________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
પ્રવચન નં-૧૫ તેમાં અહીંયાં કહે છે કે સકળ કર્તૃત્વનો અભાવ છે. આત્મા કરનાર છે એમ હવે તમે ન માનો! આત્મા, કેવળ જાણનાર છે-કેવળ જ્ઞાતા છે. આહા..! પ્રભુ, હું કેવળ જ્ઞાતા છું-“ પ્રભુ મેં જ્ઞાયકરૂપ કેવલ જાણનહારા!” પ્રભુ, મારું રૂપ જ્ઞાયક છે અને કેવળ જાણનહારા ! કેવળ શબ્દ કાઢી નાખો ને તો કથંચિત્ જાણનાર અને કથંચિત્ કર્તા? તો સ્યાદવાદ થાય ! સ્વાવાદનો આત્મામાં અભાવ છે લે ! કથંચિપણું હુમણાં કાઢી નાખ, જ્ઞાન પ્રગટ થશે એ જ્ઞાનમાં જણાશે, સ્યાદ્વાદ પ્રગટ થશે, એ જાણશે એના ઉપર છોડી દે ને! આહાહા !
આહાહા! “કેવળ જાણનાર” “કેવળ ' શબ્દમાં વજન છે. (શું કહે છે?) કેવળ વજની છે, કેવળ-ઓન્લી-માત્ર-ફક્ત! આહા..હા! (શું કીધું?) કેવળ જાણનહાર! કેવળ જાણનહાર? કે કથંચિત્ જાણનાર ને કથંચિત્ કરનાર ? (તો) સ્યાદ્વાદ સિદ્ધ થાય! (અરે ભાઈ, કેવળ એક જાણનારને તું કર્તાપણે સ્થાપશે, તો તને દ્રવ્યદષ્ટિ નહીં થાય, ને અનુભવ નહીં થાય તો અનુભવ જ્ઞાનમાં સ્યાદ્વાદ પણ નહીં આવે.
સ્યાદ્વાદ તો નવીન ઊભો થાય છે અનુભવ પછી. આંહીયાં કહે છે કે શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે. આત્મા કેવળ જ્ઞાતા છે, કર્તા નથી, કેવળ ! એ (ગાથા૩૨૦) ને ગાથા ૧૧૪નું પુસ્તક બહાર પડયું છે “અધ્યાત્મ પ્રવચન રત્નત્રય” એમાંય (પૂ.) ગુરુદેવે એકસો એકવીસ પાના ઉપર એવી વાત લીધી છે. “આત્મા કેવળ જ્ઞાતા છે” કથંચિત્ કર્તા છે એમ છે નહીં-બધું ગુરુદેવ કહી ગયા છે, પણ ધ્યાન ખેંચાવું જોઈએ ને !
(જીવોને) કર્તબુદ્ધિ છૂટતી નથી, પછી તો જ્ઞાતાબુદ્ધિ ય છોડવી કે કારખાનું જણાતું નથી. આહા..હા ! પણ કારખાનાનો માલિક થઈને બેઠો હોય કે મારું કારખાનું !
અરે! પરિણામ તારા નથી, દ્રવ્ય તારું છે, લે ને! પરિણામ સાથે સ્વ-સ્વામી સંબંધપણાનો પણ અભાવ છે. જ્ઞાયક હું ને હું એનો સ્વામી ! સ્વ-સ્વામીસંબંધ સામાન્ય સાથે લે ને! વિશેષ-નાશવંત સાથે શા માટે સ્વસ્વામી સંબંધ જોડે છે!
“બહુ આરંભ તથા પરિગ્રહનો અભાવ હોવાને લીધે હું નારકપર્યાય નથી.” “ સંસારી જીવને બહુ આરંભ-પરિગ્રહ વ્યવહારથી હોય છે અને તેથી જ તેને નારક-આયુના હેતુભૂત સમસ્ત મોહ-રાગ-દ્વેષ હોય છે, પરંતુ. પરંતુ આવ્યું! ( એ બધું ) વ્યવહારે હોય છે. જ્ઞાન કરાવ્યું વ્યવહારનયનું પણ એ વ્યવહારનું જ્ઞાન નિષેધ માટે છે.
કે તમે વ્યવહારનયને જાણો છો-માનો છો? કે હા, માનીએ છીએ. વ્યવહાર સ્થાપીએ છીએ, શું કામ કે નિષેધ કરવા માટે. વ્યવહાર શા માટે સ્થાપે છે જ્ઞાનીઓ? નિષેધ કરવા માટે સ્થાપે છે.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com