________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૫ જીવસ્થાનો છે, કે ત્રીજું “ગુણસ્થાનો ચૌદ” ... “શુદ્ધનિશ્ચયનયથી પરમભાવ સ્વભાવવાળાંને ” પરમભાવ એટલે પરમપરિણામિકભાવ જેનો એટલે મારો સ્વભાવ છે એવા સ્વભાવવાળાને (-પરમભાવ જેનો સ્વભાવ છે એવા મને) નથી. શું કહે છે? ચૌદ ગુણસ્થાન-માર્ગણાસ્થાનના ભેદો પર્યાયના, એ પર્યાયના ભેદો મારામાં નથી, મને નથી, એનો હું કર્તા નથી. સીધો તો કર્તા નથી, કરાવતો પણ નથી અને એ પુદ્ગલના અભાવથી થાયમાટે કર્મનો અભાવ થાય ને મને થાય, એવું હું એને અનુમોદન પણ આપતો નથી.
દર્શનમોહનો ઉપશમ થાય ને મને સમ્યક્દર્શન થાય-દર્શનમોહના અભાવથી થાય ને એ થાય તો ઠીક, અને જ્ઞાનાવરણ-કેવળજ્ઞાનાવરણ પ્રકૃતિનો અભાવ થાય ને મને કેવળજ્ઞાન થાય તો ઠીક, એવું હું અનુમોદન પણ આપતો નથી. અને હું કારણ પણ નથી, ચાર બોલે છે જુઓ (સમયસાર ગાથા) ૩૨૦ માં તો બે બોલ છે-કર્તા નથી ને કારણ નથી, ૩૨૦ ગાથા કરતાં પણ ઊંચી ગાથા ! કેમકે આમાં કર્તા નથી ને કારણે નથી બે બોલ તો લીધાં પણ.... આમાં ઉપરાંત કરાવતો નથી બીજાની પાસે, બીજો કોક કરે છે એની મને જ્ઞાનમાં ખબર પડી ગઈ છે, એ કરે તો ઠીક એવું અનુમોદન પણ હું આપતો નથી. અને હું કારણ પણ નથી.
ઓમાં (ગાથા ૩૨૦ માં) અકારક ને અવેદક શબ્દ લીધા હતા, અકર્તા છું ને કારણ નથી ઉપરાંત અવેદક શબ્દ પણ ઉમેર્યો હતો એટલી વિશેષતા છે એમાં આનંદનો ભોક્તા પણ આત્મા નથી, આમાં કહે છે કે કર્તા-કારયિતાનથી માટે એમાં ભોક્તા નથી એ સમાય જાય છે-અકારકમાં અવેદક સમાય જાય છે, જે કરે છે તે ભોગવે-હું પરિણામને કરતો નથી.
(આગળ કહે છે, “મનુષ્ય અને તિર્યંચપર્યાયની કાયાના, વયકૃત વિકારથી (-ફેરફારથી) ઉત્પન્ન થતા બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થાદિરૂપ”—મનુષ્ય અને તિર્યંચ બેમાં લીધું હો? નારકીને દેવને નહીં. (વયકૃત ફેરફાર) ઈ કાંઈ દેવ કે નારકીમાં નથી. મનુષ્ય અને તિર્યંચને આ લાગૂ પડે છે. “બાળ-યુવાન-સ્થવિર-વૃદ્ધાવસ્થારિરૂપ અનેક
સ્કૂલ-કૃશ વિવિધ ભેદો..... શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાય મારે નથી.” એ બાળપણું-વૃદ્ધપણું હું મનુષ્ય બાળવૃદ્ધ-સ્થવિર એ (વયકૃત ફેરફાર) મારામાં નથી. હું બાળક નથી, પ્રૌઢ નથી, વૃદ્ધ નથી, હું તો શુદ્ધઆત્મા છું. અનેક સ્થૂલ-કૃશ વિવિધ આવા જે ભેદો ભિન્ન ભિન્ન અનેક પ્રકારના દેખાય છે એ સંયોગથી (સંયોગીભાવથી) હું સ્વભાવથી ભિન્ન છું! – શુદ્ધનિશ્ચયનયના અભિપ્રાયે (મારે નથી. એટલે કે આત્માની સન્મુખ થઈને, ભગવાન આત્માના જ્યારે દર્શન કરે અનુભવ કરે, એની મુખ્યતાથી હું જોઉં તો આ ભાવ બધાં મારામાં નથી.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com