________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૮
પ્રવચન નં-૧૫ ભૂતકાળમાં હું દેવપર્યાય હતો, રહેવા દે! આત્મા ઉપર નજર કર !
(જ્ઞાનીઓ) આત્મા ઉપર વર્તમાનમાં નજર કરીને, ભૂતકાળને જુએ છે. આત્મા ઉપર નજર વર્તમાનમાં કરે છે અને નજર કરીને જોયું, તો ભૂતકાળમાં હું નારકી નહોતો. વ્યવહારનય એ ભલે કહે પણ હું એનો (શુદ્ધનિશ્ચયના બળે) નિષેધ કરું છું.
(કહે છે કે:) “પરંતુ મને-શુદ્ધનિશ્ચયના બળે શુદ્ધજીવાસ્તિકાયને તેઓ નથી.” શુદ્ધજીવાસ્તિકાય કેમ કહ્યું? આત્મા છે તે બહુuદેશી છે, અસ્તિકાય છે. બહુપ્રદેશી અસંખ્યાતપ્રદેશી આત્મા છે, તેથી તેને જીવાસ્તિકાયતત્ત્વ કહેવામાં આવે છે.
શુદ્ધનિશ્ચયનયથી હું જોઉં છું તો ભૂતકાળમાં (મને) નરકની પર્યાય હતી જ નહીં ને! આહા! હું તો એ વખતે ય પરમાત્મા ને અત્યારે ય પરમાત્મા ને ભાવિમાં પણ પરમાત્મા ત્રણે ય કાળ પરમાત્માપણે જ રહેલો છું. નારકપર્યાય મને લાગુ પડતી નથી. આહાહા ! કોઈ અપૂર્વ વાત છે.
તિર્યંચપર્યાયને યોગ્ય માયામિશ્રિત” તિર્યંચમાં જે જાય અને અમુક પ્રકારના માયાકપટના ભાવ આવે.
(પૂજ્ય) ગુરુદેવશ્રી ફરમાવતા કે આ શેઠિયાવ બધા આખો દિ' માયાકપટના ભાવો કરે છે તે બધાં તિર્યંચમાં જવાના છે, એમને ક્યાં ફાળો કરવો હતો. (ભાઈ !) માયા-કપટ કરવા જેવો નથી. બોલે કાંઈ, કરે કાંઈ આહાહા! (ચોવીસેય કલાક) કુળ-કપટના ખેલ! કુળ-કપટના ખેલ કરવાથી તો એ જીવ મનુષ્યપર્યાય હારી જાય, તિર્યંચમાં જાય.
તિર્યંચ પર્યાયને યોગ્ય માયામિશ્રિત અશુભ કર્મનો અભાવ હોવાને લીધે હું સદા (તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું.) ” જોઈ લેજો હું “સદા” તિર્યંચ પર્યાયના કર્તૃત્વ વિહીન છું. આહાહા! કોઈ કાળે–સદાએકસમય પણ તિર્યંચપર્યાયને યોગ્ય માયા-કપટ મેં કર્યા નથી. ભૂતકાળમાં “હું” તિર્યંચ નહોતો, તિર્યંચ પર્યાયને યોગ્ય માયા-કપટના (ભાવનો) કરનાર હું નહોતો, હું તો જાણનાર જ હતો, એ વખતે પણ જાણનાર જ હતો.
આહા ! જાણનારપણે રહ્યો હતો વર્તમાનમાં જાણનાર છું, ભવિષ્યમાં પણ.... જાણનારપણે રહેવાનો છું. વિભાવ કરનાર હું નહીં.
આહા! (હું) “સદા તિર્યંચપર્યાયના કર્તુત્વ વિહીન છું.” “સદા ' શબ્દ વાપર્યો (છે). તિર્યંચને યોગ્ય, માયા-કપટ એનાં પરિણામ, મેં ભૂતકાળમાં કર્યા નહોતા, ત્યારે કોણે કર્યા હતા? એ પરિણામનો કર્તા પરિણામ હતાં, એ પરિણામ તે વખતે મારા આત્માએ કર્યા નહોતા, એ અજ્ઞાનદશાથી મેં માન્યું 'તું, એ માન્યતા છૂટી ગઈ, તો ભૂતકાળમાં પણ હું કર્તા નહોતો, એમ અત્યારે ભાન થઈ ગયું!
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com