________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૭૨
પ્રવચન નં-૧૫ મૂક્યું નહીં અભિમાન ” હું જાણું છું. સામાન્ય જીવોને તો દોષ થાય, પણ શાસ્ત્રપાઠીનો મોક્ષ થવો મુશ્કેલ છે! (કારણ કે) અહમ્ હોય એને, હું જાણું છું (જ્ઞાની કહે છે) તું કાંઈ જાણતો નથી. અરે! ગૌતમ ગણધર કહે છે કે, હું કાંઈ જાણતો નથી...ક્યાં કેવળજ્ઞાન સમુદ્ર અને આ અમારુ અલ્પ ઉઘાડ જ્ઞાન! અમે કાંઈ જાણતા નથી પ્રભુ! આહાહા! જો...જ્ઞાનના ઉઘાડનું અભિમાન ચડી જાય તો ભવ હારી જાય! એ જ્ઞાન નથી એ તો જ્ઞેય છે. એ (૫૨) શેય વધ્યું છે જ્ઞાન તો પ્રગટ જ થયું નથી વધે ક્યાંથી ? પ્રગટ થાય તો વધે ને જ્ઞાન! પણ હજી પ્રગટ જ થયું નથી તો વધ્યું ક્યાંથી કહીશ તું? આ તો શેયનો ઢગલો થયો! જ્ઞેય વધ્યું એટલે, જેમ પૈસાનો ઢગલો થાય ને! આ એમ છે પ્રભુ!
આ આત્મા જ્ઞાતા છે-અકર્તા છે-અકારણ છે હો! કોઈનું કારણ હું નથી, કર્તા નથી કેમકે હું ત્રિકાળ ઉપાદાન નિષ્ક્રિય છું માટે હું પરિણામનો કર્તા નથી, પરિણામનો કર્તા પરિણામ છે, હું તો અકર્તા છું.
જે જે પરિણામ થાય તેનું કારણ હું નથી, એનું નિમિત્ત કારણ કર્મનો અભાવ છે પણ હું કારણ નથી. શું કહ્યું? આહા ! પરિણામનો કર્તા તો પરિણામ છે કેવળજ્ઞાનની પર્યાયનો પણ, એનું કારણેય હું નથી. જો તારે નિમિત્ત કારણ જોઈતું હોય તો તે જ્ઞાનાવરણ કર્મનો અભાવ થઈને એ થયું છે પણ મને તમે કારણ કહેશો નહિ! કેમકે હું તો પ્રથમથી જ હતો-હુ તો અનાદિથી જ હતો, જો હું (પરિણામનો ) કર્તા હોઉં તો અનાદિથી જ કેવળજ્ઞાન થવું જોઈએ અને હું (જો) કારણ હોઉં તો તે થવું જોઈએ માટે હું (પરિણામનો ) કર્તાય નથી અને કારણ પણ નથી. મને તમે આળ દેશો મા! (અકર્તાનો કર્તા માનશો નહિ) પ્રભુ! અંદરથી બોલે છે.
પ્રભુ-વિભુ અંતર આત્મા બિરાજમાન એ અંદરથી બોલે છે-જ્ઞાનાનંદ પરમાત્માનો અંતર્ અવાજ આવે છે, એને ભાષા તો નથી પણ એ બોલે છે. મને આળ આપશો મા-હું કરનાર નથી! મને કરનાર તરીકે ઓળખો નહિ નહિંતર નુકસાન તમોને થશે. ક૨ના૨ તરીકે પ્રતિપાદન કરો નહિ તમે આહાહા! પ્રતિપાદન કરવું હોય (જો ) મારા વિષે એટલે બધાયના આત્મા વિષે હોં! મારા વિષે એટલે આ (એકલા ) મારા વિષે નહીં, મારા વિષે એટલે (સૌસર્વ) આત્મા વિષે તમારે પ્રતિપાદન કરવું હોય, તો એટલું કરો કે હું તો જાણનાર છું! આહા ! હું કરનાર નથી, અને કારણ પણ નથી. ચાર બોલ છે આમાં કર્તા, કાયિતા, અનુમંતા ને કારણ-ચાર બોલ છે. કારણ એટલે કે નિમિત્તકારણ નથી. આહા! અને આત્મા કર્તા નથી એટલે ઉપાદાનપણે પણ કર્તા નથી. એ તો સ્વયં પોતાની શક્તિથી પર્યાય પોતાના ષટ્કા૨કથી પ્રગટ થાય છે. એનાં સ્વઅવસરે....આહા ! હું પરિણામની
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com