________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૧
ચૈતન્ય વિલાસ ને ઊંચા દિવસોમાં ઊંચા પ્રકારની વાત છે.
એક વખતની વાત છે. જયપુરમાં જ્યારે પ્રતિષ્ઠા થઈ મંદિરની ટોડરમલ સ્મારક ભવનમાં અને આપણા ગોદિકાજીએ સોળ લાખ રૂપિયા ખર્ચા એ વખતે! સોળલાખ રૂપિયા એક વ્યક્તિએ ખચ્યું. ત્યારે હું પણ ત્યાં ગયો 'તો અને ગુરુદેવશ્રીનું વ્યાખ્યાન ચાલતું'તું. તે વ્યાખ્યાનની મસ્તીમાંને મસ્તીમાં જાણે અંદરથી આહા! નિર્વિકલ્પધ્યાનમાંથી જાણે બહાર આવીને વાત કરતા હોય, એવો એક ઊંચો ન્યાય સાંભળ્યો પ્રત્યક્ષ મેં કે આત્મા, જ્ઞાનદર્શનચારિત્રનાં નિર્વિકારી વીતરાગી પરિણામનો કર્તા નથી, એ તો પરિણામ સ્વયં થાય છે. પરિણામને આત્મા કરે છે. એ ઉપચારનું કથન છે. કર્તા તો છે જ નહીં, પણ પરિણમે માટે કર્તા એવો જે ઉપચાર નો આરોપ આવે છે પણ ખરેખર તો ઉપચારથી પણ (આત્મા) કર્તા નથી. નિશ્ચયથી તો કર્તા નથી પણ વ્યવહારથી પણ કર્તા નથી. આહા..! હા ! એ વાત સાંભળી... “આ કોણ પુરુષ છે” એટલું બહુમાન આવ્યું અંદરથી...કે ઉપચારથી સાધક, સમ્યગ્દર્શનનો કર્તા નથી! હજી આ પહેલો પાઠ છે અકર્તાનો! બીજો પાઠ જ્ઞાતાનો છે. કે પરિણામનો જ્ઞાતાય હું નથી !
કાલ રાત્રે જ્ઞાતાની વાત આવી 'તી ને! આહા! પણ હજી પહેલા પાઠમાં જ ભૂલ હોય-આત્મા જ્ઞાતા અને (એને) કર્તા માને, અકારણને કારણે માને, પછી કહે કે સમ્યગ્દર્શન કેમ પ્રગટ થતું નથી, ક્યાંથી થાય ? આત્મા નિશ્ચયથી તો નિર્મળ પરિણામનો કર્તા નથી, નથી ને નથી જ! પણ વ્યવહારનયે પણ એનો કર્તા નથી. આહાહા! ઉપચારથી પણ એનો પરિણામનો કર્તા નથી. કેમ કે આ અકર્તાને કર્તાનો ઉપચાર આપવો એ દોષ છે.
માટે આંહીયાં ટીકાકાર (પદ્મપ્રભમલધારિદેવે) પાંચ રત્નનું વિશેષણ મૂકયું (આ પાંચ ગાથા માટે) કે આત્મા ગુણસ્થાન, માર્ગણાસ્થાન, કેવળજ્ઞાનના પરિણામનો કર્તા નથી. કેવળજ્ઞાનની પર્યાયનો કર્તા તો નથી, પણ એનું કારણ પણ નથી. હું એનું કારણ નથી. હું એનો કર્તા નથી. પરિણામ એનાં પકારકથી-કર્તા, કર્મ, કરણ, સંપ્રદાન, અપાદાન અને અધિકરણથી સ્વયમેવ ઉછલતી પરિણામ નિર્મળ (ઊછળે છે) હું કરનાર નહીં. પર્યાયનો કર્તા તો નથી, પણ મારી હાજરી છે માટે કેવળજ્ઞાન થયું એવું કારણ પણું મારામાં આવતું નથી. કેમકે પ્રથમથી જ હું તો હતો તો કેવળજ્ઞાન કેમ ન થયું? માટે હું એનું કારણ નથી.
હું કર્તા નથી આ ફેકટરીનો! પણ હું તો એમાં નિમિત્ત છું. ગયો દુનિયામાંથી (અર્થાત્ કર્તા થઈ ગયો !) તારે એમાં નિમિત્ત બનવું છે? કે એને પોતાના જ્ઞાનમાં શેયપણે વ્યવહાર નિમિત્ત બનાવવું છે એય પણ નિશ્ચયે જ્ઞાયકને જાણ્યા પછી. આહા..હા !
અનંત અનંત કાળથી આથડ્યો, વિનાં ભાન ભગવાન, સેવ્યાં નહીં ગુરુ સંતને
Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com