________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૧૭૦
નહીં? અરે ! એણે ત્યાગની વાત કરી છે પણ તેં સાંભળી નથી.
કહે છે કે હું કર્તા નથી. ચૌદગુણસ્થાન, ચૌદમાર્ગણાસ્થાનના પરિણામ જે પ્રગટ થાય છે ને વર્તમાન...એનો હું કરનાર નથી, એનો હું કરાવનાર નથી ને કર્તાને હું અનુમોદન કરતો નથી. ( પરિણામોનો ) હું કર્તા નથી, કાયિતા નથી કરાવનાર નથી ને એનો હું અનુમંતા નથી, હું તો કેવળ જ્ઞાતા છું!
હવે, એક પ્રશ્ન ગંભીર, આંહીયાં ઉત્પન્ન થાય એવો છે, કે આ તો આચાર્ય ભગવાન છે એમને તો કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે ચોથાગુણસ્થાને કર્તબુદ્ધિ છૂટે છે. છઠ્ઠા-સાતમા ગુણસ્થાને ઝૂલનારા છે ધર્માત્મા છે એમને હું કર્તા નથી, કાયિતા નથી, કરાવનાર નથી અનુમંતા નથી, એમ ફરીથી કેમ યાદ કરવું પડયું? મિથ્યાદષ્ટિ વિચારે તો તો બરાબર છેએને તો કર્તાબુદ્ધિ છે, એ કર્તાબુદ્ધિ છોડવા માટે હું અકર્તા છું ને કર્તા નથી, એમ વિચારે તો એનાં સ્થાને એ બરાબર છે, પણ જેની કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે, જ્ઞાતા ધર્માત્મા થઈ ગયા છે. કુંદકુંદભગવાન, બે હજાર વર્ષ પહેલાં થયા. છતાં હું કર્તા નથી, કાયિતા નથી, અનુમોદક નથી, કારણ નથી-આવા ચાર પ્રકાર પાડીને શા માટે આ પ્રતિક્રમણની વાત કરે છે. મોટું રહસ્ય એ વાતમાં છે.
પ્રવચન નં-૧૫
કર્તબુદ્ધિ જાય છે ચોથા ગુણસ્થાને, પછી ચોથે-પાંચમે-છઠ્ઠ નિર્મળપર્યાય પ્રગટ થાય, પાંચમે, છઠ્ઠ વધતી દશા-નિર્મળ પરિણામ પ્રગટ થાય, પરમાર્થ પ્રતિક્રમણ પ્રગટ થાયશુદ્ધઉપયોગ પ્રગટ થાય, ત્યારે નિર્મળ પર્યાય પ્રગટ થઈ, એનો ઉપચારથી કર્તા આત્માને કહેવામાં આવે છે. જ્યાં સુધી ઉપચારથી કર્તા છે ર્તબુદ્ધિ ગઈ, મિથ્યાત્વ ગયું હવે તો ચારિત્રની ઉત્કૃષ્ટદશા પ્રગટ કરવા માટેનું આ કથન છે. એ ઉપચારથી આત્મા જ્ઞાનનો કર્તા, સમ્યગ્દર્શનનો કર્તા, વીતરાગી પરિણામનો કર્તા આત્મા ઉપચારથી છે, એવો ઉપચાર આવે ખરો, પણ કહે છે કે....એ ઉપચાર પણ હવે અમને ખટકે છે.
કર્તાબુદ્ધિ ગઈ, હવે કર્તાપણાનો ઉપચાર જે આવે છે, ઉપચાર એટલે વ્યવહા૨-કે આત્મા સમ્યગ્દર્શનજ્ઞાનચારિત્રનાં પરિણામનો કર્તા છે મિથ્યાદર્શનાદિ-રાગનો કર્તા તો છે નહીં (પરંતુ ) નિર્મળપર્યાયનો કર્તા આત્મા છે.
દ
'आत्मा ज्ञानं स्वयं ज्ञानं ज्ञानादन्यत् करोति किम् परभावस्य कर्तात्मा मोहोऽयं व्यवहारिणाम् ।।
રાગનો કર્તા છે (એમ જે માને છે તે) મોહી-મૂઢ પ્રાણી છે. આત્મા જ્ઞાનરૂપે પરિણમે છે તે જ્ઞાનનો કર્તા એને ઉપચારથી કહેવામાં આવે છે. ખરેખર જ્ઞાનનોય એ કર્તા નથી. ધર્મી...ધર્મનોય કર્તા નથી. આહા...હા ! ઊંચા પ્રકારની વાત આવે છે ઊંચા દિવસો છે
י
Please inform us of any errors on Rajesh@AtmaDharma.com