________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
ચૈતન્ય વિલાસ
૧૭૯
શું કહ્યું, સમજાય છે? વર્તમાનમાં જ્ઞાતા થાય છે, (તેથી) ભૂતકાળમાં લંબાય છે તેનું જ્ઞાન...ભૂતકાળમાંય મેં એ પરિણામને કર્યાં નહોતા, એ પરિણામનો કર્તા પરિણામ હતા, એ ભૂતની ભૂલનું પ્રતિક્રમણ કરીને આત્મા નિર્મળાનંદનો અનુભવ કરે છે. પ્રતિક્રમણ એટલે શુદ્ધઉપયોગ (પ્રગટે છે)
આ પ્રતિક્રમણ સાંજે અહીંયાં બોલાય છે એ શુભભાવ છે, (અને) આ પ્રતિક્રમણ જુદું (શુદ્ધોપયોગરૂપ ) ઓલું આંહી બોલાય છે ને સાંજે સાતથી આઠ, ( પ્રતિક્રમણના પાઠનો ) સ્વાધ્યાય (એ શુભભાવરૂપ) એવાં પ્રતિક્રમણ તો અનંત વાર કર્યાં! આ (શુદ્ધઉપયોગરૂપ ) પ્રતિક્રમણ એક સમયમાત્ર પણ જીવે કર્યું નથી, આ જ કરવા જેવું છે-( પરંતુ ) કર્તાબુદ્ધિ (અને જ્ઞાતાબુદ્ધિ પરિણામની ) છૂટે ત્યારે આ પ્રતિક્રમણ થાય. કર્તાબુદ્ધિ રાખે તો અપ્રતિક્રમણ
થાય.
(કહે છે કેઃ) “મનુષ્યનામ કર્મને યોગ્ય દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે ”-હોવાને લીધે એમ લખે છે, થવાને લીધે નહીં. ત્રણેય કાળ દ્રવ્યકર્મનો આત્મામાં અભાવ છે. દ્રવ્યકર્મને બાંધ્યું જ નથી જીવે ! દ્રવ્યકર્મનો બાંધનાર જ નથી જીવ. કર્મ બાંધ્યું નથી એટલે કર્મ ઉદયમાં આવતું નથી. અને કર્મ ઉદયમાં આવે એમાં જોડાતો પણ નથી. આ શું છે? આહાહા!
બાંધે ઈ બીજો ને જોડાઈ ઈ બીજો અને જાણે ઈ જુદો !! આ હું તો જાણનાર છું ને ! કર્મને બાંધે ઈ મારો સ્વભાવ નથી. કર્મ, કર્મથી બંધાય છે એમાં હું નિમિત્ત પણ નથી. આહા...હા ! હું તો જાણનાર છું ને! બંધમાં જ્ઞાન નિમિત્ત ન હોય, બંધમાં રાગ નિમિત્ત થાય. હું તો (જ્ઞાનસ્વરૂપ ) જુદો છું રાગથી.
રાગ, નિમિત્ત પડે તો ભલે પડે બંધમાં, હું તો રાગથી જુદો ને દ્રવ્યકર્મથી જુદો છું! (હું) દ્રવ્યકર્મથી ભિન્ન ને ભાવકર્મથી પણ ભિન્ન! અનાદિ-અનંત “ દ્રવ્યકર્મ તથા ભાવકર્મનો અભાવ હોવાને લીધે મારે મનુષ્યપર્યાય શુદ્ધનિશ્ચયનયથી નથી.” અત્યારે મનુષ્ય છું અત્યારે મનુષ્ય છું પણ મનુષ્ય નથી. હું તો ૫રમાત્મા છું. હું તો જ્ઞાનાનંદ આત્મા છું. કોને તમે કહો છો કે તું મનુષ્ય છો ?
આહા...હા ! અરે મનુષ્ય તો નથી, પણ હું મુનિ, વર્તમાનમાં નથી અરે, દ્રવ્યલિંગી તો નથી પણ ભાલિંગેય મારું નથી. આહાહા! હું તો પરમાત્મા છું. આહાહા ! ‘૫રમાત્મપ્રકાશ ’ માં વાત આવે છે મુનિ કહે છે ‘ભાવલિંગ પણ મારું નથી ' (કેમકે ) પર્યાય છે ને! આહા ! હું તો દ્રવ્યસામાન્ય છું.
વાત છે ઝીણી, લોઢા કાપે છીણી! આ એવી વાત છે. હું મુનિ નથી હું તો આત્મા છું.
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com