________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૦૩ નરકનું કારણ આરંભ પરિગ્રહ છે. નારકની પર્યાયનું કાર્ય થયું તો એનું કારણ તો કો'ક હોવું જોઈએ. તો તેનું કારણ કોણ છે? કે આરંભ પરિગ્રહના પરિણામ. કે એ પરિણામ કારણ છે? કે આત્મા કારણે થયો નારકીમાં? કે: આત્મા ત્રણકાળમાં એનું કારણ થતો નથી. તેમાં કર્તાપણું નથી અને કારણ પણું પણ નથી. કર્તા નથી એટલે ઉપાદાનપણે કર્તા નથી. અને નિમિત્તપણે પણ આત્મા કરતો નથી.
માટે મને શુદ્ધનિશ્ચયનયના બળે તેઓ નથી”, એટલે હું શુદ્ધ રહી ગયો છું. ત્રણેકાળ આત્મા શુદ્ધ છે. નિગોદનો આત્મા અત્યારે શુદ્ધ છે. આ કૂતરા-બિલાડા-ઢોર છે ને! એના આત્માઓ અત્યારે વર્તમાનમાં શુદ્ધ છે. જયપુરમાં એક દિલ્હીવાળા માજીએ પ્રશ્ન કર્યો, કે અમારે ત્યાં પંડિતો કહે છે કે જ્યાં સુધી સંસારી જીવ હોય ત્યાં સુધી આત્મા અશુદ્ધ થઈ ગયો! ખોટી વાત છે એ. એક સમયમાત્ર આત્મા અશુદ્ધ થતો નથી.
અશુદ્ધતા આસવની છે પણ જીવની નથી. જીવની શુદ્ધતા અને આસ્રવની અશુદ્ધતા તો ક્યો જીવ સાચો !? શુદ્ધ આત્મા જ સાચો. અશુદ્ધ તો આસ્રવ છે. એ આસ્રવ તો જીવ છે નહીં, એ તો પર્યાય છે. એક સમયની મલિન. એનાથી જુદો આત્મા છે એને દષ્ટિમાં લે ને ભાઈ !
આહા! વ્યવહારે છે નિશ્ચયે નથી એમ કહ્યું ને ?! વ્યવહારે એટલે એની પર્યાયમાં આરંભ પરિગ્રહ થાય, અને નારકની પર્યાય સંસારી જીવને સંયોગમાં આવે-જ્યારે પર્યાય આરંભ અને પરિગ્રહને કરે છે, અથવા પુદ્ગલ કરે છે ત્યારે આત્મા એને કરતો નથી. પણ થાય એને કરે નહીં ? કે: “હા”, એ જ ખૂબી છે. થાય છે માટે કરતો નથી. થવા યોગ્ય થાય છે માટે કરતો નથી. એ પર્યાયમાં સત્ અહેતુક એના અકાળે આરંભપરિગ્રહના પરિણામ આવે છે. કષાયના પરિણામ આવે છે પણ ભગવાન આત્મા એનાથી જુદો રહી ગયો.
પાણી ઉષ્ણ થાય પર્યાયમાં ત્યારે પણ પાણી શીતળ રહી જાય છે. (પ્રશ્નો પર્યાયમાં ઉષ્ણતા છે ત્યારે? કે ત્યારે જ શીતળ છે. (પ્રશ્ન) કેટલા ટકા? (ઉત્તર) સો ટકા. (પ્રશ્ન) પચાસ ટકા ઉનું અને પચાસ ટકા ઠંડુ (ઉત્તર) કે નહીં? સો ટકા એનો સ્વભાવ શીતળ અને સો ટકા એની પર્યાય ઉષ્ણ છે. બન્નેમાં સો એ સો ટકા છે. તેમાં ટકાવારીની વહેંચણી નથી. એનાથી આગળ કહે છે કે એ પાણીની પર્યાય જ નથી. એ તો અગ્નિની અવસ્થા છે. કેમકે સામાન્યની સાથે વિશેષ મળતું આવતું નથી.
સામાન્ય પડખું શીતળ હોય અને વિશેષ એની પર્યાય ઉષ્ણ હોય એમ છે નહીં. લક્ષણ ભેદે ભેદ છે (પ્રશ્ન) તો પછી ઉષ્ણતા કોની છે ? (ઉત્તર) અગ્નિની છે. (પ્રશ્ન) ક્યારે ? (ઉત્તર) કે પાણી ઉષ્ણ છે એમ વ્યવહારીજનો કહે છે ત્યારે! જ્ઞાનીઓ તો કહેતા નથી.
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com