________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૪
પ્રવચન નં-૧૫ (પૂજ્ય ) ગુરુદેવનો માર્ગ ચાલુ રહેશે એમ લાગે છે, પાંચમા આરાને છેડા સુધી (ચાલુ રહેશે) સોગાનીજીએ કહ્યું છે ને! આ બધો ગુરુદેવનો પ્રતાપ છે, એનું કહેલું કહેવામાં આવે છે. આહા...હા ! એમનું કહેવું છે ને એ આપણે ઘૂંટીએ છીએ ( અહીંયાં તો) ઘૂંટણ કરવામાં આવે છે. આ અધિકાર ઘણો ઊંચો છે, ઘણો ઊંચો અધિકાર! શ્રવણબેલગોલા ગયા હતા અમે, ત્યાં પહાડ ઉપર ભદ્રબાહુસ્વામીની ગુફા છે (તેઓશ્રી) ત્યાં તપ કરતા હતા. તેઓશ્રી બે અંગધારી હતા. ત્યાં, ત્યાંના ભટ્ટારક આવતા સ્વાધ્યાય માટે, સ્વાધ્યાયનો રસીક જીવ તેઓ આમ તો ત્યાંના રાજા કહેવાય તો પહેલા દિવસે તો તેમના માણસો આવીને...પાટ પાથરીને, ગોઠવીને ગયા, એટલે પહેલે દિવસે ત્યાં બેસી ગયા અને આ “પરમાર્થ પ્રતિક્રમણ ” (ગાથાઓનું વ્યાખ્યાન) સાંભળ્યું ને બીજે દિવસે એના માણસને કહે તું આ બધું લઈ જા, આંહીથી, નીચે બેસી ગયા પછી વાત એણે સાંભળી પૂરી આ પ્રતિક્રમણની અને હલી ગયો જીવ! અહા ! મેં તો ઘણા ત્યાગીઓ, મુનિઓ પાસે વાત સાંભળી.. પણ આ વાત કોઈ જુદા પ્રકારની છે. (આવી સત્ય વાત) સોનગઢના સંત પાસે જ છે. એવી અલૌકિક વાત છે ‘આ’!
પ્રભુ! જ્ઞાતા છો ને! ચક્ષુ શું કરે? દશ્યપદાર્થને દેખે. એ પણ દૂર રહીને દેખે. એની (દશ્યની) સમીપે જઈને ન દેખે, આમ દેખે બસ! બસ દેખે, માત્ર! (દશ્યપદાર્થને) કરે નહીં, વેદે પણ નહીં, એમ આ જ્ઞાનચક્ષુ ભગવાન આત્માનો જ્ઞાન-ઉપયોગ લક્ષણ છે, ઉપયોગ લક્ષણ (હરસમયે) પ્રગટ થાય છે એ ઉપયોગ, માત્ર પોતાને (જ્ઞાયકને) જાણતાં જાણતાં,
યોની સન્મુખ થયા વિના, શયો જણાય એને જાણે એમ કહેવામાં આવે છે. એ જ્ઞાન, ( શયોને) કરે ને વેદે એમ છે નહીં, જ્ઞાની તો અકારક ને અવેદક છે. એ કર્તાપણું જ્ઞાનમાં નથી. “જાણવું” એ જ્ઞાનનો ધર્મ છે, “કરવું” એ જ્ઞાનનો ધર્મ નથી.
જ્ઞાનની પર્યાય જ્ઞાન પર્યાયને ન કરે એ જ્ઞાનની પર્યાય રાગને કરે એ વાત ક્યાંથી લાવ્યો તું? જ્ઞાનની પર્યાય સ્વયં પ્રગટ થાય છે એમ જણાય છે, મેં જ્ઞાન પ્રગટ કર્યું, એમ જોવામાં આવતું નથી, કેમકે એમ છે નહીં.
એમ છે નહીં (ભાઈ !) પર્યાયના પકારક-ક્ષણિક ઉપાદાનથી, સ્વઅવસરે થાય છે, ભાવનામની શક્તિ છે તે કારણે કોઈને કોઈ પરિણામ પ્રગટ થાય થાય ને થાય.
(કર્તાપણાનું) અભિમાન નીકળી જાય, હું તો જાણનાર છું–દેખનાર છું કરનાર નથી.
ટીકાઃ- “અહીં શુદ્ધઆત્માને”...આહા! આ બધાય આત્મા શુદ્ધ છે હોં! કોઈ આત્મા અશુદ્ધ નથી. ભૂતકાળે અશુદ્ધ થયો નહોતો, વર્તમાનમાં અશુદ્ધ છે નહીં, ભવિષ્યકાળે પણ અશુદ્ધ થશે નહીં. એ તો ત્રણે કાળ શુદ્ધ રહેલો છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com