બેય જુદી ચીજ છે. “પરંતુ મને શુદ્ધનિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” હું તો એક શુદ્ધાત્મા છું. શુદ્ઘજીવાસ્તિકાય એટલે અસંખ્યાત પ્રદેશી જીવદ્રવ્ય. બહુ પ્રદેશીને અસ્તિકાય કહેવાય. કાળાણું છે એક પ્રદેશી અને પુદ્ગલ પરમાણું છે એ પણ એકપ્રદેશી, અને બધાના ભગવાન આત્મા એ બહુ પ્રદેશી હોવાથી..... શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.
આરંભ અને પરિગ્રહના પરિણામ વ્યવહારનયે પર્યાયમાં છે. અને નિશ્ચયનયથી જોવામાં આવે તો! પરિણામ છે ત્યારે પરિણામને ગૌણ કરીને હું મારા સ્વભાવની સમીપે જઈને જોઉં છું એટલે કે શુદ્ઘનિશ્ચયનયના બળે એ આરંભ પરિગ્રહ મારામાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com