________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૩ સામે જોતો નથી અને પરિણામ પ્રગટ થઈ જાય છે, તો પછી હું (એને) કરું ક્યાંથી? પરિણામની સામે જોઉં તો, પરિણામને કરું! અને પરિણામનું કારણ ક્યારે છું? કાર્ય સામે હું જોઉં તો મને કારણ પણે દેખાય, એ કાર્ય મને દેખાતું નથી મને તો પરમાત્મા ( જ્ઞાયકભાવ) દેખાય છે. હું તો કર્તાય નથી ને કારણ પણ નથી.
આહા..હા! આ કર્તાપણાનું શલ્ય જીવને અનાદિનું છે. “હું કરું હું કરું એ જ અજ્ઞાનતા, શકટનો ભાર જેમ શ્વાન તાણે; સૃષ્ટિમંડાણ એની પેરે, કોઈ યોગી, યોગીશ્વરા જાણે.'—યોગી એટલે ધર્માત્મા અને સર્વે પદાર્થો જડને ચેતન સ્વયં ટકીને બદલે છે! આહાહા ! ઇંગ્લીશમાં આવે છે, પરમેનેન્ટ વીથ એ ચેઇન્જ પરમેનેન્ટ એટલે પદાર્થ ટકીને પર્યાયથી પલટે છે, પલટે છે એની મેળે કોઈ પલટાવતું નથી ! આહાહા આ પંખો ઇલેકટ્રીકથી હાલતો નથી, આ ભાષાનું કારણ આત્મા નથી, સ્વયં ભાષા (વર્ગણા) પ્રગટે છે, આહાહા ! અરે! પ્રત્યેક જડ ચેતનના પરિણામમાં ઉત્પાદું વ્યય સ્વયં અહેતુક થાય છે. સત્ છે ને! પરિણામ બધા નિરપેક્ષ છે, કોઈને કોઈની અપેક્ષા નથી, તો કર્તા બુદ્ધિ છોડી દે: તો તને સમ્યગ્દર્શન થશે. પણ અનાદિની કર્તા બુદ્ધિ છે, ને કર્તબુદ્ધિ છોડી ઘે તો છેવટે કારણ છું(માને કે ) હું એને કરતો નથી હું તો નિમિત્ત છું માત્ર ! સગપણ તો એનાં કારણે થયું છે પણ મેં જરા વાત ચલાવી (આપણે તો માત્ર નિમિત્ત છીએ) મર્યો (કર્તા બની ગયો ) દુનિયામાંથી ગયો!
અરે, હું એને જાણું છું તોય મરે છે, તો કરવામાં તો મોતનો બાપ થઈ ગયો!
આચાર્ય ભગવાનને ખૂબ મસ્તી ચડી ગઈ, આ પાંચ ગાથામાં, શુદ્ધોપયોગ પ્રગટ થાય છે. તે કહે છે કે ગુણસ્થાન, માર્ગણાસ્થાન (આદિ) નો કર્તા નથી. શુદ્ધ ઉપયોગ પ્રગટ થાય છે, એનો હું કરનાર નથી. પણ સાહેબ ! કર્તબુદ્ધિ છોડો એ બરાબર છે પણ આ પરિણમ્યું છે દ્રવ્ય, એને ઉપચારથી કર્તા કહેવાય કે નહીં? કે ઉપચારથી કર્તાનો વિકલ્પ ઊઠે છે એટલે મારું છઠ્ઠ ગુણસ્થાન થઈ જાય છે (સાતમામાંથી)! સાતમામાંથી ઉપર જવા માટે, એટલે ઉપચારના કર્તાપણાનો નિષેધ કરીને હું તો સ્વરૂપમાં લીન થઈ જાવ છું! આહાહા! આનું નામ પરમાર્થ પ્રતિક્રમણ, શુદ્ધ ઉપયોગની દશા કહેવામાં આવે છે આ ચારિત્રની દશા છે. પ્રતિક્રમણ છે તે ચારિત્રની દશા છે.
આ ચારિત્રના દિવસો છે બધા દશ લક્ષણી પર્વ છે ને એ દશેય ધર્મો મુનિરાજના મુખ્યપણે છે. (શ્રોતા:-) એને કરવા પડતા નથી? કેઃ “ના', કરે કોણ? જાણે તો કરે ને! હું તો (પરિણામને) જાણતોય નથી તો કરું ક્યાંથી! હું તો જાણનારને જાણું છું ! ! ( આ મૂળ વાત છે હોં મૂળ !
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com