________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૭ (જુઓ હવે શું કહે છે ) “પરંતુ મને 'આહાહા ! પોતાથી વાત કરે છે (મુનિરાજ પોતે) ઈ બધાએ મને (સમજીને જ) વાંચવું. આમાં લખેલું હોય ને પોતે શું વાંચવું? મને', મને એટલે અહીયાં (પોતા તરફ ) આવવું. જે વાંચે એને લાગુ પડે ને! શાસ્ત્ર બંધ કરી રાખ્યું હોય કે ન વાંચે એને લાગુ પડે નહીં, વાચે જ નહીં બંધ રાખે પુસ્તક, તો “મને ક્યાંથી લાગુ પડે ?
આહાહા! આ તો સંસારનો અભાવ થાય, એવી વાત છે. આહા! નિકટભવી જીવને તો અમૃત લાગે ! આહા...હા! અલ્પકાળમાં જેનો મોક્ષ થવાનો હોય..એને અંદરમાંથી હુકાર આવે. ભલે! સમ્યકદર્શન થવા ને થોડીકવાર લાગે, એનું કાંઈ નહી, પણ અંદરમાંથી હકાર આવે કે:
હું તો જાણનાર છું, કરનાર નથી. આટલા સંસ્કાર જો ઊંડા પેસી ગયા, તો કર્તા બુદ્ધિ છૂટીને અનુભવ થશે.
(કહે છે.) “પરંતુ મને શુદ્ધ નિશ્ચયનયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી” (એટલે કે) નારકની પર્યાય મને નથી. ભૂતકાળમાં હતી પણ મને નહોતી. ભૂતકાળમાંઅનંતકાળ ગયો એમાં નારકની પર્યાય આવી 'તી એનું પ્રતિક્રમણ કરે છે કે એ “મને નહોતી. હું નારકી થયો નહોતો. આહા..હા! પણ વ્યવહારનયે જે કહેવામાં આવે છે....પરંતુ નિશ્ચયનયના બળે, હું ભૂતકાળમાં જઈને નારકની પર્યાયમાં જોઉં છું તો એ નારક પર્યાયથી રહિત એ વખતેય હું હતો, એ વર્તમાનમાં જ્ઞાન મને થયું છે. ભૂતકાળમાં પણ વર્તમાનમાં જ્ઞાન થયું કે હું ભૂતકાળમાં ય નારકી થયો નહોતો.
સમજાણું શોભના? અત્યારે તો નારકી નથી. પણ ભૂતકાળમાં બધા જીવો, નરકમાં જઈ આવ્યા છે હો બધાય, ચારે ગતિમાં રખડ્યા છે બધાય જીવો કહે છે કે ભૂતકાળમાં વ્યવહારનયે, જે કહેવાતું હતું-મારા ઉપર આરોપ આવતો હતો, કે આ નરકનું દુ:ખ એણે ભોગવ્યું. પરંતુ, હું નિશ્ચયનયના બળે આજે દાંડી પીટીને કહું છું કે હું ભૂતકાળમાં નારકી નહોતો, હું તો ભૂતકાળમાંય જ્ઞાયકપરમાત્મા હતો. ભૂતકાળમાંય “મને” નારકપર્યાય લાગુ પડતી નથી. આહા..હા! (જુઓ આ) ભૂતકાળનું પ્રતિક્રમણ, ભાવિના પચખાણ, વર્તમાનની આલોચના.
પણ..વર્તમાનમાં નિર્ણય કરીને અનુભવ કરે છે, તેને જ પ્રતિક્રમણ ને પ્રત્યાખ્યાન હોય છે. એ ધ્યાન રાખવાનું! આહાહા! વર્તમાનમાં જે જ્ઞાની થઈ જાય છે એને જ ભૂતના પ્રતિક્રમણ અને ભાવિના પ્રત્યાખ્યાન હોય. વર્તમાન અજ્ઞાની રહે, એને તો ભૂતકાળનું પ્રતિક્રમણ નથી અને ભાવિના પ્રત્યાખ્યાન પણ નથી. એ તો ભૂતકાળમાં હું નારકી હતો ને
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com