________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૫ આહાહા ! પરિણામમાં શુદ્ધતા અને અશુદ્ધતા બે પ્રકારે પડે છે પણ જીવના બે પ્રકાર નથી એ તો પ્રથમથી જ શુદ્ધ છે. આ વાત કળશ-૭૧માં આવી ગઈ છે.
અહીં એટલે આ ગાથાઓમાં ટીકાકાર એમ કહે છે કે “અહીં શુદ્ધ આત્માને સકળ”બધા પ્રકારના “કર્તુત્વનો અભાવ છે એમ દર્શાવે છે.” (એટલે કે, કોઈ પણ પરિણામનો આત્મા કર્તા નથી. હવે પરિણામનો કર્તા નથી તો જડકર્મને કરે, આ હાથને હલાવે? ક્યાં વાત રહી બાપુ! શાંતિથી સાંભળવા જેવી વાત છે.
હલતા હાથને કોઈ હલાવી શકે નહીં, ચાલતા પગને કોઈ ચલાવી શકે નહીં, (સ્વર્ય) નીકળતી વાણીને કોઈ કરી શકે નહીં, એ તો દૂર રહો, પણ આંહી તો અંદરના પરિણામની વાત, સૂક્ષ્મ કહેવા માગે છે.
(શું કહે છે:-) “શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.” આત્મા જ્ઞાતા છે બધાયના આત્મા જ્ઞાતા છે. જ્ઞાનમય આત્મા છે. અકર્તાને અભોક્તા-અકારક ને અવેદક આત્માનું મૂળસ્વરૂપ છે. માટે સકળ કર્તુત્વનો અભાવ-નિશ્ચય કર્તા નહીં ને વ્યવહારેય કર્તા નહીં (કોનો?) નિર્મળપર્યાયનો! સમ્યગ્દર્શનનો નિશ્ચય કર્તા નહીં.
તો...નિશ્ચય કર્તા કોણ અને વ્યવહાર કર્તા કોણ? એમ બે પ્રશ્ન આવે, (તેનો ઉત્તર આ છે કે, નિશ્ચયે સમ્યગ્દર્શનની પર્યાયનો કર્તા પર્યાય છે. વ્યવહાર કર્તા કોણ? કે દર્શનમોહનો અભાવ થયો એ વ્યવહાર કર્યા છે. નિમિત્તકારણ જોઈએ ને તારે ?! તો દર્શનમોહનો અભાવ છે નિમિત્ત. કર્તા જોઈએ તો પર્યાયનો કર્તા પર્યાય છે. કારણ જોતું હોય તો દર્શનમોહનો અભાવ એમાં નિમિત્તકારણ છે, પણ હું તો એમાં કર્તા કે કારણ થતો નથી.
આહા....! છતાં, આત્માના લક્ષે થાય છે (સમ્યકદર્શનપર્યાય) તો તેને ઉપચાર કર્તા પણ કહેવાય, વાત આવે ખરી ક્યાંક-ક્યાંક (શાસ્ત્રમાં) છે પણ આંહીયાં તો એનાં કરતા કોઈ આગળની વાત (કધી છે) આહાહા ! આત્માને લક્ષે થાય ને પરિણામ (નિર્મળ) તો એને ઉપચારથી કર્તા કહેવામાં આવે-વાત બધી ખ્યાલમાં છે!
પણ એ ઉપચારથી કર્તાપણું પણ, ઉપચારથી કર્તામાં અટકીશ, તો સંભવ છે કે કર્તાબુદ્ધિ થઈ જશે.
મૂળમાં ઘા મારી દે“તો જાણનાર છું!” નિશ્ચય કરનાર નહીં ને વ્યવહારેય કરનાર નથી.
(અનાદિથી જીવની) બે ભૂલ છે. (પરિણામની) કર્તાબુદ્ધિને જ્ઞાતાબુદ્ધિ! પરિણામનો હું કર્તા ને કાં પરિણામનો હું જ્ઞાતા, (આ) બે પ્રકારની ભૂલ રહી ગઈ છે (તેથી) ચાર ગતિમાં રખડે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com